ઘઉં સંશોધન કેન્દ્ર

ઘઉં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ ની સ્થાપના ઈ સ ૧૯૬૦ માં થયેલ છે. આ કેન્દ્ર સૌરાષ્ટ્ર વિસ્તાર નું પ્રતિનિધિત્વ કરે છે. સૌરાષ્ટ્ર ના દશ જીલ્લાઓ જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, મોરબી, અમરેલી, ભાવનગર, અને સુરેન્દ્રનગર ની જમીન અને આબોહવા ને અનુકુળ ઘઉં ની જાતો વિકસાવવા ની મુખ્ય પ્રવૃત્તિમાં અખિલ ભારતીય અને રાજ્ય ક્ક્ષા ના પાક સંવર્ધન, શસ્ય વિજ્ઞાન અને પાક સંરક્ષણ ને લગતા અખતરાઓ ગોઠવવા ની કામગીરી કરવા માં આવે છે. ઘઉં ના સેન્ટ્રલ ઝોન માટે વિભાગીય સંશોધન કેન્દ્ર તરીકે ની કામગીરી પણ ઈ. સ. ૧૯૮૭ ના વર્ષ થી આ કેન્દ્ર પર ચાલુ છે. જેના હેઠળ અખિલ ભારતીય ક્ક્ષા ના અખતરાઓ તેમજ જુદી જુદી નર્સરીઓ દર વર્ષ લેવામાં આવે છે. આ કેન્દ્ર ના ફાર્મ હેઠળ નો વિસ્તાર નીચે મુજબ છે.
કુલ ફાર્મ વિસ્તાર : ૨૦.૨૫ હેક્ટર
ખેડાણ હેઠળ નો વિસ્તાર : ૧૮.૪૦ હેક્ટર
બાંધકામ હેઠળ નો વિસ્તાર : ૦૧.૮૫ હેક્ટર
પિયત વિસ્તાર : ૧૮.૪૦ હેક્ટર