સમગ્ર ગુજરાત રાજયમાં હાઇબ્રીડ બાજરા માટે નીચે મુજબની જાતોનું વાવેતર કરવાથી વઘારે ઉત્પાદન મેળવી શકાય છે.
ગુજરાત હાઇબ્રીડ બાજરા-૭૪૪ (જીએચબી-૭૪૪)
આ જાત ૨૦૦૭ ના વર્ષમાં ખરીફ ઋતુના વાવેતર માટે રાષ્ટ્રીય કક્ષાએથી બહાર પાડવામાં આવેલ છે. કુતુલ રોગ સામે પ્રતિકારકશકિત ઘરાવતી, મઘ્યમ વહેલી પાકતી, ડૂંડા દ્યટ અને આકર્ષક દેખાવવાળા અને દાણા મોટા કદના ઘરાવે છે. દાણાની સાથોસાથ ચુકાચારાનું વઘારે ઉત્પાદન આ૫તી આ જાતને સમગ્ર ગુજરાત ઉ૫રાંત મઘ્ય અને ઉત્તર ભારતના રાજયો (રાજસ્થાન, હરીયાણા, ઉત્તરપ્રદેશ અને દિલ્હી) માં ૫ણ ખરીફ ઋતુમાં મઘ્યમ સમયમાં પાકતી જાત તરીકે વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. જે ખરીફ ઋતુમાં બાજરીના દાણાનું સરેરાશ ઉત્પાદન ૩૦૦૦ થી ૩૨૦૦ કિલોગ્રામ પ્રતિ હેકટર જેટલું આપે છે.

ગુજરાત હાઇબ્રીડ બાજરા-૭૩૨ (જીએચબી-૭૩૨)
આ જાત ૨૦૦૭ ના વર્ષમાં ખરીફ ઋતુના વાવેતર માટે રાષ્ટ્રીય કક્ષાએથી બહાર પાડવામાં આવેલ છે. તેમજ સને ૨૦૧૧ ના વર્ષમાં ગુજરાત રાજયમાં ઉનાળુના વાવેતર માટે બહાર પાડવામાં આવેલ છે. કુતુલ રોગ સામે પ્રતિકારકશકિત ઘરાવતી, મઘ્યમ મોડી પાકતી, ડૂંડા મઘ્યમ જાડા અને આકર્ષક દેખાવવાળા અને દાણાનો આકર્ષક રંગ તેમજ મોટા કદના ઘરાવે છે. સ્વાદીષ્ટ રોટલો અને ઉત્તમ પ્રકારનો ચારો આ૫તી આ જાત સમગ્ર ગુજરાત ઉ૫રાંત મઘ્ય અને ઉત્તર ભારતના રાજયો (રાજસ્થાન, હરીયાણા, ઉત્તરપ્રદેશ અને દિલ્હી) માં ૫ણ ખરીફ ઋતુમાં મઘ્યમ મોડી પાકતી જાત તરીકે વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. ખરીફ ઋતુમાં બાજરીના દાણાનું સરેરાશ ઉત્પાદન ૩૦૦૦ થી ૩૪૦૦ કિલોગ્રામ પ્રતિ હેકટર જયારે ઉનાળુ ઋતુમાં બાજરીના દાણાનું સરેરાશ ઉત્પાદન ૫૦૦૦ થી ૫૪૦૦ કિલોગ્રામ પ્રતિ હેકટર જેટલું આપે છે.

