પાક ને લગતી વિશેષ માહિતી

૧) પોટેશિયમ અને જસતની ઘઉ-મગફળીના પાક ફેરબદલી માટે ખેડુતોને ભલામણ
આથી દક્ષિણ સોરાષ્‍ટ્રની ચુનાયુકત મઘ્‍યમ કાળી જમીનમાં ઘઉ-મગફળી અ૫નાવતા ખેડુતોને ભલામણ કરવામા આવે છે કે ભલામણ મુજબના રાસાયણિક ખાતરો (ના.ફો. પો. ૧ર૦:૬૦:૦૦ ઘઉ માટે તથા ના.ફો. પો. ૧ર.૫:ર૫:૦૦ કિ.ગ્રામ મગફળી માટે પ્રતિ હેકટરે) ઉ૫રાત ઘઉંના પાકને ૮૦ કિ.ગ્રામ પોટાશ સાથે ર૫ કિ.ગ્રામ ઝીંક સલ્‍ફેટ આ૫વાથી ઘઉ-મગફળીનુ્ અર્થક્ષમ ઉત્પાદન મળી રહે છે.
૨) ઘઉંનો પાક વાવતા ખેડુંતો માટે મલ્‍ટિમાઈક્રોન્‍યુટ્રીઅન્‍ટ આ૫વાની ભલામણ
દક્ષિણ સૌરાષ્‍ટ્ર ખેત-આબોહવાકીય વિસ્‍તારની મઘ્‍યમ કાળી ચુનાયુકત જમીનમાં ઘઉં વાવતાં ખેડૂતોને વધારે ઉત્પાદન અને ચોખ્‍ખી આવક મેળવવા માટે સુક્ષ્મતત્‍વોના ગ્રેડ-૪ના ૧% ફવણના ૩ છંટકાવ (૩૦, ૪૫, અને ૬૦ દિવસે) અથવા જમીનના પૃથ્‍થકરણ પ્રમાણે જમીનમાં સુક્ષ્મતત્‍વો ઉ૫રાંત ભલામણ કરેલ રાસાયણીક ખાતર (૧ર૦-૬૦ ના.-ફો. કિ.ગ્રા./હે.) આ૫વાની ભલામણ કરવામાં આવે છે.
૩) ઘઉંના ઉત્પાદન માટે પોટાશ અને ગંધકની ભલમાણ
દક્ષિણ સૌરાષ્‍ટ્ર ખેત આબોહવાકિય વિસ્‍તારમાં ઘઉં ઉગાડતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, ઘઉંના પાકમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતર નાઈટ્રોજન અને ફોસ્‍ફરસ (૧ર૦-૬૦ કિ.ગ્રા./હે.) ઉ૫રાંત ૬૦ કિ.ગ્રા. પોટાશ તથા ૪૦ કિ.ગ્રા. ગંધક (જીપ્‍સમના સ્‍વરૂ૫માં) પ્રતિ હેકટર પાયામાં આ૫વાથી ઘઉંનુ વધુ ઉત્પાદન અને ચોખ્‍ખો નફો મેળવી શકાય છે.