ખેડૂત સફળ ગાથા

મુલ્યવર્ધન ખેતી
ખેડૂતનું નામ: સંજયભાઈ રતિલાલભાઈ વાગડિયા
ગામ: ધાવા (તાલાળા,ગીર સોમનાથ)
અભ્યાસ: ધોરણ ૧૨
પાક: કેરી
જમીન: ૪ એકર
સંજયભાઈ રતિલાલભાઈ વાગડિયાએ કેરીનું વેચાણ કરીને નહિ પણ મૂલ્ય વર્ધન કરીને સારી એવી કમાણી કરી છે. તેમણે કૃષિ યુનિવર્સિટીના પ્રોસેસિંગ વિભાગની મુલાકાત તેમજ બાગાયત અધિકારીઓ અને કુલપતિશ્રીની પ્રેરણા મેળવીને કામ આટલું કર્યું. એ સમયે અમે કેરીનો રસ કાઢી અને તેને ગરમ કરી બોટલમાં પેક કરી અને આઉટ સિઝનમાં વેચવાનું ચાલુ કરેલ પરતું તેમાં લોકોના ગળા પકડાવાની ફરિયાદ આવતી. પછી ત્યારબાદ મેં બીજે વર્ષે ૧૦ મેટ્રિક ટનનો સ્ટોરેજ અમારા ફળિયામાં બનાવેલ અને ૧૦૦૦૦ કિલો કેરીમાંથી ૫૦૦૦ કિલો કેરીનાં ટુકડા નીકળેલ તે સ્ટોરેજ કરેલ અને ઓફ સિઝનમાં ટુકડા અને તેમાંથી રસ બનાવીને વેચેલ તેનો લોકોમાંથી ખુબ સારો પ્રતિભાવ મળેલ.

કેરીમાંથી ગોટલા દૂર કરી માંવાનાં ટુકડા (મેગો કયુંબ) તૈયાર કરી માઈનસ ૧૮ થી ૨૪ ડીગ્રી કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરીને ઓફ સીમાંનમાં વેચાણ કરી ખુબ કમાણી મેળવી છે. તેમની પાસે ૨૦ વીધા જમીન છે. તેમાં ૫૦૦ આબાનાં ઝાડમાંથી ૧૫૦૦ થી ૨૦૦૦૦ મણ કેરીનો ઉતારો મળે છે.તેનું ફ્રોઝન કરી ક્યુબનું વેચાણ કરતા તેમાંથી ૮ થી ૧૦ લાખની આવક મેળવી હવે તો બહારથી પણ કેરી અસર કરી ૧૦૦ ટન કેપેસીટી વાળો ફ્રોઝન પ્લાનટ બનાવ્યો છે. જેની ટર્ન ઓવર અત્યારે ૩૦ થી ૩૫ લાખે પહોચ્યું છે. જેમાં કેરી ખર્ચ,મજુરી ખર્ચ,લોન વગેરે બાદ કરતાં તેવો ૧૫ થી ૨૦ લાખ રૂપિયા કમાય છે, તેઓએ આ માટે વિદેશમાં જઈને પણ માહિતી મેળવેલ.

હવે તો તેઓએ નારીયેળ, જાબું, સીતાફળ, સ્ટ્રોબેરી,જામફળનું પ્રોસેસીંગ કરી પલ્પ બનાવી પેકીંગ કરીને લાખો રૂપીયા કમાય છે તેમને બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ ઉદ્યાન રત્ન એવોર્ડ, સોસાયટી ઓફ એક્સ્ટેન્શનનો એ એવોર્ડ આ રીતે અનેક એવોર્ડ મેળવેલ છે.