અ) રોગ::
- કુતુલ (ડાઉની મીલ્ડ્યું):
આ રોગના અસરકારક નિયંત્રણ માટે રોગ પ્રતિકારક જાતો જેવી કે જીએચબી ૧૨૯૪, જીએચબી ૧૧૨૯, જીએચબી ૧૨૨૫, જીએચબી ૧૨૩૧, જીએચબી ૫૩૮ (મરૂ સોના), જીએચબી ૭૩૨, જીએચબી ૭૪૪ અને જીએચબી ૯૦૫ જેવી જાતોનું જ વાવેતર કરવુ જોઈએ. બીજ ને વાવતા પહેલા મેટાલેક્ષીલ ૩૫ ડબલ્યુ એસ દવાનો ૬ ગ્રામ પ્રતિ કિગ્રા પ્રમાણે પટ આપવો જેથી છોડને વાવણીના પ્રથમ ૨૦-૨૫ દિવસ સુધી કુતુલ રોગથી રક્ષણ મળી રહે. જો ઉભા પાકમાં અથવા બીજ ઉત્પાદન પ્લોટમાં રોગ જણાય તો મેટાલેક્ષીલ ૮ ટકા + મેન્કોઝેબ ૬૪ ટકા વે.પા. ૧૦ ગ્રામ/લિટર પાણીમાં ઓગાળી વાવેતર બાદ ૨૦ અને ૩૫ દિવસે છંટકાવ કરવાથી કુતુલ રોગને વધતો અટકાવી શકાય છે.
- પાનના ટપકાનો રોગ દાહ (બ્લાસ્ટ):
આ રોગના અસરકારક નિયંત્રણ માટે રોગ પ્રતિકારક જાતો જેવી કે જીએચબી ૧૨૯૪, જીએચબી ૧૧૨૯, જીએચબી ૧૨૨૫, જીએચબી ૧૨૩૧, જીએચબી ૫૩૮ (મરૂ સોના), જીએચબી ૭૩૨, જીએચબી ૭૪૪ અને જીએચબી ૯૦૫ જેવી જાતોનું જ વાવેતર કરવું જોઈએ. જો રોગની શરૂઆત દેખાય તો તરત જ કાબેન્ડાઝીમ ૫૦ ટકા વે.પા. (૧૦ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા થાયરમ ૭૫ ડબલ્યુ એસ ૩ ગ્રામ/કિગ્રા બીજ પ્રમાણે પટ આપવો અથવા ઝાયનેબ ૭૫ વે.પા. (૨૦ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા ટેબુકોનાઝોલ ૫૦ ટકા + ટ્રાઈફલોક્ષિસ્ટ્રોબીન ૨૫ ટકા ડબલ્યુજી (૧૦ ગ્રામ/લિટર પાણી) અથવા એઝોક્ષિસ્ટ્રોબીન ૧૮.૨ ટકા + ડાયફેનકોનાઝોલ ૧૧.૪ ટકા એસસી (૧૦ મિલી/૧૦ લિટર પાણી) ઓગાળી છાંટકાવ કરવો.
- અંગારીયો (સ્મટ):
આ રોગ ફૂગથી થાય છે. આ ફૂગના બીજકણો જમીનમાંતેમજ બીજાણું બીજની બહારની સપાટી પર જોવા મળે છે. ભેજવાળું અને ઝરમર ઝરમર વરસાદવાળું વાતાવરણ મળતા જમીનમાં રહેલ ફૂગના બીજકણો ઉગી નીકળે છે. જે હવા મારફત ફેલાય છે. અને ડુાંડા અવસ્થાએ રોગ પેદા કરે છે.
- ગુંદરિયો (અર્ગટ):
આ રોગ ફૂગથી થાય છે. આ ફૂગના બીજકણો જમીનમાં તેમજ બીજાણુાં બીજની બહારની સપાટી પર જોવા મળે છે. ભેજવાળુાં અને ઝરમર ઝરમર વરસાદવાળુાં વાતાવરણ મળતા જમીનમાં રહેલ ફૂગના બીજકણો ઉગી નીકળે છે. જે હવા મારફત ફેલાય છે. અને ડુાંડા અવથથાએ રોગ પેદા કરે છે. આ રોગ પેશીઓ દ્વારા ફેલાતો હોઈ જો બિયારણમાં પેશીઓ જોવા મળે તો વાવતા પહેલા ૧૫ ટકા મીઠાના દ્રાવણ (Brine water) માં બોળી, ઉપર તરતી ફૂગની પેશીઓ અલગ તારવી બિયારણને સ્વસ્થ પાણીથી ૨ થી ૩ વખત ધોઈ, સુકવી, વાવેતરના ઉપયોગમાં લેવું. થાયરમ ૭૫ ટકા વે.પા. ફૂગનાશક દવાનો ૩ ગ્રામ/કિગ્રા બીજ પ્રમાણે પટ આપવો. ડુંડા અવસ્થાએ ફૂલ સમયે (પ્રોટોગાયની સ્ટેજ) ફૂગનાશક દવા ઝાયરમ ૮૦ ટકા વે.પા. (૨ ગ્રામ/લિટર)નો છાંટકાવ કરવો.
- ગેરુ (રસ્ટ):
આ રોગના નિયંત્રણ માટે બાજરા પાકનું વહેલુ અથવા સમયસર વાવેતર કરવાથી મહદઅંશે નિયંત્રણ થઈ શકે છે. ખેતરની ચોખ્ખાઈ તથા નકામા છોડનો નાશ કરવો જોઈએ. રીંગણી તથા બીજા સોલેનેસી કુળના વૈકલ્પિક યજમાન છોડનો નાશ કરો. જમીન ચકાસણી મુજબ જરૂર પુરતા રાસાયણિક ખાતર નો ઉપયોગ કરવો જોઈએ. પાક ફેરબદલી અપનાવો તથા રોગમુક્ત બિયારણનો તથા રોગપ્રતિકારક સંશોધિત જાતો નો વાવેતરમાં ઉપયોગ કરવો જોઈએ. રોગગ્રસ્ત છોડ તથા પાનને ખેતરમાથી કાઢી તેનો નિકાલકરવો જોઈએ જેથી વધારે ફેલાવો થતો અટકાવી શકાય. ગેરુ રોગના રાસાયણિક નિયંત્રણ માટે જુદી જુદી ફૂગનાશક દવા નો ઉપયોગ કરી શકાય છે જેમ કે, હેક્ષાકોનાઝોલ @૦.૧ ટકા નો છંટકાવ કરવાથી અસરકારક નિયંત્રણ થઈ શકે છે અથવા બાજરામાં આવતા ગેરુ રોગના નિયંત્રણ માટે ૦.૨ ટકા મેન્કોઝેબ ૭૫ વે.પા. અથવા ઝાયનેબ ૭૫ (૨૭ ગ્રામ/૧૦ લિટર પાણી) રોગની શરૂઆતથી ૧૫ દિવસના અંતરે છંટકાવ કરવાથી નિયંત્રણ થઇ શકે છે.

