1 - પપૈયામાં કઈ જાતનું વાવેતર કરવુ જોઈએ?

• ગુજરાત જૂનાગઢ પપૈયા-૧ (GJP-1)
• તાઈવાનની જાતો જેમ કે ૭૮૬, રેડ લેડી, સ્‍વીટ ચાર્લી વગેરે જાતો


2 - પપૈયા માં વાઈરસ રોગના નિયંત્રણ માટે શું કરવું જોઈએ?

• વિષાણુ રહિત ધરૂ તૈયાર કરવા માટે ૧૦૦ ચો.મી. વિસ્‍તારના ધરૂવાડિયામાં ર૦૦ ગ્રામ ફોરેટ ૧૦ જી દાણાદાર દવા નાંખી જમીનમાં ભેળવી દેવી જેથી મોલો અને સફેદમાખીનું નિયંત્રણ થતા તેમના દ્રારા ફેલાતા વિષાણુ જન્‍ય રોગો મુકત ધરૂ તૈયાર થશે.
• ધરૂવાડિયામાંથી વિષાણુંવાળા છોડને ઉપાડી બાળી નાંખવા.
• ધરૂવાડિયામાંથી ફેરરો૫ણી માટે તંદુરસ્‍ત રોપાઓનો જ ઉ૫યોગ કરવો.
• વિષાણુ જન્‍ય રોગનો ફેલાવો અટકાવવા માટે રોગિષ્‍ટ છોડને ઉખાડી નાશ કરવો. મોલો અને સફેદમાખી જેવી ચૂસિયાં પ્રકારની જીવાતના નિયંત્રણ માટે એસીફેટ ૭૫% દવા ૧૫ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.


3 - પપૈયામાં વધારે ઉત્પાદન લેવા માટે વાવેતર કયારે કરવું જોઈએ?

• પપૈયામાં વધારે ઉત્પાદન લેવા માટે માર્ચ-એપ્રિલ મહિનામાં વાવેતર કરવું જોઈએ.