પ્રસ્તાવના

ઘાન્‍ય પાકોમાં બાજરોએ ગુજરાતમાં સૌથી અગત્‍યનો પાક છે. રાજયમાં બાજરાનું વાવેતર દક્ષિણ ગુજરાત સિવાય તમામ જીલ્લામાં અંદાજે કુલ ૪.૯૭ લાખ હેકટર (ર૦૨૪-૨૫) વિસ્તારમાં કરવામાં આવે છે. જે પૈકી ૧.૬૮ લાખ હેકટર ખરીફ ઋતુમાં અને ૩.૨૨ લાખ હેકટર જેટલું ઉનાળુ  ઋતુમાં વાવેતર કરવામાં આવે છે. આ ઉ૫રાંત સૌરાષ્‍ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્‍લાનાં દરીયાકાંઠા વિસ્‍તારમાં પુર્વ-શિયાળુ ઋતુમાં બાજરાનું  વાવેતર અંદાજે ૨૫ હજાર હેકટરમાં કરવામાં આવે છે. ગુજરાત રાજયમાં હાલમાં મોટા ભાગના વિસ્‍તારમાં હાઇબ્રીડ બાજરાનું વાવેતર કરવામાં આવે છે. બાજરો બીજા ઘાન્‍ય પાકોની સરખામણીમાં સૌથી વઘારે અછતની ૫રિ‍સ્‍થતિનો પ્રતિકાર કરી શકે તેવો પાક છે. જેથી રાજયના સુકા અને અર્ઘસુકા વિસ્‍તારોમાં અન્‍ય પાકોની સરખામણીમાં સારુ અને સ્‍થાયી ઉત્‍પાદન આપે છે.

ગુજરાત રાજય બાજરાના વાવેતરની સરખામણીએ રાજસ્‍થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને હરિયાણા ૫છી ભારતનું પાંચમા નંબરનું રાજય છે. ગુજરાત રાજયમાં વર્ષ ર૦૨૪-૨૫ દરમ્યાન બાજરાના દાણાની અંદાજીત સરેરાશ ઉત્પાદકતા ખરીફ ઋતુમાં ૧૮૪૪ કિલોગ્રામ પ્રતિ હેકટ જયારે ઉનાળુ ઋતુમાં ૩૦૩૫ કિલોગ્રામ પ્રતિ હેકટર જેટલી નોંધાયેલ છે.