- છાણીયુ ખાતર :- હેકટરે ૧૦ ટન છાણીયુ ખાતર પ્રાથમિક ખેડ વખતે ચાસે ભરવું.
- રાસાયણિક ખાતર::-
ચોમાસું: કુલ જરુરીયાત હેકટરે ૮૦ કિ.ગ્રા. નાઇટ્રોજન અને ૪૦ કિ. ગ્રા. ફોસ્ફરસ
- અડઘો ૪૦ કિ.ગ્રા. નાઇટ્રોજન અને તમામ ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ એટલે કે ૮૭ કિગ્રા ડીએપી અને ૫૩ કિગ્રા યુરીયા પ્રતિ હેકટરે વાવેતર અગાઉ ચાસમાં પાયાના ખાતર તરીકે આપવા
- બાકીનો અડઘો ૪૦ કિ.ગ્રા નાઇટ્રોજન એટલે કે ૮૭ કિગ્રા યુરીયા પ્રતિ હેકટરે પાક એક માસનો થાય ત્યારે નિંદામણ અને પારવણી કર્યા બાદ પુર્તિ ખાતર તરીકે આપવા.
- પુર્તિ ખાતરો જમીનમાં પુરતો ભેજ હોઇ ત્યારે હારથી ૧૫ થી ૨૦ સે.મી. દૂર આપવુ વધારે ફાયદાકારક છે.
ઉનાળુ અને પુર્વ-શિયાળુ: રસાયણિક ખાતર કુલ જરુરીયાત હેકટરે ૧૨૦ કિ.ગ્રા. નાઇટ્રોજન અને ૬૦ કિ. ગ્રા. ફોસ્ફરસ જેમાનો કુલ નાઈટ્રોજન સરખા ત્રણ ભાગમાં અને તમામ ફોસ્ફરસ પાયામાં આપવો.
- ૪૦ કિ.ગ્રા. નાઇટ્રોજન અને બઘોજ ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ એટલે કે ૧૩૧ કિગ્રા ડીએપી અને ૩૬ કિગ્રા યુરીયા પ્રતિ હેકટરે વાવેતર અગાઉ ચાસમાં પાયાના ખાતર તરીકે આપવા.
- ૪૦ કિ.ગ્રા નાઇટ્રોજન એટલે કે ૮૭ કિગ્રા યુરીયા પ્રતિ હેકટરે પાક ૨૫ થી ૩૦ દિવસનો થાય ત્યારે નિંદામણ અને પારવણી કર્યા બાદ પુર્તિ ખાતર તરીકે આપવા.
- ૪૦ કિ.ગ્રા નાઇટ્રોજન એટલે કે ૮૭ કિગ્રા યુરીયા પ્રતિ હેકટરે પાક ૪૦ થી ૪૫ દિવસનો થાય ત્યારે બાદ પુર્તિ ખાતર તરીકે આપવા.
- પુર્તિ ખાતરો જમીનમાં પુરતો ભેજ હોઇ ત્યારે હારથી ૧૫ થી ૨૦ સે.મી. દૂર આપવુ વધારે ફાયદાકારક છે.
સુક્ષ્મ તત્વો
જો જમીનમાં લોહ તથા જસત તત્વની ઉણપ હોય તો તેવી જમીનમાં ચોમાસામાં પાયાના ખાતર સાથે ૧૫ કિ.ગ્રા. ફેરસ સલ્ફેટ/હે. અને ૮ કિ.ગ્રા. ઝીંક સલ્ફેટ/હે. અથવા સુક્ષ્મતત્વોનું મિશ્રણ (લોહ ૨%, મેંગેનીઝ ૦.૫%, જસત ૫%, તાંબુ 0.ર% અને બોરોન ૦.૫%) કે જે ગર્વમેન્ટ નોટીફાઈડ ગ્રેડ-૫ તેને ૨૦ કિ.ગ્રા./હે. મુજબ બાજરાને આપવાથી વધુ ઉત્પાદન અને વધુ આવક મેળવી શકાય છે અથવા ચોમાસુ બાજરાના ઉભા પાકમાં સુક્ષ્મ તત્વોનું ૧% મિશ્રણ (લોહ ૪%, મેંગેનીઝ ૦.૧%, જસત ૬%, તાંબુ ૦.૫% અને બોરોન ૦.૫%) કે જે ગર્વમેન્ટ નોટીફાઈડ ગ્રેડ-૪ વાવેતર બાદ ૨૦, ૩૦ અને ૪૦ દિવસે છંટકાવ કરવાથી ચોમાસુ બાજરાનું વધુ ઉત્પાદન અને વધુ આવક મેળવી શકાય છે.
જૈવિક ખાતર
ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયાનું કલ્ચર જમીનમાં ૩ લીટર પ્રતિ હેકટર મુજબ આપવાથી જમીનમાં સ્થાયી થયેલ ફોસ્ફરસ ઉપયોગ થઇ શકે છે.