પાનના ટપકા
1, કેળના પાકમાં નીચેના ટપકાવાળા પાન દર ૧.પ થી ર મહિનાના અંતરે કાપી ખેતરની બહાર કાઢી બાળી નાશ કરવો.
2, નીચેની ફૂગનાશકોમાંથી ગમે તે એકના કેળની રોપણીના આઠ મહિના બાદ મહિનાના અંતરે ચાર છંટકાવની ભલામણ કરવામાં આવે છે.
1, કાર્બેન્ડેઝીમ ૦.પ ગ્રામ / લીટર
2, પ્રોપીકોનાઝોલ ૦.પ મીલી / લીટર
3, પ્રોપીનેબ ર.૦ ગ્રામ / લીટર
4, થાયોફેનેટ મિથાઈલ ૦.પ ગ્રામ
5, હેકઝાકોનાઝોલ ૧.૦ મીલી / લીટર
3, જમીનની નિતાર શકિત વધારવી જેથી ખેતરમાં પાણી ભરાઈ ન રહે અને રોગને અનુકૂળ ભેજ મળે તે પ્રમાણેની વ્યવસ્થા કરવી
સુકારો
1, રોગપ્રતિકારક જાતો જેવી કે રોબુસ્ટાનું વાવેતર કરવું.
2, પાકની ફેરબદલી કરવી.
3, રોગવાળા છોડનો નાશ કરવો અને તે જગ્યાએ કાર્બેન્ડેઝીમ ૧ ગ્રામ /લિટર પાણીના દરે જમીનમાં રેડવું.
4, પીલા વાવતા પહેલા કાર્બેન્ડેઝીમ દવા ૧ ગ્રામ/ લિટર પાણીમાં બોળી પછી રોપવા.
5, ફેરરોપણીનાં પાંચમા, સાતમાં અને નવમાં મહીને કાર્બેન્ડેઝીમ (ર%) નું ૩ મીલી જેટલું દ્રાવણનુ ઈન્જેકશન કંદમાં આપવું.
6, કેળના પીલાને વાવતાં પહેલા લગભગ ર૧ દિવસ પહેલા તૈયાર કરેલ જમીનમાં ૧૦,૦૦૦ કિલો ડાંગરના પરાળના ભૂકા સાથે જૈવિક ફૂગનાશક દવા ટ્રાઈકોડરમા તેમજ સ્યુડોમોનાસ ફલ્યુરોસન ભેળવી આપવાથી સારું નિયંત્રણ મળે છે.
જીવાણુથી થતો સુકારો
1, ઉનાળામાં ઉંડી ખેડ કરી, જમીન તપાવવી
2, રોગમુકત વિસ્તાર / ખેતરમાંથી પીલા મેળવવા
3, જમીનની નિતારશકિત વધારવી
4, પાકની ફેરબદલી કરવી
5, કેળની કાપણીમાં વપરાતાં સાધનોને ૧:૩ પ્રમાણે (ફોમેલીન:પાણી)માં બોળી જીવાણું મુકત કરવા.
6, કેળના કંદના સડાના રોગમાં દર્શાવેલ પીલાની માવજત આપવી.
7, કેળના છોડ પર સ્ટ્રેપ્ટોસાઈકિલન ૧ ગ્રામ કોપર ઓકિસકલોરાઈડ ૧૦ ગ્રામ / ર૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
8, માર્યાદિત ખેડ કરી છોડના મૂળને ઓછી ઈજાઓ થાય તેની કાળજી રાખવી.