કુતુલ રોગ-ધરુ અવસ્થાએ

કુતુલ રોગ-ડુંડા અવસ્થાએ
.jpg)
ગુંદરિયો (અર્ગટ)
.jpg)
અંગારીયો (સ્મટ)
.jpg)
ગેરુ (રસ્ટ)
.jpg)
પાનના ટપકાં (બ્લાસ્ટ)
બ) કિટક:-
- સાંઠાની માખી
- બિયારણનો દર ઉંચો એટલે કે ૫.૦ કિલોગ્રામ પ્રતિ હેક્ટર રાખી પારવણી વખતે સાંઠાની માખી અને ગાભમારાની ઈયળ દ્વારા નુકશાન થયેલ છોડ દુર કરી ઉપદ્રવ ઘટાડી શકાય છે.
- જે તે વિસ્તારમાં બાજરાનું વાવેતર એકી સાથે કરવાની ભલામણ છે. આગળ પાછળ વાવેતર કરવાથી ઉપદ્રવ વધે છે.
- લીમડાની લીંબોળીનાં મીંજનો ભુક્કો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીનું તેલ ૩૦ મિલી ૧૦ લીટર પાણીમાં ભેળવી જીવાતનો ઉપદ્રવ જણાયેથી ૧૦-૧૦ દિવસને અંતરે ત્રણ છંટકાવ કરવાથી સાંઠાની માખીનું નિયંત્રણ થાય છે.
- બાજરી સાથે તુવેર અથવા મગ ૨:૧ ના પ્રમાણમાં આંતરપાક લેવાથી સાંઠાની માખીનાં ઉપદ્રવમાં ઘટાડો થાય છે.
- ધરૂ અવસ્થાએ ૮ % થી વધુ જીવાતથી નુકશાનનું પ્રમાણ હોય તો નિયંત્રણના પગલા હાથ ધરવા. સાંઠાની માખી તેમજ ગાભમારાની ઈયળના અસરકારક નિયંત્રણ માટે બાજરાના બીજને વાવેતર સમયે ઈમિડાક્લોપ્રિડ ૬૦૦ એફ.એસ., ૮.૭૫ મિલી પ્રતિ કિલો પ્રમાણેનો પટ આપવો તેમજ પાકના ઉગાવા પછી ૨૦ અને ૪૦ દિવસે બ્યુવેરીયા બાસીયાના ૧.૧૫ % વે.પા. ૦.૦૦૭% (૬૦ ગ્રા/૧૦ લી. પાણીમાં) અથવા પંચગવ્ય 3% (૩૦૦ મીલી/૧૦ લી. પાણીમાં) ના બે છંટકાવ કરવા.
- પાક ઉગાવાના ૩૫ દિવસે ડાઇમેથોઅટ ૩૦ ઈ. સી. ૦.૦૩% (૧૦ મી.લી./૧૦ લી. પાણી) દવાનો છંટકાવ કરવાથી પણ સાંઠાની માખીનું નિયંત્રણ કરી શકાય છે
- ગાભમારાની ઈયળ
- પાકના જુના અવશેષો/જડિયાને ખેડી બહાર કાઢી બાળીને નાશ કરવાથી ગાભમારાનાં જીવનચક્રને તોડી શકાય છે અને તેનો ઉપદ્રવ નવા પાકમાં ઘટાડી શકાય છે.
- બાજરી સાથે તુવેર અથવા મગ ૨:૧ ના પ્રમાણમાં આંતરપાક લેવાથી ગાભમારાની ઈયળના ઉપદ્રવમાં ઘટાડો થાય છે.
- જે વિસ્તારમાં ફકત ગાભમારાની ઈયળ નો ઉપદ્રવ વધુ જોવા મળતો હોય ત્યાં સાયપરમેથ્રિન ૧૦ ઈ. સી., (૧૦ મિ.લી/૧૦ લિટર પાણી) અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૪.૫ એસ. સી. ૦.૦૦૭૫% (૫ મિ.લી/૧૦ લિટર પાણી) નો પાકના ઉગાવા બાદ ૨૦ અને ૪૦ દિવસે છંટકાવ કરવો.
