ઘઉંના પાકમાં ટ૫ક ૫ઘ્‍ધતિ

ઘઉંના પાકમાં ટ૫ક ૫ઘ્‍ધતિ
ખેડૂતનું નામ શ્રી નરેશભાઈ જેઠાભાઈ કાથરોટીયા
ગામ: ગામઃ ઓળીયા, તાલુકા, સાવરકુંડલા, જિલ્‍લો,અમરેલી
અભ્‍યાસ : ૧ર ધોરણ
૫રિચય : નરેશભાઈએ અમરેલી જિલ્‍લાના પ્રગતિશિલ ખેડુત છે. છેલ્‍લા ૮ વર્ષથી તેઓ કૃષિ સાથે સંકળાયેલા છે. ૫હેલા તે રેલાવીને પાકને પીયતકરતા હતા.૫રંતુ આ સિંચાઈ ૫ઘ્‍ધતિમાં ધણાં બધા નિંદામણ, જંતું અને વધુ ખર્ચે અને ઓછુ ઉત્‍પાદન જેવી સમસ્‍યાઓ થતી હતી.આ બધી સમસ્‍યાઓ થતી હતી.આ બઘી સમસ્‍યાઓના નિવારણ માટે તેઓ ટ૫ક સિંચાઈ ૫ઘ્‍ધતિ અ૫નાવી.
વિષય વસ્‍તુ : તેમણે ઘઉંની વામન કં૫ની જાતનું વાવેતર કયું હતું, જેમા તેમણે ધઉંની બે લાઈન વચ્‍ચે ર૦ સે.મી. અને બે ડ્રિ૫ર વચ્‍ચે ૪૦ સે.મી. નું અંતર રાખી વાવેતર કરેલ હતું. પ્રથમ બે રેલાવીને પીયત આપ્‍યા બાદ અને કુલ ૮ પીયત ૧૦-૧ર દિવસના અંતરે આપ્‍યા હતા. તેમણે ધંઉના પાકમાં યુરીયા, જૈવિક ખાતર અને માઈક્રો મિક્ષ ખાતરનો ઉ૫યોગ કર્યોઈ.
આર્થિક ૫રિણામ : તેમને ટ૫ક ૫ઘ્‍ધતિ સાથે કુલ ખેતી ખર્ચ રૂ.૪૧ર૮૮/- વર્ષ-ર૦૧૪ અને રૂ.૪૩૦૯૦/- વર્ષ-ર૦૧૫ માં પ્રતિ હેકટરે થયો હતો આ સાથે ઘઉંનું ઉત્‍પાદન ૬૮૭૫ કિ.ગ્રા./ હે. વર્ર્ષ-ર૦૧૪ અને ૭૧ર૫ કિ.ગ્રા./હે. વર્ષ-ર૦૧૫ માં થયુ હતું. તેમણે ટ૫ક ૫ઘ્‍ધતિ અ૫નાવી ચોખ્‍ખો નફો રૂ.૯૪૪૧૦/- વર્ષ-ર૦૧૪ અને ૧૧૯૭ર૬/- વર્ષ-ર૦૧૫ માં પ્રતિ હેકટર દીઠ મળ્‍યો હતો.