સંકર બાજરા પ્રમાણિત બીજ ઉત્પાદન પધ્ધતિ

બીજ પ્લોટની નોંધણી

ખરીફ માટે ૧૫મી જુલાઈ અને ઉનાળુ ઋતુ માટે ૧૫મી ફેબ્રુઆરી સુધીમાં ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી, અમદાવાદની કચેરીએ કરાવવી.

માતૃ-પિતૃ બીજની પ્રાપ્તી સ્થાન

નર અને માદા જાતોનું બ્રીડર કક્ષાનું બીજ, મુખ્ય બાજરા સંશોધન કેન્દ્ર., જૂ.કૃ.યુ., જામનગર અને ફાઉન્ડેશન કક્ષાનું બીજ, ગુજરાત રાજ્ય બીજ નિગમ, રાષ્ટ્રીય બીજ નિગમ, ગુજકોમાશોલ અથવા અન્ય પ્રાઈવેટ અધિકૃત સંસ્થાઓ પાસેથી ખરીદવું.

જમીનની પસંદગી

આગળની ઋતુ/વષૅમાં બાજરીનો પાક લીધેલ ન હોય તેવી ગોરાડુ, મધ્યમ કાળી કે બેસર જમીનની પસંદગી કરવી. 

એકલન અંતર

૨૦૦ મીટર

વાવેતર સમય

ચોમાસુ : વાવણી લાયક વરસાદ થયે (૧૫ જુન થી ૧૫ જુલાઈ વચ્ચે)

ઉનાળુ  : ફેબ્રુઆરી થી ૧૫ માર્ચ સુધીમાં ઠંડી ઓછી થયે.

વાવણીનું અંતર

બે હાર વચ્ચે ૬૦ સે.મી. અને બે છોડ વચ્ચે ૧૨ થી ૧૫ સે.મી.

બિયારણનો દર

માદા : ૩.૦૦૦ કિ.ગ્રા./હે. અને નર : ૧.૦૦૦ કિ.ગ્રા./હે.

વાવેતર પધ્ધતિ

માદા અને નર લાઈનોનું વાવેતર વખતે ૬:૨ નું પ્રમાણ રાખવું. 

ખાતર

છાણીયુ ખાતર : ૧૦ ટન/હે. જમીન તૈયાર કરતી વખતે નાખવું.

રાસાયણિક ખાતરનો ડોઝ

ના.

ફો.

પો.

ખાતર આપવાનો સમય

પાયાનું ખાતર

(કિ.ગ્રા./હે.)

૬૦

૬૦

૦૦

બીજ વાવતા પહેલા દંતાળથી ચાસમાં ૭ થી ૮ સે.મી. ઉંડે આપવું.  

પૂર્તિ ખાતર (કિ.ગ્રા./હે.)

૪૦

૦૦

૦૦

૨૦ થી ૨૫ દિવસે જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે આપવું.

૨૦

૦૦

૦૦

પાકની નિંઘલ અવસ્થાએ જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે આપવું.

કુલ (કિ.ગ્રા./હે.)

૧૨૦

૬૦

૦૦

 

૧૦

રોગીંગ 

ધારા ધોરણો મુજબનું જનિનીક શુધ્ધતા ધરાવતું સંકર બીજ પેદા કરવા સમયસર રોગીંગ કરવું અત્યંત જરૂરી છે.

૧૧

ક્ષેત્રીય નિરીક્ષણ

બીજ પ્લોટમાં ગુ.રા.બી. પ્રમાણન એજન્સીના તાંત્રિક કર્મચારીઓ દ્વારા પ્રથમ ફુલકાળ અવસ્થા પહેલા, બીજુ અને ત્રીજુ ફુલકાળ અવસ્થા દરમ્યાન અને ચોથુ કાપણી પહેલાં ક્ષેત્રિય નિરીક્ષણ કરવામાં આવે છે.

૧૨

કાપણી અને થ્રેશીગ

નર અને માદા લાઈનોની કાપણી અલગ અલગ કરી, તેને જુદા જુદા ખળામાં રાખી થ્રેશીંગ કરવું અને માત્ર માદા લાઈનોમાંથી મળેલ ઉત્પાદનનાં જથ્થાનો સંકર બાજરી બીજ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

સંકર બાજરી પ્રમાણિત બીજનાં ધોરણો

ક્રમ

વિગત

સર્ટીફાઈડ બીજ

ભૌતિક શુધ્ધતા (લઘુત્તમ)

૯૮ ટકા

ઈનર્ટ મેટર (મહત્તમ)

૨ ટકા

અન્ય પાકનાં બીજ (મહત્તમ)

૨૦ બીજ/કિ.ગ્રા. 

નિંદામણના બીજ (મહત્તમ)

૨૦ બીજ/કિ.ગ્રા. 

અરગટની પેશીઓનું પ્રમાણ (મહત્તમ)

૦.૦૪ ટકા

સ્ફૂરણ શક્તિ (લઘુત્તમ)

૭૫ ટકા

ભેજ (મહત્તમ) સામાન્ય કન્ટેનર

૧૨ ટકા

ભેજ (મહત્તમ) વેપર  પ્રૂફ કન્ટેનર

૮ ટકા