ખેડૂત સફળ ગાથા
| ગાય આધારિત ખેતી | ||
| ખેડૂતનું નામ: | હિતેશભાઈ હરીભાઈ દોમડીયા | |
| ગામ: | વડાલ (જુનાગઢ) | |
| અભ્યાસ: | ધોરણ ૧૨ | |
| પાક: | ટમેટી, કાકડી | |
| જમીન: | ૬ હેક્ટર | |
| ઉમેશભાઈ ચીલા ચાલુ ખેતી કરતા. પરંતુ યુનિવર્સિટી નજીક હોય, વૈજ્ઞાનિકોનો સંપર્ક કરી ખેતીમાં આધુનીકરણ લાવવા માટે પ્રયત્નો કરીને આજે દવા વગરની જૈવિક ખેતી કરે છે. તેમણે નવી ટેકનોલોજી દ્વારા જીવામૃત, ઘન જીવામૃત, પંચગવ્ય તેમજ ૮ બેરલમાં જુદા જુદા ૧૦ પાન ઉકાળા જેવા કે સીતાફળ, આકડો, લીમડો, ધતુરો વગેરેના પાન ઉમેરી તેને પણ ડ્રીપ દ્વારા પાકને આપે છે, તેમની પાસે ૧૪ વિઘાની ખેતીમાં ડ્રીપ ગોઠવેલ છે અને હાલ પણ તેમની જમીન ખોદતા પુષ્કળ પ્રમાણમાં અળસિયા નીકળે છે. તેમની પાસે બે ગાય છે તેના ઉપર ખેતી નભે છે. વધુમાં તેઓ કાકડી, ટમેટી વગેરેનું વાવેતર વધુ કરે છે. અને તેમને માર્કેટિંગ કરવું પડતું નથી, તેઓને ખેતર ઉપરથી જ મોટા ભાગનો માલ વેચાય જાય છે. તેઓને બજારની સરખામણીમાં સારા ભાવ પણ મળે છે. દર વર્ષે તેઓ ટમેટી તથા કાકડી પાકમાંથી વીઘે ૪૦ થી ૬૦ હજારનો ચોખ્ખો નફો મેળવે છે. તેઓ બાય પ્રોડક્ટ જે નીકળે તેને ખેતરની બહાર કાઢવાને બદલે ખેતરના પાળા ઉપર રાખીને સેડવી નાખે છે. આ અળસીયા ખાઈ જઈ ખાતર બનાવે છે. ટેલીફોન પધ્ધતિથી પંદર હજાર કિલોથી વીસ હજાર કિલો એક વીઘે ઉત્પાદન લે છે, આ બધી ખેતીમાં વીઘે એક લાખ થી દોઢ લાખ ની આવક થાય છે અને ત્રીસ થી ચાલીસ હજાર જેવો ખર્ચ મજુરી બિયારણ વગેરેમાં થાય છે. એક વીઘે સીતેર હજાર થી લાખ રૂપિયા જેવી આવક થાય છે. અને આ બધી વસ્તુ કરે એમાં મોટો ફાળો ગાય આધારિત ખેતી જીવામૃત બનાવી દર અઠવાડિએ એક એકરમાં ૨૦૦ લીટર ચડાવું છું. ગોમૂત્ર પંપ માં ૫૦૦ મિલી થી ૭૦૦ મિલી પંપમાં સ્પ્રે કરી પંદર દિવસની વસી છાસ એક લીટર એક પંપમાં નાખીને સ્પ્રે તેમજ એક પંપમાં ૫૦૦ મિલી દૂધ છંટકાવ કરવાથી રોગ જીવાતમાં નોંધ પાત્ર ઘટાડો થયો છે. તેઓ માઈક્રોન્યુટ્રન તથા એરંડીનોખોળ, સેન્દ્રીયખાતર, લીંબોળીનો ખોળ આ બધી વસ્તુ ભેગી કરીને પાળા કરીને તેની માથે ડ્રીપ લેટર લાઈન લગાવીને તેની માથે મલ્ચીગ કરી તરબૂચ તથા ટેટીનું વાવેતર કરે છે. તરબુચની આવક અને જાવક જોઈએતો તરબૂચમાં પાચ હજાર પ્લાસ્ટિક નો ખર્ચ તથા ત્રણ હજાર થી ચાર હજાર રૂપિયા બિયારણ ખર્ચ થાય છે. ત્રણ હજાર થી ચાર હજાર મજુરી વાવેતર ની તથા નીદવાની તથા ફ્રુટ સેટીગની થાય છે. ટોટલ ખર્ચ જોઈએતો પંદર થી સ્તર હજારનો થાય છે આવક જોઈએતો છ હજાર કિલોથી દસ હજાર કિલો એક વીઘાનું ઉત્પાદન થાય છે. ક્યારેક વાતાવરણ સારૂ હોય તો દસ હજાર કિલો થાય છે નબળું હોયતો પાચ થી છ હજાર કિલો થાય છે ભાવ જોઇએતો એવરેજ કોલોના છ રૂપિયાથી આઠ રૂપિયા જેવો મળે છે એક વીઘાના રૂપિયા જોઈએતો ચાલીસ હજાર થી એંસી હજાર જેવો થાય છેકાકડી અને ચીભડા માં પણ સારૂ એવું ઉત્પાદન આપે છે પાચ થી સાત હજાર કિલો ઉત્પાદન કાકડીમાં મેળવે છે એમાં પણ ભાવ ની વધ ઘટ થાય છે પણ એવરેજ ઉત્પાદન સારૂ મળે છે ટમેંટીની વાત કરીએતો ટમેટીનું સારી જાત નું વાવેતર કરીએતો સારી માવજત કરે છે. ખેતરમાં અંદર સવાર સાંજ દિવસ ઉગે ત્યારે અને દિવસ આથમે ત્યારે નિયમિત યજ્ઞ તેમજ બે ચાર મંત્ર બોલવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. તેઓએ બેસ્ટ આત્મ ફર્મેર્સ એવોર્ડ, સોસાઈટી ઓફ એકટેન્શન નો પણ એવોર્ડ મેવેલ છે |
||
ખેડૂત સફળ ગાથા