1 - ચેપી ગર્ભપાત ના રોગ વિશેની પ્રાથમીક સમજણ

જવાબ: ચેપી ગર્ભપાત ને ઇગ્લીશ મા આપણે “બ્રુસેલ્લોસિસ” ના નામે પણ ઑળખીયે છીયે, અને આ રોગ સામાન્ય રીતે ગાય, ભેંસ, ઘેટા, બકરા, કુતરા તથા ભુંડ ની અંદર વધારે પ્રમાણમાં જોવા મડે છે. આ રોગ ની અંદર માદા પશુઑ માં ગાભણ અવસ્થાના/ગર્ભધાન ના 5 થી 9 મહીના ના સમય ગાળામા ગર્ભપાત થઈ જાઈ છે, તથા તેની પ્રજનન શક્તિમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે, જેથી કરીને આર્થીક નુકશાન ખેડુતો/પશુપાલકો ને ભોગવવુ પડે છે. તદઊપરાંત આ રોગ ના જીવાણુ ચેપ ગ્રસ્ત પશુઑ ના દુધ માં પણ આવે છે. આવુ કાચૂ દુધ પીવાથી આ રોગ ના જીવાણુ મનુષ્યો ની અંદર જઈ આ જ પ્રકાર નો રોગ મનુષ્યો ની અંદર પણ ઉત્પન કરે છે, તેમજ ટી. બી. જેવા લક્ષણો મનુષ્યો ની અંદર જોવા મળે છે, તથા તેની સારવાર 3-6 મહીના સુધી લેવી જરૂરી બને છે.


2 - આ રોગ પશુ થી પશુ મા તથા પશુ થી મનુષ્યો મા કઈ રીતે ફેલાઈ છે?

1. પશુઑમા આ રોગ નો ફેલાવો જીવાણુ યુક્ત ખોરાક તથા પાણી નો ઉપયોગ કરવાથી થાઈ છે.
2. ગર્ભપાત થયેલ ગર્ભ તથા તેની સાથે નીકળેલ મેલી નો ભાગ જ્યારે ખોરાક તથા પાણી ના સંમ્પર્ક મા આવે ત્યારે તે ચેપી બને છે અને રોગ ફેલાવે છે.
3. કુતરા, ઉંદરો તથા પક્ષી (કાગડા) ઑ પણ ગર્ભપાત થયેલ ગર્ભ અને મેલી ને એક સ્થળે થી બીજા સ્થળે લઈજઈ ને રોગ નો ફેલાવો કરે છે.
4. રોગ ગ્રસ્ત પશુઓ ને દોહવાણ કરતા ગોવાળો દ્વારા પણ આ રોગ ના ચેપ નો ફેલાવો એક પશુથી બીજા પશુ ની અંદર અથવા દોવણ કરતા વ્યક્તીઑ મા થાય છે.
5. મનુષ્યો ની અંદર, આ રોગ જીવાણુ યુક્ત ખોરાક તથા પાણી નો ઉપયોગ કરવાથી થાય છે.
6. રોગ ગ્રસ્ત પશુઑ ના દુધ મા પણ આ રોગ ના જીવાણુ રહેલા હોય છે, જેથી આવૂ કાચુ (ઉકાડ્ય વગર) દુધ પીવાથી આ રોગ થવાની શક્યતાઑ રહેલી છે.
7. આ રોગ, ચેપ ગ્રસ્ત દુધ માંથી બનેલ ડેરી ની વસ્તુ જેમ કે, દહી, ચીજ, પનીર જેવી વસ્તુઑ ખાવા થી પણ આ રોગ મનુષ્યો ની અંદર થવાની શક્યતાઑ રહેલી છે.
8. કાચા શાકભાજી, કે જેઓને ચેપ ગ્રસ્ત ફાર્મ માંથી લાવેલ ખાતર નાખીને ઉગાળવામા આવેલ હોય તેનુ સેવન કરવાથી પણ આ રોગ થવાની શક્યતા રહેલી છે.
9. આ રોગ ના જીવાણુઑ આંખ તથા વાગેલ ધા ના સંમ્પર્ક મા આવવાથી પણ મનુષ્ય ના શરીર મા જીવાણુ દાખલ થઈ ને આ રોગ ફેલાવે છે.
10. ચેપ ગ્રસ્ત ફાર્મ ની અંદર કામ કરતા મજુરો તથા અન્ય વ્યક્તિઑ ની અંદર આ રોગ સ્વાસો સ્વાસ થી જીવાણુ ભડેલ ધુળ શરીર મા જવાથી પણ આ રોગ નો ચેપ લાગવા ની સંભાવના રહેલી હોય છે.


3 - કેવા પ્રકાર ના લક્ષણો આ રોગ ની અંદર પશુઑ તથા મનુષ્યો મા જોવા મડે છે તેના વીશે શ્રોતા મિત્રો ને વિસ્ત્રુત મા મહીતી આપશો.

જવાબ:
પશુઑમા
1. માદા પશુઑ મા ગર્ભધાન ના 5 થી 9 મહીના ના સમય ગાળા દરમ્યાન ગર્ભપાત થઈ જાઈ છે એ આ રોગ નુ મુખ્ય લક્ષણ છે.
2. ગર્ભાશય ની અંદર ચેપ લાગવાથી યોની માર્ગમાથી સફેદ પ્રવાહી અથવા તો રસી નો સ્ત્રાવ થાઇ છે, જેના કારણે પશુ વારંમવાર ઉથલા મારે છે અથવા તો પશુ ગરમી મા ન આવે એવા ચિંન્હો જોવા મળે છે.
3. ગર્ભપાત થયા પછી મેલી ના પડ્વી
4. પશુઑ ના શરીર મા જીણો તાવ રહેવો જેવા લક્ષણો માદા પશુઑ મા જોવા મળે છે.
5. નર પશુઑ ની અંદર વ્રુષણ કોથડી મા તથા શુક્રપિંડ મા સોજો આવી જવો તથા પ્રજનન શક્તી મા ઘટાડો થવો જેવા લક્ષણો જોવા મડે છે.
6. પગ ના આગડ ના સાંધાઑ મા રસી થવી તથા સોજો આવી જવો જેને “હાઇગ્રોમા ઑફ ની” પણ કહેવામા આવે છે.
મનુષ્યોમા
1. શરીર મા જીણો જીણો તાવ રહે તથા કડતર થવી
2. કમર ના ભાગ મા સતત દુખાવો થવો
3. રાત્રિ દરમ્યાન પરશેવો વડવો (શિયાળા ની ઋતુ મા પણ), શરીર નબડુ પડવુ
4. સ્ત્રીઑની અંદર, ગર્ભપાત થવો
5. પુરુષોની અંદર હાથ-પગ ના સાંધા મા તથા શુક્રપિંડ મા સોજો આવવો જેવા લક્ષણો જોવા મડે છે.


4 - આ રોગ નુ નીદાન કઈ રીતે થઈ શકે તેના વિશે શ્રોતા મિત્રો ને સમજાવશો.