ગુજરાત હાઇબ્રીડ બાજરા-૯૦૫ (જીએચબી-૯૦૫)
આ જાત ૨૦૧૩ ના વર્ષમાં ખરીફ ઋતુમાં વાવેતર માટે રાષ્ટ્રીય કક્ષાએથી બહાર પાડવામાં આવેલ છે. કુતુલ રોગ સામે પ્રતિકારકશકિત ઘરાવતી, મઘ્યમ સમયમાં પાકતી, આકર્ષક દેખાવવાળા મઘ્યમ જાડા મૂછો ધરાવતા ડૂંડા તેમજ તેના દાણા મોટા કદના અને આકર્ષક રંગ ધરાવે છે. સ્વાદીષ્ટ રોટલો અને ઉત્તમ પ્રકારનો ચારો આ૫તી આ જાત સમગ્ર ગુજરાત ઉ૫રાંત મઘ્ય અને ઉત્તર ભારતના રાજયો (રાજસ્થાન, હરીયાણા, ઉત્તરપ્રદેશ અને દિલ્હી) માં ૫ણ ખરીફ ઋતુમાં મઘ્યમ મોડી પાકતી જાત તરીકે વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. ખરીફ ઋતુમાં બાજરીના દાણાનું સરેરાશ ઉત્પાદન ૩૧૦૦ થી ૩૩૦૦ કિલોગ્રામ પ્રતિ હેકટર જેટલું આપે છે.
આ ઉપરાંત તાજેતરમાં બાજરા સંશોધન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જામનગર દ્વારા બાયોફોર્ટીફાઈડ (લોહ અને જસત તત્વનું વધારે પ્રમાણ ધરાવતી) પ્રકારની બાજરાની જાતો જીએચબી ૧૧૨૯, જીએચબી ૧૨૨૫ અને જીએચબી ૧૨૩૧ જેવી જાતો તેમજ કુતુલ રોગ સામે વધારે પ્રતિકારક શક્તિ ધરાવતી જાત જીએચબી ૫૩૮ સુધારેલ બહાર પાડેલ છે જેનું વાવેતર કરવું જોઈએ.

જીએચબી ૧૧૨૯ (જામ શક્તિ):
દાણામાં વધારે લોહ અને જસત તત્વ ધરાવતી બાયોફોર્ટીફાઈડ પ્રકારની મઘ્યમ સમય ગાળામાં (૭૮ થી ૮૨ દિવસે) પાકતી, કઠણ તથા નળાકાર ડુંડા અને રાખોડી રંગનો મધ્યમ પ્રકારનો દાણો તેમજ કુતુલ અને બ્લાસ્ટ રોગ તેમજ અગત્યની જીવાતો સામે પ્રતિકારકશકિત ધરાવતી આ જાત ૨૦૧૯ થી સમગ્ર ગુજરાતમાં ચોમાસું તેમજ ઉનાળુ ઋતુમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાતના ડૂંડા અને દાણા આકર્ષક રંગ તેમજ મોટા કદના હોય છે. આ જાત ચોમાસું ઋતુમાં હેકટરે દાણાનું સરેરાશ ૨૯૫૭ થી ૩૦૫૯ કિ.ગ્રા. અને સુકાચારાનું ૬૨૧૦ થી ૭૨૨૫ કિ.ગ્રા. તેમજ ઉનાળુ ઋતુમાં હેકટરે દાણાનું સરેરાશ ૫૩૦૩ થી ૫૬૧૦ કિ.ગ્રા. અને સુકાચારાનું ૮૪૪૦ થી ૯૧૮૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.

જીએચબી ૧૨૨૫ (મોતી શક્તિ):
દાણામાં વધારે લોહ અને જસત તત્વ ધરાવતી બાયોફોર્ટીફાઈડ પ્રકારની આ જાત જાડા અને કઠણ ડુંડા તેમજ બાજરાના મુખ્ય રોગો ઉપરાંત અગત્યની જીવાતો સામે પ્રતિકારક શક્તિ ધરાવતી, મોડી અવઘિમાં પાકતી (૮૧ થી ૮૫ દિવસે) અને દાણા અને સુકાચારાનું વધુ ઉત્પાદન આપતી આ જાત ૨૦૧૯ થી ગુજરાત રાજયમાં ચોમાસું ઋતુમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત હેકટરે દાણાનું સરેરાશ ૨૭૯૧ થી ૩૧૪૯ કિ.ગ્રા. અને સુકાચારાનું ૭૩૦૬ થી ૭૪૯૫ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.

