બિયારણનો દર અને બીજ માવજત

બિયારણનો દર 
•    સામાન્ય જમીન માટે ૩.૭૫ થી ૪ કિ.ગ્રા./હેકટર અને ક્ષારીય, ક્ષારીય ભાસ્‍મીક અને ભાસ્‍મીક જમીન માટે ૬ કિ.ગ્રા./હેકટરે રાખવો

બીજ માવજત      

      
પાકને ઉગવા સમયે રોગો અને જીવાતથી કુમળા છોડનું રક્ષણ કરવા માટે બીજને વાવતા ૫હેલા ૧ કીલોગ્રામ બિયારણ દીઠ બાજરીમાં આવતા કુતુલ (બાવા) રોગનાં સંકલિત અને અસરકારક નિયંત્રણ માટે ચીટોસન દવા ૨.૫ ગ્રામ/કિલો તથા બેસિલસ પુમ્યુલીસ ૮ ગ્રામ/કિલો અથવા મેટાલેક્ષિલ દવા ૬ ગ્રામ/કિલો પ્રમાણે બીજ માવજત આપવાથી અસરકારક નિયંત્રણ થઇ શકે છે. 


સાંઠાની માખી તેમજ ગાભમારાની ઈયળના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે બાજરાના બીજને ઈમિડાક્લોપ્રિડ ૬૦૦ એફ.એસ.(૮.૭૫ મિલી/૧ કિ.ગ્રા.) અથવા થાયોમિથોકઝામ ૩૫ એફ.એસ.(૯.૦ મિલી/કિ.ગ્રા. બીજ) નો પટ આપવો
ઘૈણ અથવા સફેદ મુ્ડાં ( વ્‍હાઈટગ્રબ) માટે જમીન માવજત કરી ન હોય તો કવીનાલફોસ ર૫ ટકા ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦ ટકા ઈસી કોઈ૫ણ એક દવા ૫સંદ કરી ૧ કીલોગ્રામ બીજ દીઠ ૨૦ થી ર૫ મી.લી. દવા બીજને વાવતા ૫હેલા ૩-૪ કલાક અગાઉ ૫ટ આપી ૫છી છાંયડામા સુકવી વાવેતર કરવું. પ્રથમ જંતુનાશક દવાનો ૫ટ આપ્‍યા ૫છી ફૂગનાશક દવાનો ૫ટ આ૫વો. બીજ માવજત કરવા સીડ ડ્રેસીંગ ડ્રમ વા૫રવું.


જૈવિક ખાતરનો પટ:
        વાવેતર સમયે બીજને એઝેટોબેકટર અથવા એઝોસ્પાયરીલમ જૈવિક ખાતરનો ૩ મીલી પ્રતિ કિલો મુજબ પટ આપી વાવેતર કરવાથી ૪૦ કિગ્રા. નાઈટ્રોજનની પ્રતિ હેકટરે બચત કરી શકાય છે. તેવી જ રીતે ઉનાળામાં જે વિસ્તારમાં બાજરાનું ધરૂવાડિયું બનાવીને ફેરરોપણી કરીને વાવેતર કરે છે ત્યા ફેરરોપણી પહેલા છોડને એઝોસ્પાયરીલમ જૈવિક ખાતરના દ્રાવણમાં ૧૫ લીટર પાણીમાં ૫૦ મીલી કલ્ચર નાખી ધરૂને મુળિયા કલ્ચરના દ્રાવણમાં ડુબે તે રીતે પલાળીને ત્યારબાદ ફેરરોપણી કરવી.