વાવણીનો સમય અને પદ્ધતિ

ઘઉં ઉત્પાદનમાં વાવણી સમય ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આપણા રાજયમાં શિયાળો ટૂંકો અને ઠંડીનું પ્રમાણ ઓછું રહે છે. આ સંજોગોમાં પ્રવર્તમાન પરીસ્થિતિનો મહતમ લાભ મેળવવા માટે સમયસર વાવણી કરવી ખૂબ જ જરૂરી છે. વાવણી સમયને ધ્યાનમાં લેતા તેને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવે છે.
૧. વહેલી વાવણી :
વહેલી વાવણી ઓકટોબરના બીજા પખવાડીયાથી લઈ નવેમ્બરના પ્રથમ પખવાડીયા દરમ્યાન કરવામાં આવે છે. તે વખતે રાત્રી અને દિવસનું સરેરાશ ઉષ્ણતામાન ઉંચુ હોય છે. જેથી દાણાના ઉગવા પર વિપરીત અસર થતી હોઈ છોડની સંખ્યા અને ફૂટની સંખ્યા ઓછી જોવા મળે છે. જેથી ઉત્પાદનમાં ૧૮ થી ર૦ ટકા જેટલો ઘટાડો જોવા મળે છે.
ર. સમયસરની વાવણી :
નવેમ્બરનો મધ્યભાગ એટલે કે ૧પ થી રપ નવેમ્બર દરમ્યાન કરવામાં આવતી વાવણીને સમયસરની વાવણી કહેવામાં આવે છે. રાજયમાં પ્રર્વતમાન શિયાળાનો મહતમ લાભ ઉઠાવી, મહતમ ઘઉં ઉત્પાદન મેળવવા માટેનો આ શ્રેષ્ઠ સમયગાળો છે. આ સમયે રાત્રી અને દિવસનું સરેરાશ ઉષ્ણતામાન રપ સે.ની આસપાસ હોય છે. જે ઘઉંના છોડના ઉગાવા માટે ખૂબ જ અનુકુળ છે. આ ઉપરાંત આ સમયે વાવેતર કરવાથી ફૂટ અને દાણા ભરવા સમયે ઉષ્ણતામાન નીચું રહેતું હોવાથી પાકની વૃદ્ધિ સારી થાય છે અને મહત્તમ ઉત્પાદન મળે છે.
૩.મોડી વાવણી :
રપ નવેમ્બર અને ૧૦ ડિસેમ્બર વચ્ચે કરવામાં આવતી વાવણીને મોડી વાવણી તરીકે ઓળખવામાં આવે છે. વાવણી મોડી કરવાથી ફુટની સંખ્યા અને ઉંબીમાં દાણાની સંખ્યામાં ઘટાડાની સાથે સાથે દાણા ભરાવા સમયે ઉંચા ઉષ્ણતામાનના કારણે દાણા પુરતા પોષાતા નથી અને ચીમળાઈ જાય છે. જેના પરિણામે મોડી વાવણીમાં સમયસરની વાવણી કરતા ઉત્પાદનમાં લગભગ ૧૮ ટકાનો ઘટાતો થાય છે. આમ, વાવણી સમય એ ઉત્પાદકતામાં અગત્યનો ભાગ ભજવે છે. ઉપરોકત ત્રણે વાવણી સમયને ધ્યાને રાખી ભલામણ કરેલી જાતને પસંદગી કરવી. ઓકટોબર રપ હપેલા અને ડિસેમ્બર ૧૦ પછી ઘઉંની વાવણી પોષણક્ષમ રહેતી નથી.

પરિસ્‍થિતિ વાવણી સમય ભલામણ કરેલ જાતો બિયારણ દર
(કિ.ગ્રા./હે.)
વાવેતર અંતર
(સે.મી.)
પિયત વહેલીવાવણી
(૧૦ નવેમ્‍બર પહેલા)
જી. જે. ડબલ્‍યુ. ૪૬૩ ૧૦૦-૧રપ રર.પ
સમયસરની વાવણી
(૧પ થી રપ નવેમ્‍બર)
ટુકડી જાતો
લોક-૧ જી. ડબલ્‍યુ. ૩૬૬ ૧રપ-૧૩૦ રર.પ
જી. જે. ડબલ્‍યુ.૪૬૩
જી. ડબલ્‍યુ. ૪૫૧
જી. ડબલ્‍યુ. ૪૯૬
જી. ડબલ્‍યુ. ૧૧
ડી. બી. ડબલ્‍યુ. ૧૧૦
જી. ડબલ્‍યુ. ૩૨૨
જી. ડબલ્‍યુ. ૨૭૩
૧૦૦-૧૨૫ રર.પ
ડયુરમ (કાઠીયા)
જી. ડી. ડબલ્‍યુ.૧રપપ
એચ.આઈ. ૮૭૩૭
જી. ડબલ્‍યુ. ૧૧૩૯
એચ.આઈ. ૮૪૯૮
૧૫૦ રર.પ
મોડી વાવણી
(૨૬ નવે. થી ૧૦ ડીસે.)
જી. ડબલ્‍યુ. ૧૭૩
જી. ડબલ્‍યુ. ૧૧
લોક-૧
એમ.પી ૩૨૮૮
રાજ ૪૨૩૮
૧૫૦ ૧૮
બિનપિયત સમયસરની વાવણી
(૧પ-૩૦ ઓકટોબર)
જી. ડબલ્‍યુ.૧
જી. ડબલ્‍યુ. ર
એ- ૨૦૬
૬૦ ૩૦