નિંદામણ નિયંત્રણ
ઘઉંના પાકમાં હાથથી નિંદામણ નિયંત્રણ કરવું હિતાવહ છે આમ છતાં મજુરોની અછત હોય તો
ઉગાવા પહેલા (પ્રિ ઈમરજન્સ)
1, પેન્ડીમિથાલીન ૩૦ ઈસી દવા ૧૦ લીટર પાણીમાં ૬૦ મીલી પ્રમાણે ઓગાળી વાવેતરના પિયત બાદ ૪૮ કલાકની અંદર છંટકાવ કરવો.
ઉગાવા બાદ (પોસ્ટ ઈમરજન્સ)
1, ઉભા પાકમાં પહોળા પાનવાળા નિંદામણનું પ્રમાણ વધારે હોય તો વાવેતર બાદ ૩૦ થી ૩પ દિવસે મેટસલ્ફયુરાન મીથાઈલ ૨૦ વે.પા. ૦.૪ ગ્રામ અથવા (ક્લોડીનાફોપ પ્રોપાઝીર્લ ૧૫ + મેટસલ્ફયુરાન મીથાઈલ ૧ વે.પા.) ૮ ગ્રામ અથવા (સલ્ફોસલ્ફ્યુરોન ૭૫ + મેટસલ્ફયુરાન મીથાઈલ ૫ ડબલ્યુ.જી.) ૦.૮ ગ્રામ કોઈપણ એક નિંદામણ નાશક દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.
ઘઉં