જવાબ: સૌ પ્રથમ જાનવરો નો ઇતિહાસ જાણી તથા તેના લક્ષણો ના આધારે અંદાજીત આ રોગ નુ નીદાન કરી શકાઇ, પરંતુ આ રોગ નુ સચોટ નીદાન કરવુ જરુરી છે. જેમના માટે અમુક ટેસ્ટ કરવાની જરુરીયાત પડે છે.
1. રોગ ગ્રસ્ત પશુ નુ લોહિ લઇ તેમાથી સિરમ છુટુ પાડી તેને “RBPT” ના એંટિજન સાથે મિક્સ કરીને કરવામા આવે છે.
2. રોગ ગ્રસ્ત પશુ નુ દુધ લઈ ને તેને “Milk Ring Test” નુ એંટિજન સાથે મિક્સ કરીને કરવામા આવે છે. આ રોગ નુ નીદાન ડોકટર ની સલાહ મુજબ તથા ડોકટર દ્રારાજ કરવા મા આવે છે, જેથી તેની સલાહ મુજબ આ રોગ ના નીદાન માટે આગડ વધી શકાઈ.


5 - દૂધ માં એન્ટીબાયોટીક અવશેષ એટલે શુ?

આજના યુગમાં, જીવનધોરણમાં આવેલા આમૂલ પરિવર્તનની સાથે, લોકો દૂધ અને તેની બનાવટોની ગુણવત્તા ઉપર ધ્યાન આપતા થયા છે. જેથી કરીને, આ બનાવટોને જનતા માટે ઉપલબ્ધ કરાવતા પહેલાં અનેક ગુણવત્તા અને પ્રમાણની કસોટીઓ માંથી પસાર થવું પડે છે. વિવિધ આરોગ્ય પર અસર કરતી ઘટનાઓ સૂચિત કરે છે કે ખાદ્ય-સુરક્ષા ને લગતા નિરીક્ષણો, જેવા કે દવાઓના અવશેષો, સ્ટાર્ચ, ગંદુ પાણી, સાબુ, અને અન્ય ઝેરી રસાયણો ની જાણકારી વધારવી જોઈએ. શક્ય એટલી વિવિધ અશુદ્ધિઓ, જે પ્રાણીજન્ય ખોરાકમાં થી મળી શકે તેમ છે, તે સૌમાં એન્ટીબાયોટીકના અવશેષો પ્રમુખ સ્થાન ધરાવે છે, કારણ કે પ્રાણીઓની તન્દુરસ્તી માટે તેમનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. વિવિધ જીવાણુનાશક રસાયણો અને દવાઓ પ્રાણીઓની તન્દુરસ્તીને સાચવવા તથા વધારવા માટે વાપરવામાં આવે છે. જો કે, આ દવાઓનો દૂધમાં થતો સ્ત્રાવ, તાજા દૂધની ગુણવત્તા પર અસર કરે છે.


6 - આ અવશેષો શુ નુકસાન કરે છે?

માનવ આરોગ્યને ધ્યાનમાં રાખતા, પ્રાણીજન્ય ખાદ્ય પદાર્થોમાં એન્ટીબાયોટીકના અવશેષો માનવહિત પર સંભવિત ખતરારૂપ છે, અને ઓછા પ્રમાણમાં થતો એન્ટીબાયોટીકનો સંપર્ક, જીવાણુઓ માં જે તે દવા પ્રત્યે પ્રતિકાર શક્તિ પેદા કરે છે, આમ થવાથી, બીમાર મનુષ્યમાં ઉપચાર માટે આપવામાં આવતી દવાઓ તેમની અસર બરાબર રીતે દાખવી શકતી નથી. એન્ટીબાયોટીકની અસરો સામે લોક-આરોગ્યની જાળવણી એ એક અગમચેતીનું પગલું છે. સુરક્ષિત અને ગુણવત્તાસભર દૂધનું ઉત્પાદન કરવું એ લોક આરોગ્યનું ચાવીરૂપ પાસું છે.


7 - કઈ કઈ દવાના અવશેષો મુખ્યત્વે જોવા મળે છે?

બીમાર પશુની સારવાર માટે આવા ઘણા એન્ટીબાયોટીક ઉપલબ્ધ છે. દૂધમાં સ્ત્રાવ થતાં આવા સંયોજનોમાં β – લેકટમ ( પેનિસિલીન, એંપિસિલીન, સિફેલોસ્પોરીન), ટેટ્રાસાયકલીન, સલફોનેમાઈડ,મેક્રોલીડ, એમીનોગ્લાયકોસાઇડ અને અન્ય સંયોજનો સામેલ છે. આ સંયોજનોપશુઓની સારવાર માટે એકલા અથવા સાથે વપરાય છે.


8 - આ અવશેષો ની શુ હાનીકારક અસરો છે?

દુધાળ પશુઓ, જેઓનો એન્ટીબાયોટીક વડે ઉપચાર કરવામાં આવેલ હોય, તેઓ સારવાર બાદ પણ અમુક સમયગાળા માટે જે દૂધ પેદા કરે છે, તેમાં એન્ટીબાયોટીકના અવશેષો જોવા મળે છે. આથી સારવાર પામેલા પશુઓનું દૂધ અમુક સમય માટે સ્વસ્થ પશુના દૂધ ના જથ્થામાં સામેલ ન કરવું હિતાવહ છે, જેથી કરીને એન્ટીબાયોટીકના અવશેષો દૂધમાં ભળે નહીં. એન્ટીબાયોટીક દૂધમાં ત્યારે ભળે છે, જ્યારે પશુને સારવાર બાદ નિર્દેશિત સમય કરતાં વહેલા દૂધ વાપરવામાં આવે અથવા, પશુના શરીરમાં આ એન્ટીબાયોટીક ધાર્યા કરતાં લાંબા સમય સુધી ટકી રહે.
દૂધમાં એન્ટીબાયોટીકના અવશેષોની હાનિકારકઅસરો:
અ) સંવેદનશીલ લોકોમાં એલેર્જીક લક્ષણો
બ) દૂધ ઉત્પાદનોનો બગાડ
ક) હાડકા અને કાન ને લગતી સમસ્યાઓ થવી
ડ) શરીર ના અન્ય ભાગો પર પણ અમુક દવાઓની વિપરીત અસર જોવા મળે છે.
ક) લોકોનો દૂધ પર નો વિશ્વાસ ઉઠી જાય છે.

આ દરેક વસ્તુ ડેરી ઉદ્યોગ માટે ચિંતાનો વિષય છે.


9 - કેમ એન્ટીબાયોટીકના અવશેષો એ ચિંતાનો વિષય છે?

ખોરાકમાં રહેલ એન્ટીબાયોટીકના અવશેષો બે રીતે ચિંતાનો વિષય છે: પહેલું, તેઓ આથાવાળી બનાવટોમાં લેકટીક ઍસિડના આથવણને બગાડે છે, અને તેમાં સ્ટેફાઈલોકોકસ નામના જીવાણુઓનો વિકાસ થવાની સંભાવના રહે છે. આવું દૂધ દૂધમાં આથો લાવીને બનાવવામાં આવતી બનાવટોમાં ઘટાડો કરે છે. દાખલા તરીકે, જીવાણુઓ દ્વારા લાવવામાં આવતો આથો, જેના થકી ચીઝ, દહીં, પનીર જેવી દૂધની બનાવટો બને છે, તેમાં આ દવાઓની હાજરીના લીધે આથો આવતો નથી. સામાન્ય રીતે જોવા મળતી સમસ્યાઓ આ છે: અ) અસમાન્ય દહીં જામવું અને ચીઝનું અપૂરતું પાકવું. બ) દહીં અને ચીઝમાં અસમાન્ય વાસ ક) શરૂઆતી જીવાણુના ઉછેરમાં આવતી સમસ્યાઓ અને તેના વડે થતી ગુણવત્તા નિયમનની તકલીફો.

