ખેડૂત સફળ ગાથા
| સ્ત્રી સશક્તિકરણ | ||
| ખેડૂતનું નામ: | મોતીબેન અરજણભાઈ ચાવડા | |
| ગામ: | સાંઢડી ધાર (કોડીનાર,ગીર સોમનાથ) | |
| અભ્યાસ: | ટી.વાય.બી.એ | |
| પ્રવૃત્તિ: | મહિલા મંડળ | |
| જમીન: | ૪ એકર | |
| મોતીબેન સામાન્ય ખેડૂતની દીકરી છે તેમણે જુદા જુદા એનજીઓ તથા કૃષિ યુનિવર્સિટીની પ્રેરણાથી ગામમાં રસ ધરાવતી બહેનો વચ્ચે બેસી ખેતી પશુ પાલન તથા મત્સ્ય વિશે વાતો કરતા પછી તેમણે મહિલા મંડળની શરૂઆત ૧૯૯૯ માં પોતાના ગામમાંથી કરી. પ્રજ્ઞા મહિલા મંડળ એમાં ૧૮ સભ્યો હતા. ધીમે ધીમે તેમણે કોડીનાર,સુત્રાપાડા,ઉના અને ગીર ગઢડા તાલુકામાં કામ કરીને આજે એ સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળી બનાવી તેમાં ૬૮૦૦ મહિલાઓ જોડાયા છે. હવે આ બધા ગામેને ૭ ક્લસ્ટરમાં વિભાજીત કર્યા છે. આ 7 ક્લસ્ટર પ્રમાણે 7 ઇ.વી. બહેનો ઓનલાઇન ટેબલેટમા ડેટા લેવાનુ કામ અને રજીસ્ટરો લખવાનું કામ કરે છે, વર્ષ ૨૦૧૦ થી બહેનો માટે ક્લાસ શરુ કરેલ જેમાં અત્યાર સુધીમાં ૨૮૪૨ જેટલા બહેનોએ ટ્રેનીંગ માં ભાગ લીધેલ તેમાંથી ૧૭૦ જેટલા બહેનોને સિલાઇ મશિન અપાવી અને 100 જેટલા બહેનોને બ્યુટીપાર્લરની ટ્રેનીંગ આપેલ. આ ઉપરાંત ૧૦૦ ગામોમાં ૧ લાખ જેટલા બહેનોને ઈન્ટરનેટની ટ્રેનીંગ આપેલ. ૧. આ ફેડરેશન આર્થિક રીતે નબળા બહેનોને લોન આપી શાકભાજીની રેકડી, પશુ ખરીદવા વગેરે ઉપાર્જનની પ્રવૃતિમા મદદ કરે છે. ૨. ચાર ગામોમા મહિલા દુધ ઉત્પાદક મંડળીઓ ચલાવે છે. ૩. બહેનો પર કોઇ સામાજીક પ્રવૃત્તિ તેમજ અત્યાચાર થાય તેની સામે રક્ષણ આપે છે. ૪. તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાત રાજ્ય કો-ઓપરેટીવ સહકારી સંઘ દ્વારા મહિલા ફેડરેશનને પ્રથમ સ્થાન આપી સન્માનિત કરેલ છે. ઉપલબ્ધી એસ.એચ.જી ની ટોટલ બચત – 1,20,00,000 ફેડરેશનની ટોટલ બચત – 68,12,850 એસ.એચ.જી ને આંતરિક ધિરાણ – 72,00,000 ટોટલ બેંક દ્વારા લોન (એસ.એચ.જી) -- 75,00,000 સોરઠ મંડળી એસ.એચ.જી ને લોન -- 53,12,270 ટોટલ પશુપાલનની લોન -- 35,00,000 સેનિટેશન લોન (BMGF & WF) -- 42,00,000 અધર બેંક દ્વારા લોન -- 33,00,000 ધર્મા લાઇફ લોન -- 22,65,000 જી એલ પી સી દવારા રિવોલ્વીંન્ગ ફંડ -- 28,20,000 |
||
ખેડૂત સફળ ગાથા