જમીન અને આબોહવા
૧. જમીન: સામાન્ય રીતે ખેડૂતો ખરીફ બાજરાનું વાવેતર નબળી જમીનમાં કરે છે. પરંતુ બાજરાનો પાક રેતાળ જમીન થી માંડી કાળી જમીનમાં લઇ શકાય છે. ઉ૫રાંત બાજરાના પાકને મઘ્યમ કાળી, ગોરાળુ અને રેતાળ જમીન વઘુ માફક આવે છે.
૨. હવામાન: બાજરો એ ગરમ ભેજવાળા આબોહવાકીય વિસ્તારમાં થતો ટૂંકા સમયગાળામાં પાકતો અને વધુ પ્રકાશસંશ્લેષણ શક્તિ ધરાવતો પાક છે. બાજરાના પાકને તેના સારા વિકાસ માટે ઊંચા તાપમાનની જરૂર રહે છે. પરંતુ બાજરાના પાકને ૨૮ થી ૩૩ સે. ગ્રે. તાપમાન વધુ ઉત્પાદન માટે અનુકુળ છે.
બાજરો