બીજું, આવા દૂધનું સેવન અશુદ્ધિઓ પ્રત્યે સંવેદનશીલ મનુષ્યોમાં એલેર્જી પેદા કરે છે. એન્ટીબાયોટીકના અવશેષોના સેવનના સંભવત: ખતરાઓમાં એલેર્જી, પાચનમાં તકલીફ, અને આંતરડાના ઉપયોગી સૂક્ષ્મજીવોના જીવન પર ખતરો સામેલ છે. જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ આવા એન્ટીબાયોટીક પર હુમલો કરે છે, ત્યારે એલેર્જી પેદા થાય છે. સંવેદનશીલ મનુષ્યોમાં ખૂબ જ ઓછી માત્રામાં રહેલ એન્ટીબાયોટીક પણ ઘણી ખરાબ અસરો દર્શાવી શકે છે. પેનિસિલીન તેમાં મુખ્ય છે, તે લેકટીક ઍસિડ જીવાણુઓનો વિકાસ અટકાવે છે, જે સંવેદનશીલ મનુષ્યોમાં એનફાઈલેકટીક આઘાત પેદા કરે છે. એવું સૂચિત કરવામાં આવેલ છે કે ૦.૦૫ IU/ml ની દૂધમાં હાજરી ઘણી વધારે છે અને સુરક્ષાની ખાતરી આપતું નથી.


10 - વર્તમાન પરિસ્થિતિ શુ છે?

દૂધમાં એન્ટીબાયોટીકના અવશેષોની હાજરી ઘણા કારણોસર નિંદનીય છે. ત્રીસ વર્ષ પહેલાં, ચીઝ અને દહીંની બનાવટો માટે જીવાણુઓના ઉછેરમાં એન્ટીબાયોટીકના અવશેષોના લીધે થતી સમસ્યા ઇ ઉત્પાદકીય સમસ્યા ગણાતી. વર્તમાન સમયમાં, ખોરાક માં એન્ટીબાયોટીક ની હાજરી અમાન્ય છે. શરૂઆતમાં, લોક-આરોગ્ય અધિકારીઓએ સંવેદનશીલ લોકોનું રક્ષણ કરવાની નીતિ અખત્યાર કરી, પરંતુ તાજેતરના સંશોધનો આના કરતાં જીવાણુઓમાં ઉદભવતી પ્રતિકારશક્તિ વધુ મહત્વની ચિંતા છે, તેમ દર્શાવે છે. એલેર્જી અને β-લેકટામ દવાઓ પ્રત્યેની અતિ-સંવેદાનશીલતા વિખ્યાત છે. અન્ય દવાઓના રોગ્પ્રતિકારક ગુણધર્મો તેમના સૂક્ષ્મ અવશેષોનો પ્રભાવ ઓછો કરે છે. મુખ માર્ગે આપવામાં આવતી દવાઓ અન્ય માર્ગે આપવામાં આવતી દવાઓ કરતાં, રોગ પ્રતિકારક શક્તિ પર ઓછી માઠી અસર કરે છે. મોટા ભાગની દૂધની બનાવટો પાશ્ચરાઇઝ્ડ દૂધમાંથી જ બને છે. પાશ્ચરાઇઝેશનની પરંપરાગત પદ્ધતિઓ જીવાણુઓની સંખ્યામાં મહદઅંશે ઘટાડો કરે છે, પરંતુ, એન્ટીબાયોટીક્સ પર કોઈ જ અસર કરતું નથી. દુધાળ પશુઓમાં વધુ પડતો અને અનિયંત્રિત એન્ટીબાયોટીકનો વપરાશ જીવાણુઓમાં તેના પ્રત્યે પ્રતિકાર ઉત્પન્ન કરવામાં ચાવીરૂપ છે.


11 - આ માટે તમે ખેડૂત ભાઈઓને શુ સુચન કરવા માગો છો?

ઉપરના સાહિત્ય વડે સુદ્રષ્ટ છે કે એન્ટીબાયોટીકના અવશેષો વિવિધ આરોગ્યલક્ષી તકલીફો ઊભી કરે છે. આ ઉપરાંત, તેઓ ડેરી ઉદ્યોગના સામાન્ય પ્રક્રિયાઓમા અને અંતિમ ઉત્પાદનોમાં ખરાબ અસરો પેદા કરે છે.

આથી જરૂરી છે કે પશુઓ માટે જે આડેધડ અને અનિયંત્રિત રીતે દવાઓ નો ઉપયોગ ના કરવો જોઈએ. બીન અધિકૃત વ્યક્તિઓ દ્વારા એન્ટીબાયોટીક દવાઓ નો જરૂર ના હોય તેવી બીમારી માં પણ ઉપયોગ થાય છે. આવા વ્યક્તિઓ તેની આડ અસરો થી અજાણ હોય છે. જેથી પશુપાલકો ને અનુરોધ કરવામાં આવે છે કે પશુ ચિકિત્સા અધિકારી પાસે જ સારવાર કરાવવી જોઈએ.


12 - વાછરડીની કેટલી ઉંમર થાય ત્યારે બીજદાન કરાવવું જોઈએ ?

જવાબ: ઉંમર કરતા પણ તેનું વજન જો ૨૫૦ કી.ગ્રા. હોય અને તેના જનનાંગો વ્યવસ્થિત વિકસેલા હોય તો આપણે ઋતુકાળમાં હોય ત્યારે બીજદાન કરી શકીએ.


13 - ગાભણ ગાય/ભેંસની માવજતમાં શું ધ્યાન રાખવું ?

1. ગાભણ પશુને અલગ વાડામાં રાખવું.
2. ભોયતળિયું લપસી પડાય તેવું સપાટ રાખવું નહી.
3. બીમાર કે તરવાઈ ગયેલ પશુને અન્ય પશુઓથી અલગ રાખવા.
4. ગાભણ પશુઓને ચરવા માટે લાંબા અંતરે મોકલવા નહી.
5. ૨૪ કલાક પુરતું સ્વચ્છ પાણી મળી રહે એવી ગોઠવણ કરાવી.
6. તાપ – ઠંડી વરસાદ થી રક્ષણ મળી રહે તેવી કોઢમાં રાખવા.
7. વિયાણના બે મહિના પહેલા વસુકાવવા.
8. ઘઉં/ડાંગરના પરાળની સારી પથારી પૂરી પાડવી.


14 - ગાય અને ભેંસમાં કયા કયા રોગો સામે રસીકરણ કરવામાં આવે છે?

સામાન્ય રીતે ગાય અને ભેંસમાં ખરવા મોવાસા, ગળસુંઢો, ચેપી ગર્ભપાત, કાળિયોતાવ જેવા રોગો સામે રસીકરણ કરવામાં આવે છે.


