પાછોતરી માવજતો: પારવણી, આંતર ખેડ, નિંદામણ અને પિયત

અ) પારવણી, આંતરખેડ અને નિંદામણ:- 

જયારે પાક ૧૫ થી ૨૦ દિવસનો થાય ત્‍યારે જો હારોમાં મોટા ખાલા હોય ત્‍યાં ભેજની યોગ્‍ય ૫રિ‍સ્‍થતિમાં પારવણી સાથો સાથ નીકળેલા તંદુરસ્‍ત છોડની ફેરરો૫ણી કરીને છોડની પુરતી સંખ્‍યા જાળવવી. નિંદણના નિંયત્રણ માટે તેમજ જમીનની ભૌતિક પરિસ્થિતિ સારી રહે તે માટે સમયસર આંતરખેડ કરવી ખાસ જરૂરી છે પાક ઉગાવાના દશેક દિવસથી પાક નીંઘલમાં આવે ત્યાં સુધીમાં બે થી ત્રણ આંતરખેડ કરવી. બાજરાના પાકમાં જરૂર પ્રમાણે વાવેતર ના ત્રીજા અને પાંચમાં અઠવાડીએ બે વખત નિંદામણ કરવું જોઈએ. જે વિસ્તારમાં મજૂરોની અછત હોય તે વિસ્તારમાં નિંદણનાશક દવા એટ્રાઝીન ૧.૦૦ કિ.ગ્રા. ૫૦૦ લીટર પાણીમાં (૧૫ લીટરના પંપમાં ૩૦ ગ્રામ દવા) ઓગાળી વાવણી બાદ પાક ઉગે તે પહેલા પ્રી-ઈમરજન્સ તરીકે છંટકાવ કરવો તેમજ બાજરાના વાવેતર બાદ ૧૨ થી ૨૦ દિવસમાં નિંદણનો ઉગાવો દેખાય તો પારવણી પહેલા એટ્રાઝીન દવા હેકટર દીઠ ૦.૪૦૦ કિ.ગ્રા. સક્રિય તત્વ મુજબ પોસ્ટ ઇમરજન્સ તરીકે ૫૦૦ લીટર પાણીમાં ઓગાળીને નિંદામણ બે પાનની અવસ્થાએ હોય ત્યારે છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. પાક ૩૦ દિવસનો થાય ત્યાં સુધી પાકને નિંદામણ મુક્ત રાખવો ખાસ જરૂરી છે.

બ) પિયત :-

     ચોમાસું:

          ખરીફ બાજરીમાં સામાન્‍ય રીતે પિયતની ભલામણ કરવામાં આવતી નથી કારણ કે બાજરી મુખ્‍યત્‍વે વરસાદ આદ્યારીત પાક છે. વરસાદની ખેંચ જણાય તો પાકની કટોકટીની અવસ્થાએ એક પિયત આ૫વાની ભલામણ છે.

  ઉનાળુ અને પુર્વ-શિયાળુ:

   હાઇબ્રીડ બાજરીના ઉનાળુ પાકને સામાન્‍ય રીતે કુલ ૮ થી ૧૦ પિયતની જરુરીયાત ૫ડે છે. દરેક પિયત ૮ થી ૧૦ દિવસના અંતરે તથા પુર્વ-શિયાળુ ઋતુમાં પાકને સામાન્‍ય રીતે કુલ ૬ થી ૮ પિયતની જરુરીયાત ૫ડે છે અને દરેક પિયત ૧૦ થી ૧૨ દિવસના અંતરે જમીનની પ્રત મુજબ આપવાં. પાણીની જરુરીયાતનો આઘાર જમીનનો પ્રકાર અને સ્‍થાનિક ખેતી ૫ઘ્‍ઘતિ ઉ૫ર રહેલો છે. ખાસ કરીને પુર્તિ ખાતરો આપ્‍યા બાદ તુર્ત જ પાણી આ૫વું. ઉનાળામાં થુલી અવસ્‍થામાં અવાર નવાર પાણી આપીને વાતાવરણ ભેજ યુકત અને ઠંડુ રાખવું જેથી દાણાનો ભરાવોં સારો થાય છે.