કા૫ણી અને સંગ્રહ
બાજરાના ડુંડાને દબાવતાં જો દાણા છુટા પડે તો સમજવું કે બાજરાનો પાક કાપણી લાયક થઇ ગયેલ છે. સામાન્ય રીતે ૭૫ થી ૮૫ દિવસે આ પાક કાપણી માટે તૈયાર થઈ જાય છે. બાજરીના ડુંડાને લણીને ખળામાં પાથરી સૂર્ય પ્રકાશમાં બરાબર તપાવવા અને ત્યાર બાદ થ્રેસરમાં નાખી થ્રેસીંગ કરવું. દાણાને સાફ કરી સૂર્યપ્રકાશમાં સુકવવા. બાજરાના દાણા મોમાં નાખી દાંત વચ્ચે દબાવતાં કડકડ અવાજ આવે ત્યાર બાદ ભેજ રહિત સૂકી જગ્યાએ સંગ્રહ કરવો જોઈએ.
બાજરો