15 - ગાય અને ભેંસમાં રસીકરણનું મહત્વ જણાવો.

સામાન્ય રીતે રસીકરણના લીધે પશુની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય, જીવલેણ રોગો સામે રક્ષણ મળે તેમજ પશુની તંદુરસ્તી જળવાઈ રહે છે. જેથી પશુ સારુ ઉત્પાદન આપે છે અને પશુપાલકને આર્થિક રીતે પશુપાલન લાભદાયક પુરવાર થાય છે.


16 - ક્રુમિના ઉપદ્રવના કારણે ગાય અને ભેંસના સ્વાથ્ય પર થતી અસરો જણાવો.

ક્રુમિના ઉપદ્રવના કારણે પશુઓમાં અપચાની અસર, ભુખ ઓછી લાગે, નબળાઈ, કુપોશણ તેમજ ઉત્પાદન ક્ષમતા માં પણ ઘટાડો થાય છે. ક્યારેક ક્રુમિના અતિ ઉપદ્રવના કારણે પશુઓમાં અતિસારની અસર પણ જોવા મળે છે.


17 - ગાય અને ભેંસમાં ક્રુમિનાશક દવાઓ મહત્વ જણાવો

સમયાંતરે પશુઓમાં ક્રુમિનાશક દવાઓ આપવાથી ક્રુમિના ઉપદ્રવ પર નિયંત્રણ લાવી શકાય છે. જેથી પશુઓનુ પાચન તંત્ર સશક્ત રહે છે, પશુઓની તન્દુરસ્તી અને ઉત્પાદન ક્ષમતા જળવાઈ રહે છે.


18 - ગાય અને ભેંસમાં ઈતરડીઓના ઉપદ્રવના કારણે કયા કયા રોગો થાય છે?

સામાન્ય રીતે ગાય અને ભેંસમાં ઈતરડીઓના ઉપદ્રવના કારણે બબેસીઓસીસ, થાઈલેરીઓસીસ, ટ્રીપેનોસોમીઆસીસ અને એનાલ્પાસ્માસીસ જેવા રક્તપ્રજીવોના રોગો થાય છે. જેમા પશુઓને તાવ આવવો, ભુખ ઓછી લાગવી તેમજ રક્ત કણોની ઉણપ જેવા લક્ષણો જોવા મળે છે. જો આવા રોગથી પીડાતા પશુઓને યોગ્ય સારવારન મળે તો તેમનું મ્રુત્યુ પણ થાય છે.


19 - ગાય અને ભેંસમાં ઈતરડીઓના ઉપદ્રવને અટકાવવા શું કરવું જોઈએ?

પશુઓમાં ઈતરડીઓના ઉપદ્રવને અટકાવવા માટે તેના રહેઠાણ સ્વચ્છ રાખવા જોઈએ, રહેઠાણ વાળી જમીન મા રહેલ ઈતરડીઓ તેમજ તેના ઈંડાનો નાશ કરવો જોઈએ, પશુનુંશરીર સ્વચ્છ રાખવુંજોઈએ અને જો પશુના શરીર પર ઈતરડીઓ જણાય તો તેનો પણ ઈતરડીનાશક દવા દ્વારા નાશ કરવો જોઈએ.


20 - ગાય અને ભેંસમાં થતા ચયાપચયને લગતા રોગોના (મેટાબોલીક ડીસીઝ) નામ જણાવો.

સામાન્ય રીતે વીયાણ બાદ ગાય અને ભેંસમાં કીટોસીસ, મેલ્ક ફીવર, ફેટી લીવર, હાઈપો-ફોસ્ફેટેમીયા, ડાઉનર કાઉ સીંડ્રોમ જેવા ચયાપચયને લગતા રોગો (મેટાબોલીક ડીસીઝ) જોવા મળે છે.


21 - ચયાપચયને લગતા રોગોના (મેટાબોલીક ડીસીઝ) ના અટકાવ માટે શુ કરવું જોઈએ.

ચયાપચયને લગતા રોગોના (મેટાબોલીક ડીસીઝ) ના અટકાવ માટે પશુને સમતોલ આહાર આપવો, પુરતા અને જરૂરી પ્રમાણમાંસ્વચ્છ પાણી આપવું, સમયાંતરે ક્રુમિનાશક દવાઓ આપવી, સમતોલ આહાર સાથે યોગ્ય પ્રમાણમાં ખનીજતત્વો પણ આપવા અને રહેઠાણ સ્વચ્છ તેમજ હવા ઉજાશ વાળા રાખવા જોઈએ.


22 - ગાય અને ભેંસમાં થતા મસ્ટાઈટીસ (આંચળનો સોજો) નામના રોગને અટકાવવા શું કરવું જોઈએ

મસ્ટાઈટીસ (આંચળનો સોજો) નામના રોગને અટકાવવા પશુઓનાં આંચળ સ્વચ્છ રાખવા, દુધ દોહતા પહેલા દોહનાર વ્યક્તિએ હાથ સ્વચ્છ રાખવા, દુધ દોહતા પહેલા અને પછી આંચળ સ્વચ્છ પાણીથી ધોઈ નાખવા, પશુઓના રહેઠાણનું ભોંઈતળીયું નરમ અને સ્વચ્છ રાખવું, દુધના વાસણો સ્વચ્છ રાખવા વગેરે પગલાં લઈ શકાય.


23 - ગાય અને ભેંસમાં થતા ટી આર પી (લોખંડ ગળી જવું) રોગ ને અટકાવવા શુ કરવું જોઈએ.

ટી આર પી (લોખંડ ગળી જવું) રોગ ને અટકાવવા પશુઓને ઘાસચારો કાપીને તેમજ તપાસીને આપવો, કપાસીયા ખોળ જેવા ફેક્ટરીમા બનતા ખોરાક પણ તપાસીને આપવા, જરૂર જણાય તો પશુઓના ખોરાક પર ચુમ્બક ફેરવી તપાસ કરી લેવી જોઈએ. તેમ છતાં જો ટી આર પી રોગ થાય તો તાત્કાલીક નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ.


24 - ગાય અને ભેંસમાં થતા ટી આર પી (લોખંડ ગળી જવું) રોગના લક્ષણો જણાવો.

ગાય અને ભેંસમાં જ્યારે ટી આર પી (લોખંડ ગળી જવું) નામનો રોગ થાય ત્યારે પશુમાં અપચાની અસર વર્તાય, હાફરો થાય, ખોરાક લેવાનું બંધ કરે ક્યારે અપુરતો ખોરાક લે, ક્યારેક તાવ પણ આવે અને કોઈ પણ પ્રકારની સારવારની પશુ પર અસરના થાય. આવા સંજોગોમા ગાય અને ભેંસમાં જ્યારે ટી આર પી હોવાની શક્યતા હોય છે. જેનું સમયસર યોગ્ય નીદાન અને સારવાર આપવામાં આવે તો પશુનો જીવ બચાવી શકાય.


25 - પશુને અચાનક ધારદાર ખેત ઓજાર કે અન્ય રીતે ઈજા થઇ, લોહી વહેવા લાગે તો શુ કરવું?

