1 - શસ્ત્રક્રિયામાં ધા એટલે શુ અને તેની સારવાર ?

કોઈ પણ પ્રકારના અણીદાર અથવા ધારદાર વસ્તુ લાગવાથી શરીર પર ચેકો પડે છે.
ઘણીવાર પડી જવાથી કે અકસ્માત થવાથી પણ શરીર ઘવાય છે.
આ જગ્યાએ થી ચામડી તૂટી જાવાથી લોહી નીકળે છે.
ઘા જેટલો વઘારે તેટલું વધારે લોહી નીકળે છે.
ઘણીવાર વધારે પડતો રક્તસ્ત્રાવ જીવનું જોખમ પણ કરે છે.
લોહી નીકળતા ઘા ની તાત્કાલિક સારવાર કરવી જરૂરી છે.
સૌપ્રથમ ઘા ને નવશેકા ગરમ પાણીથી સાફ કરો ત્યાર બાદ ઘાને એન્ટીસેપ્ટિક દવા (બીટાદિન) થી સાફ કરો.
ત્યારબાદ ઘા પર જંતુનાશક દવામાં બોળેલ રૂથી દબાવીને બંધ કરવું તથા પાટો બાંધવો.


2 - છોલાવુ એટલે શુ તથા તેની સારવાર ?

જાનવરના પડી જવાથી અથવા તો એકસીડન્ટ થવાથી શરીરની ચામડીનો ઉપરનો ભાગ છોલાય.
છોલાયેલ ભાગને ગરમ કરેલાં નવસેકા પાણી અથવા યોગ્ય માત્રામાં જંતુનાશક દવા જેવીકે પોટાશ્યમ પરમેંગેનેટ, સેવલોન, બીટાડીન, એફ્રીફલેવીન વિગેર જેવાં પદાર્થને ભેળવીને તેના પાણીથી સાફ કરી ટીંચર આયોડીન કે બીટાડીન જેવી દવાઓ લગાવવી તથા જરૂર જણાયે પાટો બાંધવો.


3 - મચકોડ એટલે શુ ?

મચકોડ એટલે ઢોર ને કોઈ બાહ્ય ઘા વાગવાથી થતી ઈજા.
આવી ઈજા મોટાભાગે વાહનો સાથે અથડાવાથી અથવા કુદકો મારવાથી અથવા જડપ થી દોડવાના કારણે થતી હોય છે.
આમાં સાંધા પર કે શરીરના અન્ય અસ્થી વાળા ભાગ પર સ્નાયુ, ટેન્ડન કે લીગામેન્ટ પર ઈજા થવાથી સોજો આવે છે.
ઢોર ભડકે નહીં, લપટે નહીં કે ખાડામાં પડે નહીં તે જોવું.
આમ છતાં સાંધા મચકોડાય તો ગરમ કે ઠંડા પાણીનો શેક કરવો અને જરૂર મુજબ હલનચલન ઓછુ કરાવીને આરામ આપવો.
વધુ સારવાર અર્થે નિષ્ણાંત પશુચિકિત્સશ્રીની સલાહ લેવી.
તથા જરૂરિયાત મુજબ દવા કરાવવી.


4 - અસ્થીભ્રંશ અને સંધીભ્રંશ એટલે શુ તથા તેની સારવાર ?

વાહનથી થતાં અકસ્માત દરમ્યાનની ઈજાઓ, જોરથી અથડાઈને થતી ઈજાઓ કે પડવાથી અસ્થીભ્રંશ કે સંધીભ્રંશ થવાની શકયતા રહે છે.
ફાટેલાં કે ભાંગેલા હાડકાને સરખાં ગોઠવીને સખત પાટો બાંધવો.
જરૂર પડયે વાંસના ખાંપિયા કે પીવીસી પાઈપનો ઉપયોગ કરી પાટો બંધાય.
તાત્કાલીક પશુચિકિત્સક નો સંપર્ક કરી પ્લાસ્ટર કરાવાય કે અન્ય રીતે અસ્થીને સ્થીર કરી શકાય.
હલનચલન કાબુમાં રાખવા પ્રયત્ન કરવો.
મોટા જાનવરોમાં લાંબા હાડકા કે થાપા અને ખભાના સાંધાની સારવાર અશકય જણાય છે.


5 - અસાધ્ય આફરો એટલે શુ તથા તેની સારવાર ?

જાનવર લોખંડ, પ્લાસ્ટીક કે અન્ય અપાચ્ય વસ્તુઓ ખાય ત્યારે જઠરનું સંકોચન અને પાચનકિ્રયા વિક્ષોપાય છે.
લાંબા સમયે અસાધ્ય આફરો થતાં શ્વસા રુંધાય છે.
જઠરનો ખોરાક નાકથી બહાર આવે છે.
જાનવર રીબાય છે અને મૃત્યુ પામે છે.
આવી તકલીફ વકરે નહીં તે પહેલા શાસ્ત્રકિ્રયા દવારા જઠરની અંદરની પ્લાસ્ટીક, લોખંડ, દોરડા જેવી વસ્તુઓ કઢાવવી હિતાવહ છે.


6 - વારંવાર થતી અસાધ્ય આસ નીકળવાની તકલીફ માટે ની શુ સારવાર ?

ગાયોમાં વારંવાર ગર્ભાશય બહારનીકળી જાય છે.
સારવાર છતાં કાબુમાં ન આવતી આ તકલીફનું નિદાન બહું અગત્યનુ છે.
અંડાશયની ખરાબી જણાયતો શલ્યચિકિત્સા દવારા આવું ખરાબીવાળું અંડાશય દુર કરાવવું.
લાંબા ગાળાના આસ નીકળી જવાના કિસ્સામાં બહાર આવેલ ગર્ભાશય નો ભાગ જાડો થતાં તેને પરત બેસાડવો અશકય બને છે.
આવા પશુઓનું ગર્ભાશય નકામુ બની જતાં જાનવર પિડાય છે અને બહારની ઈજાઓ થતા પશુ રીબાય છે.
આવા બહાર લટકતા ગર્ભાશયની કોથળી સત્વરે શાસ્ત્રકિ્યા દવારા કઢાવી નાંખવી એજ ઉત્તમ ઈલાજ છે.