૧) પાનનો ગેરુ:
1. રોગ દેખાવાની શરુઆત થાય ત્યારથી દર પંદર દિવસનાં અંતરે મેન્કોઝેબ ૭પ% વે.પા.(ર૬ગ્રામ/૧૦લિટરપાણીમાં) અથવા પ્રોપીકોનેઝોલ (૧૦મીલી/૧૦ લિટર પાણીમાં) ફૂગનાશક દવાનો છંટકાવ કરવો. જરૂર જણાય તો વધારાના બે છંટકાવ ૧પ દિવસના અંતરે કરવા.
2. નવી બહાર પડેલી જાતો, જેવી કે, જી.ડબલ્યુ-૪૯૬, ર૭૩, ૧૯૦, ૩રર, ૩૬૬ અથવા જી.ડબલ્યુ-પ૦૩ નું સમયસર વાવેતર કરવું. જો વાવેતર મોડુ કરવાનું થાય તો જી.ડબલ્યુ-૪૦પ અથવા જી.ડબલ્યુ-૧૭૩ નામની જાતનું વાવેતર કરવું.
3. છેલ્લું પિયત આપતી વખતે કયારામાં પાણી વધારે પડતુ ભરાવા ન દેવું.
4. સમયસરના વાવેતરમાં (૧પ નવેમ્બર)દરેક પ્રકારના રોગ ઓછા આવે છે.
5. રોગ ખેતરમાં દેખાય કે તરત જ મેન્કોઝેબ ૭પ% વે.પા.(ર૬ગ્રામ/૧૦લિટરપાણીમાં)અથવા પ્રોપીકોનેઝોલ (૧૦મીલી/૧૦ લિટર પાણીમાં) ફૂગનાશક દવાનો છંટકાવ કરવો.
ર) અનાવૃત અંગારીયો:
1. રોગમુકત બીજનું વાવેતર કરવું.
2. ગુજરાતનું પ્રમાણિત બીજ વાપરવાનો ખાસ આગ્રહ રાખવો.
3. બીજને વાવતા પહેલા ફૂગનાશક દવા કાર્બેન્ડાઝીમ પ૦% વ.પા. અથવા કાર્બોકઝીન ૭પ% વે.પા. (ર.પ ગ્રામ પ્રતિ કિલો બિયારણ ) ની બીજને માવજત આપીને વાવેતર માટે ઉપયોગમાં લેવું.
4. ઉનાળાના ઉંચા તાપમાને બિયારણને સૂયૅ તાપમાં તપાવી ઉપયોગમાં લેવા
5. રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું.
૩) કનૅલ બન્ટ:
1. બીજને વાવતા પહેલા ફૂગનાશક દવા કાર્બેાકઝીન અથવા થાયોફેનેટ મિથાઈલ દવા ૩ ગ્રામ પ્રતિ કિલો બિયારણ ની બીજને માવજત આપીને વાવેતર માટે ઉપયોગમાં લેવું.
2. રોગમુકત બીજનું વાવેતર કરવું.
3. નાઈટ્રોજન યુકત ખાતરનો ભલામણ મુજબ ઉપયોગ કરવો.
4. ચણા અથવા મસુર સાથે આંતર પાક લેવો.
5. કાર્બેાકઝીન ૦.ર ટકા અથવા કાર્બેન્ડેઝીમ ૦.૧ ટકા અથવા મેન્કોઝેબ ૦.રપ ટકા નો છંટકાવ કરવો. જરૂર જણાય તો વધારાના બે છંટકાવ ૧પ દિવસના અંતરે કરવા.
૪) પાનનો સુકારો
1. તંદુરસ્ત બીજનું વાવેતર કરવાથી બીજ સાથે જતી ફૂગને અટકાવી શકાય છે.
2. મેન્કોઝેબ ૭પ% વે.પા. (ર૬ ગ્રામ ગ્રામ / ૧૦ લિટર પાણી) ના ૩ છંટકાવ ૧પ દિવસના અંતરે કરવા.