ઈજા થયેલ ભાગને સૌ પ્રથમ સ્વચ્છ રૂ ના પુમડા થી સાફ કરવું, પોવીડોન અથવા ડેટોલ લીક્વીડ લગાવવું જેથી ઘા પાકે નહી. ધારદાર ખેત ઓજારથી, શિંગડું ભાંડવાથી કે અન્ય કોઈ રીતે પણ ઈજા થઈને વધુ પડતું લોહી વહેતું હોય ત્યારે લોહી વહેતા ભાગ ઉપર દબાણ આપવું, સ્વચ્છ કપડાનો પતો બાંધવો અને તેની ઉપર ટીંકચર બેન્ઝોઇન રેડવું જેથી લોહી વહેતું બંધ કરી શકાય.

જખમ પાકે નહી તે માટે હળદરનો લેપ પણ કરી શકાય.
મ્હો માં પડેલ ચાંદા માટે પોટેશિયમ પર્મેન્ગેનેટ નામંદ દ્રાવણ નો ડ્રેસિંગ માટે ઉપયોગ કરી શકાય.


26 - પશુના પગમાં ઘા માં જીવડા પડ્યા હોય તો શુ કરવું?

ઘા માં જીવડા પડેલ હોય તો ઘા ઉપર ટરપેન્ટાઇન તેલ નું પુમડુ મુકવાથી જીવડા ઘામાંથી ભાર આવે છે જેને ચીપિયા વડે કાઢી લઇ, ઘા ઉપર જંતુ નાશક મલમ લગાડવો.


27 - શિયાળાની ઋતુમાં પશુના આંચળ ઉપર ચીરા/વાઢીયા માટે શુ કરવું?

આંચળ ઉપરના ચીરા/વાઢીયાને લીધે પશુને દોહન સમયે થતી પીડા ને કારણે તે દૂધ દોહવા દેતું નથી આસમયે આંચળ ઉપરના ચીરા/વાઢીયા ઉપર તેલ કે વેસેલીન ને ઝીંક ઓક્ષાઇડ પાવડર સાથે મિક્ષ કરી મલમ બનાવી લગાડવો. આ માટે દીવેલ કે એરન્ડિયું પણ વાપરી શકાય.


28 - પશુઓને પડવા/વાગવાથી અચાનક સોજો આવે ત્યારે શુ કરવું?

સોજાના ભાગ ઉપર પ્રથમ ચોવીસ કલાક દરમ્યાન ઠંડા પાણીનો છંટકાવ અથવા બરફ લગાવવો.ચોવીસ કલાક બાદ ગરમ પાણીનો શેક કરવો. ત્રણ દિવસ સુધી સોજો ન ઉતરે તો પશુ ચિકિત્સક નો સંપર્ક કરવો.સોજો આવેલ હોય પરંતુ ફ્રેકચર ન હોય તો તે ભાગ ઉપર ટરપેન્ટાઇન લીનીમેન્ટ ની લીક્વીડ દવા ની માલીસ કરી શકાય. સાથે સાથે દર્દ-શામક દવા જેવી કે એનાલ્જીન, મેલોક્ષિકેમ આપી શકાય.


29 - પશુના કાનમાંથી રસી/પરું નીકળતું હોય તો શુ કરવું?

કાનમાં રસી/પરું થવાથી પશુ પીડાને લીધે ખાવાનું ઓછું કરી ડે, માથું ભટકાવે અને દૂધ ઉત્પાદન પણ ઘટી જાય છે આ સંજોગોમાં પશુના કાનને હય્દ્રોજ્ન પેરોક્ષાઇડના દ્રાવણ થી સાફ કરી, મર્ક્યુંરોક્રોમના દ્રાવણ ના ટીપાં દિવસમાં બે થી ત્રણ વખત નાખવા.આ ઉપરાંત એન્ટીબાયોટીક દવા જેવીકે ક્લોરમ્ફેનિકોલ,લોન્કોસેમાંઇડ આપી શકાય.


30 - પશુના કાનમાંથી રસી/પરું નીકળતું હોય તો શુ કરવું?

કાનમાં રસી/પરું થવાથી પશુ પીડાને લીધે ખાવાનું ઓછું કરી ડે, માથું ભટકાવે અને દૂધ ઉત્પાદન પણ ઘટી જાય છે આ સંજોગોમાં પશુના કાનને હય્દ્રોજ્ન પેરોક્ષાઇડના દ્રાવણ થી સાફ કરી, મર્ક્યુંરોક્રોમના દ્રાવણ ના ટીપાં દિવસમાં બે થી ત્રણ વખત નાખવા.આ ઉપરાંત એન્ટીબાયોટીક દવા જેવીકે ક્લોરમ્ફેનિકોલ,લોન્કોસેમાંઇડ આપી શકાય.


31 - પશુઓને નસકોરી ફૂટે ત્યારે શુ કરવું?

નાકમાં ગાંઠ, ઈજા થવાથી, ઉનાળાના સમયે તેમજ સીસ્ટોસોમીયા નામના રોગને લીધે નાકમાંથી લોહી વહે છે.ત્યારે નાકના ભાગે બરફ/ઠંડુ પાણી છાંટવાથી ફાયદો થાય છે.તેમ છતાં રાહત ન થાય તો પશુ ચિકિત્સક નો સંપર્ક કરવો.


32 - પશુને આફરો ચડે ત્યારે શુ કરવું?

સામાન્યતઃ વધુ પડતો લીલો ચારો/આહારજન્ય ક્ષતિને કારણે પશુને આફરો ચડતો હોય છે તેથી સૌપ્રથમ તો જયારે પશુને આફરો ચડે છે તેવું લાગે ત્યારે તાત્કાલિક તેને ખાવાનું આપવાનું બંધ કરવું. ત્યારબાદ ટરપેન્ટાઇન તેલ (૫૦ મિલી)ને ખાવાના તેલ (૫૦૦ મિલી)સાથે મિક્ષ કરી પીવડાવી દેવું.ત્યારબાદ પશુને દોડાવવું અથવા તો ઝડપ થી ચલાવવું. આ ઉપરાંત હિંગનો પણ આફરા માટે ઉપયોગ કરી શકાય.
આયુર્વેદિક દવાઓ જેવીકે બ્લોટોસીલ, બ્લોટોનીલ – ૧૦૦ મિલી પીવડાવી શકાય.વધુ પડતો આફરો ચડેલ હોય અને પશુ મરી જાય તેવી પરિસ્થિતિમાં પશુના ડાબા પડખામાં પેટના ત્રિકોણ વાળાભાગ પર દસ (૧૦) થી બાર (૧૨) ગેજની પોલી નીડલ થી કાણું પાડી , ગેસ કાઢી શકાય અને તે દરમ્યાન પશુ ચિકિત્સકને બોલાવી લેવા જોઈએ. જેથી વધુ નુંકશાન થતું અટકાવી શકાય.
વારંવાર આફરો ચડતો હોય તેવા કિસ્સામાં નીચે મુજબનું મિશ્રણ વાપરવું:
આદુ પાવડર-૩૦ ગ્રામ
હિંગ - ૩૦ ગ્રામ
અજમો - ૩૦ ગ્રામ
નક્ષ વોમિકા પાવડર -૪ ગ્રામ
ખાવાનું તેલ- ૫૦૦ મિલી


33 - પશુઓમાં થતાં ઝાડાના ઈલાજ માટે શુ કરવું?

