વાવેતરનો સમય અને પધ્ધતિ
વાવેતરની સમય
ચોમાસુ:
- ચોમાસામાં વાવણી લાયક વરસાદ થયેથી વાવેતર કરવું (૧૫ જુન થી ૧૫ જુલાઇ સુઘીમાં). સમયસરનું વાવેતર વઘુ ઉત્પાદન આપે છે અને પાકમાં રોગ-જીવાતનો ઉ૫દ્વવ ઓછો રહે છે. તેમજ બાજરી ૫છીનો પાક લેવા માટે જમીન સમયસર ખાલી કરી શકાય છે. જો વાવણી લાયક વરસાદ ૧૫ જુલાઇ ૫છી થાય તો વહેલી પાકતી જાતની ૫સંદગી કરવી.
ઉનાળુ:
- ઉનાળુ બાજરીનું વાવેતર ફેબ્રુઆરીના પ્રથમ અથવા બીજા અઠવાડીયામાં ઠંડી ઓછી થાય ત્યારે કરવું. જો વાતાવરણમાં વઘુ ઠંડી હોય અને વાવેતર કરવામાં આવે તો, વાવેતર કરેલ બીજમાં અંકુરણ મોડુ અને ખૂબજ ઘીમુ થાય છે. તે જ રીતે જો મોડુ વાવેતર કરવામાં આવેતો પાક થુલી અવસ્થામાં હોય ત્યારે જો વઘુ ગરમી પડેતો દાણા ઓછા બેસે છે. તેમજ પાક તૈયાર થાય ત્યારે ચોમાસુ શરુ થઇ જવાની શક્યતાને લીધે પાક ઢળી જવાથી નુકશાનીની શકયતા રહે છે. ઉનાળુ બાજરીનું વાવેતર ૧૫ ફેબ્રુઆરી થી ૧૦ માર્ચ સુઘી કરવું હિતાવહ છે.
પુર્વ-શિયાળુ:
- પુર્વ-શિયાળુ બાજરીનું વાવેતર ૧૫ સપ્ટેમ્બર થી ૧૦ ઓકટોબર સુઘીમાં કરવું હિતાવહ છે. મોડુ વાવેતર કરવાથી દાણા બેસવાના સમયે તા૫માન નીચુ જવાથી ડૂંડામાં દાણા ઓછા બેસે છે. જેને કારણે ઉત્પાદન ૫ર માઠી અસર ૫ડે છે.
વાવેતર ૫ઘ્ઘતિ
- અંતર બે હાર વચ્ચે ૪૫ અથવા ૬૦ સે. મી. અને એક હારમાં બે છોડ વચ્ચે ૧૦ થી ૧૫ સે. મી. રહે તેવી રીતે દંતાળ થી વાવેતર કરવું.
- વાવણીની પદ્ધતિ : દંતાળથી બીજ જમીનમાં ૪ સે. મી. થી વઘારે ઉંડે ન જાય તે રીતે કરવી.
- છોડની સંખ્યા: ૧.૫૦ થી ૧.૭૫ લાખ પ્રતિ હેકટરે જાળવવી.
બાજરો