1 - કેળમાં ફુટતા નવા પીલાના નિયંત્રણ માટે શું કરવુ જોઈએ?
1. મુખ્ય થડની બાજુમાંથી નીકળતા પીલા દાંતરડાથી કાપીને દુર કરવા.
2. ૧ લીટર પાણીમાં ૬૦ ગ્રામ ર,૪-ડી (ફર્નોકઝોન-૮૦ ટકા સોડિયમ સોલ્ટ)નું દ્રાવણ બનાવી તેના ફકત ૩ થી ૫ ટીપાં કાપેલા પીલાના મઘ્યમાં નાંખવાથી પીલા ફરીથી ઉગશે નહી.
3. દ્રાવણનું પ્રમાણ વધારે ૫ડશે તો મુખ્ય છોડના થડને અસર થશે જેનાથી થડ ફાટે છે અને છોડ નમી ૫ડે છે.
4. આ માવજત માટે દાતણની પીછી બનાવી તેને ફર્નોકઝોનના દ્રાવણમાં બોળી તરત જ કાપેલા પીલાના મઘ્યભાગ ૫ર અડાડી દેવાથી યોગ્ય પ્રમાણમાં દ્રાવણની માવજત મળી જાય છે.
કેળ