પશુઓમાં ખાસ કરીને નાણા બચ્ચા માં કૃમિ અથવા તો વધુ પડતું દૂધ પીવાથી ઝાડા થતાં હોય છે તેથી બચ્ચાને પ્રમાણસરનું દૂધ આપવું જોઈએ તેમજ કૃમિનાશક દવા જેવીકે આલ્બેંડાઝોલ, ફેન્બેંડાઝોલ ( ૫ મિગ્રા.પ્રતિ કિલો શરીરના વજન પ્રમાણે)-૧૫૦ મિગ્રા.ની એક ગોળી પ્રતિ માસ છ માસ સુધી ખવડાવવી. પુખ્ત પશુમાંપણ ઉપરોક્ત દવા શરીરના વજન પ્રમાણે કૃમિનાશક દવા આપી શકાય. ઝાડા માં સામાન્યતઃ શરીર માંથી પાણી ઓછું થઇ જતું હોવાથી પશુને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવા માટે આપવું જોઈએ જેથી પશુમાં નીર્જલીકરણ થતું અટકાવી શકાય.
- બંધ કોશ ની સારવાર માટે ૨૫૦ ગ્રામ જેટલો મેગ્નેશિયમ સલ્ફેટ નો પાઉડર નવશેકાપાણીમાં ઓગળી,
નાળથી પીવડાવવાથી પશુને રાહત આપી શકાય છે.જે મેગ્નેશિયમ ની ઉણપ થીઓ થતી ધ્રૂજારી ના રોગ માં પણ ઉપયોગી નીવડે છે.


34 - પશુઓમાં વિયાણ સમયે શુ કાળજી લેવી?

પશુઓમાં વિયાણ સમયે ખાસ કરીને બચ્ચું આડું હોય, ગર્ભાશયમાં આંટી પડી ગયેલ હોય અને પશુ પીડાતું હોય ત્યારે દેશી-વૈદું ન કરતાં પશુ ચિકિત્સકને બોલાવી લેવા હિતાવહ છે. ઘણી વખત બચ્ચાના પગ દેખાય ત્યારે પશુપાલક પગ ખેંચવાનું ચાલુ કરીદે છે પરિણામે બચ્ચાનું મુખ જો વળી ગયેલ હોય તેવા સંજોગોમાં પશુ હેરાન થાય અને બચ્ચું પણ ગુમાવવાનો સમય આવે છે.
-આ ઉપરાંત યોની/ગર્ભાશય ભ્રંશ દરમ્યાન યોની/ગર્ભાશયના બહાર આવેલા ભાગ ને સ્વચ્છ, ઠંડા પાણીથી ધોઈ,પશુનો પાછળનો ભાગ ઉંચો રાખવોજેથી વધુ ભ્રંશ થતો ઘટાડી શકાય આ માટે બહાર આવેલા ભાગઉપર લજ્જામણી નો રસ લગાડવો,લજ્જામણી ના પણ ખવડાવવાથી પણ ફાયદો થાય છે.
-વિયાયેલ પશુ માં મેલી સામાન્ય રીતે ચાર થી પાંચ કલાકમાં પડી જતી હોય છે તેમ છતાં ઘણી વખત મેલી પડવામાં વિલંબ થાય તેવા સંજોગોમાં ઓછામાં ઓછા બાર કલાક તો રાહ જોવી જ અને ત્યારબાદ મેલી પડાવવાનો આગ્રહ રાખવો.


35 - પશુને ઝેરી ( સર્પદંશ) જાનવર કરડે/ઝેર ચડે ત્યારે શુ કરવું?

ઝેરી સર્પદંશ થતાં પશુના મોઢામાંથી લાળ પડે, આંખની કીકી પહોળી થઇ જાય, દંશની જગ્યાએ સોજો આવે, શ્વાસ લેવામાં તકલીફ પડે,ધબકારા ધીમા થઇ જાય અને પશુનું મૃત્યુ થાય છે.ઝેરી સર્પદંશ ની જગ્યાએ વી આકાર બને છે. સારવાર માટે સર્પદંશની જગ્યાથી એક ઇંચ ઉપરના ભાગે રબરનો બેન્ડ/પટ્ટી બાંધવી જે વીસ મિનીટ બાદ ખોલી, એક થી બે મિનીટ રાખી, ફરીથી બાંધી દેવી જેથી ધમનીમાં રક્તનું પરિભ્રમણ ચાલુ રહે. તે દરમ્યાન પશુ ચિકિત્સક નો સંપર્ક કરી લેવો જે પશુને પોલીવેલેન્ટ સીરમ (૦.૨ યુનિટ પ્રતિ ૧૫૦ કિલો શરીર ના વજન પ્રમાણે) અને અન્ય જરૂરી દવાઓ જેવીકે નીઓસ્ટીગમીન, કોર્ટીઝોન આપશે.


36 - પશુને કુતરું કરડે ત્યારે શુ કરવું?

સામાન્ય સંજોગો માં પશુ ને કુતરું કરડે ત્યારે કોઈ કાળજી લેતું હોતું નથી પરંતુ જો તે કુતરું હડકાયું હોય તો તે પશુ માટે તેમજ પશુપાલક માટે પણ જોખમી બની શકે છે. તેથી કુતરું પશુ ને કરડે ત્યારે કુતરું કરડેલ ભાગને સાબુના પાણીથી ધોઈ નાખવું જેથી હડકવાના વિષાણું ને નષ્ટ કરી શકાય સાથે સાથે પશુને હડકવા વિરોધી રસી પણ અપાવવી જોઈએ. જો કુતરું હડકાયું હોય તો તેના માટે રસીના વધુ ડોઝ આપવા પડે છે.


37 - જીવાણુંથી થતા સામાન્ય રોગો કયા કયા છે?

પશુઓમાં જીવાણુઑથી આમ તો ઘણા બધા રોગો થાય છે પણ અહિયાં આપણે આપણાં વિસ્તારમાં વારંવાર જોવા મળતા અને કેટલાક જીવલેણ તથા દૂધ ઉત્પાદન ઘટાડી અને આર્થિક નુકશાન કરતાં રોગો વિષે વાત કરીશું. એમાં મુખ્યત્વે ગળસૂંઢો, ગાંઠીયો તાવ, કાળીયો તાવ, માથાવટુ/ આંત્ર વિષજવર, ચેપી ગર્ભપાત, આઉનો સોજો જેવા રોગોનો સમાવેશ કરી શકાય.


38 - ગળસૂંઢો રોગના લક્ષણો શું હોય છે અને તેને કેવી રીતે અટકાવી શકાય?

