પિયત વ્યવસ્થાપન
ઘઉંના પાકની પાણીની જરૂરીયાત ઘઉંની જાત, જમીનનો પ્રકાર અને હવામાન ઉપર આધાર રાખે છે. સામાન્ય રીતે ઘઉંના પાક ને જમીનના પ્રકાર મુજબ ૮ થી ૧૦ પિયત આપવા પડે છે આમ છતાં ઘઉંના પાકને તેની કટોકટીની અવસ્થાએ પાણીની ખેંચ ન પડે તેની કાળજી રાખવી. પિયત ચુકી જવાથી ઉત્પાદનમાં સાર્થક ઘટાડો થાય છે.
દાણામાં પોટીયા ૫ણા (સફેદ દાગ)નું પ્રમાણ ઘટાડવા અને ચળકાટ વધારવા માટે છેલ્લું પિયત પોંક અવસ્થાએ આપી દેવું. અને ત્યાર બાદ પિયત આપવું નહી.
| પિયત માટેની કટોકટી અવસ્થાઓ | |||
| ક્રમ | કટોકટીની અવસ્થાઓ | વાવણી બાદ અંદાજીત દિવસોએ | પિયત ચુકી જવાથી ઉત્પાદનમાં ઘટ (%) |
| ૧ | મુકુટ મુળ અવસ્થા | ૧૮ થી ૨૧ દિવસ | ૩૬.૦ |
| ૨ | ફુટ અવસ્થા | ૩પ થી ૪૦ દિવસ | ૨૧.૦ |
| ૩ | ગાભે આવવાની અવસ્થા | પ૦ થી પપ દિવસ | ૨૦.૦ |
| ૪ | ફુલ અવસ્થા | ૬પ થી ૭૦ દિવસ | રપ.૦ |
| ૫ | દુધીયા દાણા અવસ્થા | ૭પ થી ૮૦ દિવસ | ૯.૦ |
| ૬ | પોંક અવસ્થા | ૯૦ થી ૯પ દિવસ | ૮.૭ |
ઘઉં