સ્‍પ્રેયર બનાવવા ની તકનીકી

સ્‍પ્રેયર બનાવવા ની તકનીકી
ખેડૂતનું નામ ચતુરભાઈ
ગામ: મુ. શિલાણા તા. બગસરા જી. અમરેલી
અભ્‍યાસ :
જમીન : ૩ હેકટર
વિચાર : બજારમાં મળતા સ્‍પ્રેયર મોંઘા હોય છે. તેના ૫રથી ઓછા ખર્ચે મેં આ સ્‍પ્રેયર ઘરે બનાવવાનો વિચાર કર્યો. જે કિંમતમાં ૫ણ સસ્‍તો ૫ડે. અને મારા કપાસ તથા મગફળીનાં પાકમાં ઉ૫યોગી થાય.
શરૂઆત : આ સ્‍પ્રેયર બનાવવા તેની બુમની લંબાઈ ર૪ ફૂટ રાખી બાદ મે તેમાં ૫ તથા ૧૦ નોઝલ ફીટ કરી. જે મારા કપાસ અને મગફળીના પાક માટે અનુકુળ છે. આ માટે અવાર નવાર કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર-અમરેલીની તાલીમમાં જવાનું થતુ તેના ફાર્મ માંઆવા સ્‍પ્રેયર ની વિગતો ભેગી કરતો. ર૦૦ લિટર પાણીની ટાંકી તથા સ્‍ટેન્‍ડ ૫ણ સાંતી ૫ર બનાવ્‍યુ. PTO દવારા જ પંપ ચાલે છે.
કેપેસીટી : આ સ્‍પ્રેયરની કેપેસીટી ર.૫ હે/કલાક છે. ૦.૮ લિટર માં એક હેકટરમાં દવાનો છંટકાવ થઈ શકે છે. જેથી હેકટરે રૂા. ૩૫/- ખર્ચ આવે છે. જયારે માનવથી દવાનો છંટકાવ કરતા રૂા. રર૫/- ખર્ચ આવે છે.
કિંમત : આ સાધન મેં રૂા. ૧૫૦૦૦/- માં તૈયાર કર્યુ. આના દવારા એક વ્‍યકિત એક દિવસમાં૧૫ હેકટરમાં દવાનો છંટકાવ કરી શકે છે. અને રૂા. ૭૦૦ થી ૮૦૦ કમાઈ શકે છે.