ગળસૂંઢો રોગ ને અમે તબીબી ભાષામાં હેમોરેજીક સેપ્ટીસીમીયા કહીયે છે. આ રોગ મુખ્યત્વે ગાય / ભેંસમાં થતો જોવા મળે છે. ખાસ કરીને આ રોગ નાની પાડી, વાછરડાને થાય છે. સામાન્ય રીતે ચોમાસા દરમ્યાન કે ચોમાસાપછી આ રોગ થતો હોય છે. આ રોગમાં પશુનું ગળુ સુઝીને જાડું હાથીની સુંઢ જેવું થતું હોવાથી તેને ''ગળસૂંઢો'' કહેવામાં આવે છે. આ રોગના લક્ષણોમાં ૧૦પ0 થી ૧૦૮0 ફેરનહીટ આસપાસ તાવ આવે છે , નાકમાંથી સેડા જેવો સ્ત્રાવ પડવો, શ્વાસોચ્છવાસ વધે, ગળાના ભાગે સોજા આવે, ગાળામાંથી અસામાન્ય અવાજ પણ થાય છે તથા ર૪ થી ૩૬ કલાકમાં પશુનુ મૃત્યુ થઈ શકે છે. રોગ લાગુ પડયા બાદ જો તાત્કાલિક જ નિષ્ણાંત ડોકટરને બોલાવીને સારવાર કરવામાં આવે તો પશુ બચી જવાની શક્યતાઓ વધુ હોય છે.
આ રોગને નજીકના બીજા પશુઓમાં ફેલાતો અટકાવવા માટે રોગીષ્ઠ પશુને બીજા તંદુરસ્ત પશુઓથી અલગ રાખવું. તેને અલગ પાણી અને ચારો આપવો જોઈએ. આ રોગના નિયંત્રણ માટે દર ૬ માસે તેનુ રસીકરણ કરાવવું જોઈએ. ચોમાસા પહેલા મે જુનમાં તથા ડિસેમ્બરમાં. રોગચાળાની વધુ શકયતા વાળા વિસ્તારમાં રસી મુકાવવી હિતાવહ છે.


39 - ગાંઠીયો તાવ રોગમાં પશુઓને શું થાય છે અને તેને અટકાવી કેવી રીતે શકાય?

આ રોગને અમે તબીબી ભાષામાં બ્લેક ક્વાર્ટર કહીયે છે. આ રોગના લક્ષણોમાં પશુઓમાં પાછલા પગ પર સોજો આવે, સખત તાવ આવે, થાપાના ભાગે ખરાબ વાસ વાળુ કાળું પ્રવાહિ ભરાયેલ હોય, ત્યાં સોજાની જગ્યાએ દબાણ આપવાથી ક્રિપીટેશન સાઉન્ડ ( કરકરાટી વાળો અવાજ) આવે,રોગીષ્ઠ પશુનું શરીર ધ્રુજે છે, અત્યંત દુખાવો થાય છે ચાલી શકે નહીં. થાપાનાં સ્નાયુઓ ગેંગ્રીનથી કાળા પડી જાય. શ્વાસોશ્વાસ ઝડપી બને છે અને પશુ ૧ર થી ર૪ કલાકમાં મરી જાય છે. આ રોગમાં પણ જો તાત્કાલિક સારવાર કરવામાં આવે તો પશુ બચી જાય છે. આ રોગના નિયંત્રણ માટે ગાંઠીયાવિરોધી રસીકરણ ચોમાસા પહેલા (જુન માસમાં) કરવું જોઈએ. ભૂતકાળમાં જયાં રોગચાળો જોવા મળ્યો હોય તેવા રોગની શકયતા વાળા વિસ્તારમાં કરવુ જોઈએ.


40 - કાળીયો તાવ રોગમાં પશુઓમાં કેવા ચિન્હો દેખાય અને તેનો અટકાવ કેવી રીતે કરી શકાય?

આ રોગને અમે એન્થ્રેકસ તરીકે ઓળખીએ છે. આ પણ જીવાણુથી થતો રોગ છે આ રોગમાં પણ પશુને ખૂબ જ તાવ આવે છે. આંખો લાલ થઈ જાય છે. શ્વાસોશ્વાસ ઝડપી બને છે અને અચાનક જ પશુનું મોત થાય છે. મરી ગયેલા પશુના કુદરતી છીદ્રો ધ્વારા જેવાં કે નાક, મોઢું, ગુદા, યોની વગેરેમાંથી કાળું પડી ગયેલું લોહી બહાર નીકળે છે જે જામી જતું નથી. સામાન્ય રીતે મરણ બાદ પશુ થોડા વખતમાં લાકડા જેવું થઈ જાય જેને રાઈગર મોરટીસ કહે છે પણ તે પણ આ રોગ થી મૃત્યુ પામેલા પશુમાં થતું નથી. આમ તેનુ નિદાન સહેલું છે. તાત્કાલીક સારવાર કરવામાં આવે તો પશુ બચી જાય છે. મરી ગયેલા પશુની ચીરફાડ કરવી જોઈએ નહિ. કારણ કે તે સમયે જીવાણુ બહારની હવા સાથે સંપર્કમાં આવતાં જ તે એક સ્પોરકવચ બનાવે છે જે આ અવસ્થામાં ૪૦ થી ૬૦ વર્ષ સુધી જીવિત રહી શકે છે અને વારંવાર રોગ ફેલાવી શકે છે. માટે મરેલા ઢોરને ઉંડો ખાડો ખોદીને ઉપર મીઠું કે એન્ટીસેપ્ટીક દ્રાવણ કે ગેમેક્ષીન છાંટી માટીથી દાટી દેવું જોઈએ. આજુબાજુની જમીન પરના ઘાસને પણ સળગાવી દેવું જોઈએ. આ રોગ પશુઓમાથી મનુષ્યોમાં પણ ફેલાય સકે છે. આથી રોગીષ્ઠ પશુના સંપર્કમાં રહેતા લોકોએ યોગ્ય કાળજી લેવી જોઈએ.
આ રોગ અટકાવવા દર વર્ષે જુન માસ દરમ્યાન આ રોગ વિરોધી રસી મુકાવવી જોઈએ. જયાં રોગ થયો હોય ત્યાં ત્રણ વર્ષ સુધી સતત રસીકરણ કરાવવું જોઈએ.


41 - માથાવટુ/ આંત્ર વિષજવર રોગના શું લક્ષણો હોય અને તેના અટકાવ વિષે માહિતી આપશો ?

આ રોગને અમે એન્ટ્રોટોકસેમીયા તરીકે ઓળખીએ છે. આ રોગ મુખ્યત્વે ઘેટાં બકરાંમાં જોવા મળે છે અને લક્ષણોમાં માથા, ચહેરા તથા ગરદનના ભાગે સોજા જોવા મળે છે, ઝાડા થાય છે, આંતરડામાં સોજો આવે છે, હાફ ચડે, નબડું પડી જાય તથા ચકરી ખાઈને પડી જાય છે. આ રોગ અટકાવવા માટે મે જુન માસ દરમ્યાન રસીકરણ કરાવવું જોઈએ. આવા રોગીષ્ટ ઘટાંઓ માટે પાણી તથા ઘાસચારાની અલાયદી વ્યવસ્થા કરવી જોઈએ અને સરસ રીતે વાડાની સફાઈ તથા મળમુત્રનો યોગ્ય નિકાલ કરવો જોઈએ.


42 - ચેપી ગર્ભપાત રોગ કેવી રીતે અન્ય પશુઓમાં ફેલાય છે અને તેને કેવી રીતે અટકાવી શકાય છે?

