ખાતર વ્યવસ્થાપન

1, ઘઉંના પાકને પાયામાં ૧૦ થી ૧૨ ટન છાણીયું ખાતર આપવું
2, ઘઉંના પાકને નાઈટ્રોજન, ફોસ્‍ફરસ અને પોટાશ તત્‍વો અનુક્રમે ૧૨૦-૬૦-૬૦ કિ.ગ્રા./હેકટર પ્રમાણે આપવું જે માટે રસાયણિક ખાતરની ગણતરી નીચે મુજબ છે.

ખાતર વ્યવસ્થાપન
સમય ડીએપી (કિ.ગ્રા./હે.) યુરીયા (કિ.ગ્રા./હે.) મ્‍યુરેટ ઓફ પોટાશ (કિ.ગ્રા./હે.)
પાયાના ખાતર ૧૩૦ ૧૫ ૧૦૦
વાવણી બાદ ૨૦-૨૫ દિવસે ૧૩૦
વાવણી બાદ ૩૫-૪૦ દિવસે ૬૫

3, જમીનનું પૃથકરણ કરાવતા જો સલ્ફર તત્વની ઉણપ જણાયતો પ્રતિ હેક્ટરે ૪૦ કિ.ગ્રા. ગંધક (ફોસ્ફો જીપ્સમના સ્વરૂપમાં) પાયામાં આપવું.
4, સુક્ષ્મ તત્વોની ઉણપ જણાયતો સુક્ષ્મ તત્વોનું પ્રવાહી ગ્રેડ-૪ ને ૧૦ લીટર પાણીમાં ૧૦૦ મી.લી પ્રમાણે ઉમેરી ૩ છંટકાવ (વાવણી બાદ ૩૦,૪૫ અને ૬૦ દિવસે) ઉભા પાકમાં કરવો.