ચરમી
રોગ નિયંત્રણ
1. બીજને થાયરમ દવાની માવજત એક કિલોગ્રામ બીજ દિઠ ૩ ગ્રામ પ્રમાણે આપવી.
2. પાક ૩૦ દિવસનો થાય ત્યારથી મેન્કોઝેબ રપ ગ્રામ / ૧૦ લિટર પાણીવાળા દ્રાવણમાં ૩ થી ૪ છંટકાવ ૧૦-૧ર દિવસનાં અંતરે કરવા. અથવા
3. ડાયફેનોકોનાઝોલ પ મિ.લી. / ૧૦ લિ પાણીવાળા દ્રાવણમાં દવાના બે થી ત્રણ છંટકાવ રોગની શરુઆત થાય તૂરતથી ૧પ દિવસના અંતરે કરવા.
4. જીરાનો પાક એક જગ્યાએ દર વર્ષે ન લેવો.
5. વાવેતર નવેમ્બર માસમાં ઠંડી રૂતુમાં કરવું.
6. કયારા નાના રાખવા, પિયત હલકું આપવું. પછાટે પાણી ન ભરાવા દેવું.
7. નાઈટ્રોજનયુકત ખાતરનો વધુ ઉપયોગ ન કરવો.
8. રોગિષ્ટ છોડનો ઉપાડી નાશ કરવો અને જીરાનું ઘાટુ વાવેતર ન કરવું.
ભૂકીછારો
રોગ નિયંત્રણ
1. રોગની શરૂઆત થાય કે તુરત જ ૩૦૦ મેશ ગંધકની ભૂકી હેકટરે ૧પ કિલો
અથવા
2. દ્રાવ્ય ગંધક ૩૦ ગ્રામ/ ૧૦લિટર
અથવા
3. એઝોક્સીસ્ટ્રોબીન ૧૦ મિ.લી. / ૧૦ લિ પાણીવાળા દ્રાવણમાં દવાના બે થી ત્રણ છંટકાવ રોગની શરુઆત થાય તૂરતથી ૧પ દિવસના અંતરે કરવા.
અથવા
4. હેકઝાકોનેઝોલ ૧૦ મિ.લી. / ૧૦ લિટર
અથવા
5. પ્રોપીકોનેઝોલ ૧૦ મિ.લી. / ૧૦ લિ પાણીવાળા દ્રાવણમાં દવાના બે થી ત્રણ છંટકાવ રોગની શરુઆત થાય તૂરતથી ૧પ દિવસના અંતરે કરવા.
સુકારો
રોગ નિયંત્રણ
1. એકની એક જમીનમાં જીરાનો પાક ન લેવો.
2. તંદુરસ્ત બિયારણ પસંદ કરવું.
3. બીજને થાયરમ દવાની માવજત એક કિલોગ્રામ બીજ દિઠ ૩ ગ્રામ પ્રમાણે આપવી.
4. પ૦૦ કિ.ગ્રા. ગળતિયુ ખાતર /એરંડીના ખોળમાં પ કિ.ગ્રા. ટ્રાઈકોડર્માં હારજેનીયમ ફૂગના બીજાણુનું મિશ્રણ કરી વાવણી સમયે એક હેકટર જમીનમાં ઉમેરવાથી રોગનું નિયંત્રણ થાય.
અથવા
5. ૧.૭ કિ.ગ્રા. ટ્રાઈકોડર્મા વીરિડી + ર.પ કિ. ગ્રા. સ્યુડોમોનાસ ફલુરોસન્સના મિશ્રણને પ૦૦ કિ.ગ્રા. દિવેલીના ખોળમાં ભેળવી વાવેતર સમયે એક હેકટર જમીનમાં વેરીને આપવું.