- ક્લોથાયાનીડીન ૫૦ ડબ્લ્યુ. ડી.જી. @ ૭.૫ ગ્ર્રામ/કિલો બીજ માવજાત આપવી અને ત્યારબાદ ૩૫ દિવસે ક્લોરાનટ્રીનિપ્રોલ ૨૦ એસ.સી. ૦.૦૦૬% (૩.૦ મી.લી./૧૦ લી. પાણી) નો છંટકાવ કરવાથી ગાભમારાની ઈયળનું નિયંત્રણ કરી શકાય છે
- જે વિસ્તારમાં સાંઠાની માખી તેમજ ગાભમારાની ઈયળનો ઉપદ્રવ વધુ જોવા મળતો હોય ત્યાં ફેનાબુકાર્બ ૫૦ ઈ. સી., ૦.૧% (૨૦ મિ.લી/ ૧૦ લિટર પાણી) અથવા પ્રોફેનોફોસ ૫૦ ઈ. સી., ૦.૦૫% (૧૦ મિ.લી/૧૦ લિટર પાણી)નો પાકના ઉગાવા બાદ ૨૦ અને ૪૦ દિવસે છંટકાવ કરવો.
- લીલી ઈયળ
- બાજરાના પાકમાં લીલી ઈયળના નિયંત્રણ માટે વાડીમાં સ્વચ્છતા રાખવી. લીલી ઈયળના કોષેટા જમીનમાં હોય છે. ઉનાળામાં ઊંડી ખેડ કરવાથી જમીન રહેલા કોષેટા તાપમાં તપવાથી અથવા પક્ષીઓ/પરભક્ષીઓથી તેનો નાશ થશે.
- બાજરાના પાક સાથે મગ ૨:૧ ના પ્રમાણમાં આંતરપાક તરીકે લેવાથી લીલી ઈયળના ઉપદ્રવમાં ઘટાડો જોવા માળે છે.
- બાજરા નિંધલ અવસ્થા પહેલા ૫ ફેરોમેન ટ્રેપ પ્રતિ હેકટરે ગોઠવી આકર્ષાયેલા નર કુદાનો નાશ કરવો.
- લીલી ઈયળના નિયંત્રણ બેસીલસ થુરેનજીનેસીસ નામના જીવાણુંનો પાવડર ૨૦ ગ્રામ અથવા બ્યુવેરીયા બાસીયાના નામની ફૂગનો પાવડર ૫૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છોડ બરોબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો. અથવા લીલી ઇયળનું NPV 450 LE/ha. (૧૦ મિલી ૧૦ લીટર પાણીમાં ભેળવી) છંટકાવ કરવાથી લીલી ઈયળનુ નિયંત્રણ થાય છે.
- ઘૈણ (મુંડા) :
- ઘૈણનો ઉ૫દ્રવ ખાસ કરીને મઘ્ય તથા ઉતર ગુજરાત વિસ્તારમાં જોવા મળે છે.
- ઘૈણના નિયંત્રણ માટે ચોમાસાની શરુઆતમાં પ્રકાશ પિંજરનો ઉ૫યોગ કરવાથી પુખ્ત કિટકો મોટા પ્રમાણમાં આકર્ષાય છે. જેને એકઠા કરી તેનો નાશ કરવોં.
- વાવેતર ૫હેલા ચાસમાં લીમડાના ખોળ ૫૦૦ કિલો પ્રતિ હેકટરે મુજબ આપવો
અન્ય માવજત:-પાકને ૫ક્ષીઓ અને ઉંદરથી બચાવવા જરૂરી નિયંત્રણના ૫ગલા લેવા.

સાંઠાની માખીનું નુકશાન

ગાભમારાની ઇયળનું નુકશાન

ડુંડાની લીલી ઇયળનું નુકશાન