આ રોગને અમે બ્રુસેલ્લોસીસતરીકે ઓળખીએ છે. આ રોગ ગાય, ભેંસ, ઘેટાં, બકરા તથા ભુંડમાં જોવા મળતો ચેપી રોગ છે. જે બ્રુસેલ્લા પ્રકારના જીવાણુઓથી ઉત્પન્ન થાય છે. આ રોગમાં રોગીષ્ટ પશુઓનાગર્ભાશયના સ્ત્રાવ ધ્વારા જીવાણુઓ વાતાવરણમંા ભળે છે અને વાતાવરણમાં ઘણા લાંબા સમય સુધી જીવીત રહી શકે છે. તંદુરસ્ત પ્રાણીઓમાં પ્રદુષિત ઘાસ પાણી ધ્વારા,આંખો ધ્વારા, ચામડી ધ્વારા આ જીવાણુઓ શરીરમાં દાખલ થાય છે. આ ઉપરાંત રોગીષ્ટ નર કે માદા પશુઓમાં પ્રજનન દ્વારા પણ આ રોગ ફેલાય છે. આ રોગમાં માદા પશુઓમાં ગર્ભાધાન બાદ આ રોગના જીવાણુ ગર્ભાવસ્થાના ૭ થી ૯ માસ ના સમયગાળા દરમ્યાન ગર્ભપાત કરતા જોવા મળે છે. આ ઉપરાંત ગર્ભાશયમાં સોજો આવવો, ઓર ન પડવી તથા એક જ પશુમાં વારંવાર દરેક વેતરે ગર્ભપાત થવો વગેરે ચિન્હો જોવા મળે છે. જયારે નર પશુઓમાં શુક્રપિંડમાં સોજો, તથા વૃષણકોથળી સૂજી જવી તે મુખ્ય લક્ષણો જોવા મળે છે.
આ રોગમાં ૬ માસની ઉંમરની માદા બચ્ચાને જીવન માં ફક્ત એકવાર જ જો રસીકરણ કરવામાં આવે તો તેઓ જયારે પુખ્તતા ધારણ કરે ત્યારે આ રોગ સામેની પ્રતિકારક શકિત પૂરતા પ્રમાણમાં હોઈ રોગ સામે લડી શકે છે. આ રસીનું નામ બૃસેલ્લા '' કોટન સ્ટ્રેઈન૧૯'' છે.


43 - આજકાલ આઉનો સોજો પશુપાલકો માટે એક મોટી સમસ્યા થયો છે તો આ કેવી રીતે થાય અને તેને કેવી રીતે આટકાવી શકાય છે.

આ રોગને અમે મસ્ટાઈટીસ કહીયે છે. આ રોગ અનેક કારણોથી થાય છે. જેવા કે જીવાણુ, વિષાણુ, ફૂગ વગેરે પરંતુ મોટાભાગે જીવાણુથી થતો હોય છે. જીવાણુમાં ખાસ કરીને સ્ટેફાઈલોકોકસ, સ્ટ્રેપ્ટોકોકસ, કોરીનીબેકટેરિયમથી આ રોગ થાય છે.
આ સિવાય અન્ય કારણોને લીધે રોગ થવાની શકયતા વધી જાય છે જેમકે આંચળ પરની ઈજા ,રહેઠાણની ગંદકી, આંચળના સંકોચક સ્નાયુની શિથિલતા, લાંબા અને લટકતા આંચળ, અંગૂઠા વડે આંચળને દબાવીને દૂધ દોહવાની રીત, દુધ દોહનારના હાથની અસ્વચ્છતા, જમીન પર દૂધ દોહતા પહેલાં દૂધની ધાર નાંખવાથી તથા પશુની નબળી રોગપ્રતિકારક શકિત.
આ રોગમાં દૂધગ્રંથી ઉપર એકાએક સોજો આવે, દૂધમાં ધટાડો, દૂધમાં ફોદીઓ વધારે પ્રમાણમાં જણાય, દૂધને બદલે પાણી જેવું ચીકણું અથવા પરૂ નીકળે. કોઈવાર લોહી પણ હોય, સોજાને લીધે પશુને દર્દ થાય, દૂધ દોહવામાં તકલીફ પડે અને પશુ દોહવા માટે સરખુ ઉભુ રહે નહીં. ખોરાક ઓછો લે, શરીર ગરમ જણાય, આંચળ અને આઉ કઠણ થઈ જાય. કોઈવાર આંચળ અને આઉ ઠંડા જણાય.આઉની ત્વચાનો રંગ ભૂરો વાદળી હોય અને ત્વચામાં કાપા જોવામાં આવે અને દૂધને બદલે પ્રવાહી નીકળે (ગેન્ગ્રીન) વગેરે ચિન્હો જોવા મળે છે.
આ રોગ થતાં પહેલા રોગ ઉપર અંકુશ રાખવો ખૂબ જ જરૂરી છે અને તે માટે નીચેના સૂચનોનો અમલ કરવો જરૂર છે.
1. આઉ ને આંચળને કોઈ રીતે જખમ ઈજા ન થાય તેની કાળજી લેવી.
2. પશુઓને બાંધવાનીજગ્યા સાફ રાખવી.
3. આંચળને દોહતા પહેલા તેના પર ચોટેલ છાણ, માટી ધોઈ નાંખવા
4. આંચળ અને આઉને મંદ જંતુનાશક દવાવાળા પાણીથી સાફ કરી સ્વચ્ચ્છ કપડાં વડે કોરા કરી i. દૂધ દોહવું
5. દરેક વખતે દવાવાળા પાણીથી હાથ સાફ કરી કોરા કરવા જરૂરી છે. આ સાફસૂફી માટે પોટેશ્યિમ પરમેગેનેટ દવાનું આછું ગુલાબી પાણી, સેવલોન (૧ ભાગ સેવલોન પ૦૦ ભાગ પાણી) વાપરવા.
6. ખરાબ દૂધ ભોયતળિયા પર ન ખંાતા તેનો યોગ્ય નિકાલ કરવો.
7. રોગવાળા જાનવરને છેલ્લે દોહવું અને દૂધને વપરાશમાં લેવું નહિ.
8. નિયમિત રીતે દરેક પશુના દૂધની તપાસ અને પરીક્ષણ કરતંા રહેવું હિતાવહ છે
9. દૂધ દોહવામાં નિપુણતા કેળવવી જરૂરી છે.
10. દૂધ દોહયા બાદ આંચળને મંદ જંતુનાશક દવાવાળા પાણીમાં ડુબાડવા.
11. જયાં મશીનથી જાનવરો દોહવામાં અવો છે ત્યાં દૂધ દોહવાના મશીનનો યોગ્ય રીતે ઉપયોગ કરવો અને મશીનને વ્યવસ્થિત સાફ કરવું
12. આંચળમાં વસુકાતા પહેલા દવા ચઢાવવી જેથી કરીને વસુકાયેલા કાળ દરમ્યાન ચેપ લાગતો નથી. આમ, આ રોગમંા થોડી વિશેષ કાળજી લેવાથી રોગને અટકાવી શકાય છે. અને દૂધ ઉત્પાદનની ખોટ નિવારી શકાય છે અને પશુપાલકોને થતું આર્થિક નુકશાન ધટાડી શકાય છે.