આજે યુવાનો પોતાનું ગામ છોડીને આજીવિકા માટે શહેર તરફ દોટ મૂકી રહ્યા છે ત્યારે યુવાનોને ખેતી પ્રત્યે આકર્ષિત કરવા તેમજ ટકાવી રાખવા માટેAttracting and Retaining Youth in Agriculture (ARYA)યોજના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, તરઘડીયા તેમજ અમરેલી ખાતે ચાલુ છે. આ યોજનાનો મુખ્ય હેતુ યુવાનોને કૃષિ પ્રત્યે આકર્ષિત કરવા અને કૃષિ સલગ્ન વ્યવસાય સાથે ટકાવી રાખવા ઉપરાંત યુવાનો કૃષિ પેદાશોના પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન તરફ વળે તેવો છે, જેથીખેતર માંથી ઉત્પાદન થયેલ પાકને મુલ્યવૃદ્ધિ કરી તેનું બજારમાં વેચાણ કરવાથી ખેતીની આવકમાં વધારો કરીશકાય છે.
આ ઉપરાંત આ યોજના અંતર્ગત રાજકોટ તેમજ અમરેલી જીલ્લાના જુદા જુદા ગામડાઓમાં યુવાનોના જૂથોને મીની ઓઈલ મિલ યુનિટ, મિલ્કમાવા મેકિંગ યુનિટ, મસાલા પ્રોસેસિંગ યુનિટ, ફરસાણ બનાવવાની એન્ટરપ્રાઈઝ વગેરે આપવામાં આવેલ છે, જેના દ્વારા તેઓની આવકમાં નોંધપાત્ર વધારો થયેલ છે.