કાપણી અને સંગ્રહ

ઘઉંની સમયસર કાપણી કરી ઝૂડ્યા પછી બરાબર સાફ કરી ૨-૩ દિવસ ઘઉં સૂર્યપ્રકાશમાં તપાવવા અને ત્યારબાદ ઠંડા પાડી સંગ્રહ કરવો. દાણામાં ૧૦ ટકાથી ઓછો ભેજ રહે ત્યાં સુધી સૂર્ય તાપમાં સુકવવા. ઘરગથ્થું ઉપયોગ માટે ૧૦૦ કિગ્રા દાણાને ૭૫૦ ગ્રામ દિવેલથી મોઈને સંગ્રહ કરવો અથવા ૨ કિગ્રા લીંબડાના પાન સાથે ૧૦૦ કિગ્રા દાણાને મિશ્રણ કરી ગેલ્વેનાઇઝડ પીપમાં સંગ્રહ કરવો. જયારે લાંબા ગાળાના સંગ્રહ માટે મોટા કોઠારમાં ૧૦૦ કિ.ગ્રા. ઘઉં દીઠ એલ્‍યુમીનીયમ ફોસ્‍ફાઈડના ૩ ગ્રામના એક થી બે પાઉચ મૂકીને ધૂમીકરણ કરો.
ખાસ નોંધ: અનાજ સંગ્રહ માટે પારાયુક્ત દવાનો ઉપયોગ કરવો નહિ.