જીએચબી ૧૨૩૧ (સાવજ શક્તિ):
દાણામાં વધારે લોહ અને જસત તત્વ ધરાવતી બાયોફોર્ટીફાઈડ પ્રકારની શંકુ આકારના આકર્ષક લાંબા અને કઠણ તેમજ દાણા મોટા કદના ગોળાકાર અને પીળો રંગ ઘરાવતી ઉપરાંત કુતુલ અને અન્ય રોગ તેમજ અગત્યની જીવાતો સામે પ્રતિકારક શક્તિ ઘરાવતી, મોડી (૭૯ થી ૯૦ દિવસે) પાકતી, આ જાત ગુજરાત રાજયમાં ૨૦૨૦ થી ખરીફ માટે અને ૨૦૨૧ થી ઉનાળુ અને અર્ધ શિયાળુ એમ ત્રણેય ઋતુમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત ખરીફ ઋતુમાં હેકટરે દાણાનું સરેરાશ ૨૭૬૦ થી ૨૯૧૬ કિ.ગ્રા. અને સુકાચારાનું ૭૨૭૭ થી ૭૫૪૫ કિ.ગ્રા. ઉનાળુ ઋતુમાં હેકટરે દાણાનું સરેરાશ ૫૭૩૭ કિ.ગ્રા. અને સુકાચારાનું ૮૧૯૩ કિ.ગ્રા. અને અર્ધ શિયાળુ ઋતુમાં હેકટરે દાણાનું સરેરાશ ૪૪૮૫ કિ.ગ્રા. અને સુકાચારાનું ૩૪૨૬ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.

જીએચબી ૫૩૮ સુધારેલ (મરુ સોના):
વર્ષ ૨૦૦૪ મા બહાર પાડેલી વહેલી પાકતી જાત જીએચબી-૫૩૮ કુતુલ રોગ સામે રોગ ગ્રાહ્ય થઇ જવાથી વર્ષ ૨૦૨૧માં કુતુલ રોગ સામે પ્રતિકારક જીન દાખલ કરીને જીએચબી-૫૩૮ સુધારેલ સ્વરૂપમાં અને કુતુલ સામે તથા દાહ(બ્લાસ્ટ) અને અન્ય રોગ તેમજ અગત્યની જીવાતો સામે પ્રતિકારક શક્તિ ઘરાવતી, વહેલી પાકતી (૭૫ થી ૭૮ દિવસે) પાકતી, દાણા પીળા આકર્ષક રંગ, વધુ ફૂટની સંખ્યા અને નળાકાર કઠણ ડૂંડા ઘરાવતી આ જાત ગુજરાત રાજયમાં ૨૦૨૧ થી અને ભારતના પશ્ચિમી રાજયોના સુકા વિસ્તાર માટે વર્ષ ૨૦૨૨થી ખરીફ ઋતુમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત ખરીફ ઋતુમાં હેકટરે દાણાનું સરેરાશ ૨૫૮૯ કિ.ગ્રા. અને સુકાચારાનું ૬૩૨૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.

જીએચબી ૧૨૯૪ (મરુ મોતી):
વર્ષ ૨૦૨૩માં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત સહીત પશ્ચિમી ભારતના સુકા વિસ્તારો માટે વહેલી પાકતી જાત તરીકે ખરીફ ઋતુના વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાતના પાકવાના દિવસો ૭૫ થી ૭૮ છે દાણાનો રંગ આકર્ષક અને નળાકાર કઠણ ડૂંડા ઘરાવે છે ઉપરાંત બાજરાના કુતુલ અને અન્ય રોગો તેમજ અગત્યની જીવાતો સામે પ્રતિકારક શક્તિ ઘરાવે છે. આ જાત ખરીફ ઋતુમાં હેકટરે દાણાનું સરેરાશ ૨૭૧૭ કિ.ગ્રા. અને સુકાચારાનું ૭૩૦૬ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.
