પપૈયામાં આવતા રોગો અને તેનું નિયંત્રણ

(૧) થડનો કોહવારો

રોગ નિયંત્રણ
1. સારી નિતારશકિત જમીન વાવેતર માટે પસંદ કરવી.
2. રોગિષ્ટ છોડનો સત્વરે ઉપાડી નાશ કરવો.
3. બીજને થાયરમ અથવા મેન્કોઝેબ ૩ ગ્રામ/કિ.ગ્રા. નો પટ આપી વાવણી કરવી.
4. જે જગ્યાએ ધરૂવાડિયું બનાવવાનું હોય તે જમીનનું નીર્જીવીકરણ કરવું અથવા જમીન સુર્યપ્રકાશમાં સારી રીતે તપાવવી.
5. બોર્ડો મિશ્રણ ૧ ટકાનું દ્રાવણ ૩ લિટર પ્રતિ ચો.મી. પ્રમાણે ધરૂવાડિયામાં રેડવું.
6. મોટા છોડના થડની ફરતે પાળા ચડાવવા જેથી થડ સીધા પાણીના સંપર્કમાં ન આવે.

(ર) કાલવ્રણ (એન્થ્રેકનોઝ)
રોગ નિયંત્રણ
1. રોગિષ્ટ પાન દૂર કરી તેનો નાશ કરવો.
2. ફુગનાશક દવા જેવી કે, કાર્બેન્ડાઝીમ (૧૦ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા મેન્કોઝેબ (રપ ગ્રામ/૧૦ લિટર પાણી)નું દ્રાવણ બનાવી છંટકાવ કરવો.
3. ફળ ઉતાર્યા બાદ ફળને ગરમ પાણી (૪૬૦ થી ૪૯૦ સે.) માં ર૦ મિનિટ સુધી ડૂબાડવા.

(૩) ભૂકીછારો
રોગ નિયંત્રણ
1. દ્રાવ્ય ગંઘક (૩૦ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા કાર્બેન્ડાઝીમ (પ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા થાયોફેનેટ મિથાઈલ (૧૦ ગ્રામ/૧૦ લિટર પાણી)માં દ્રાવણ બનાવી છંટકાવ કરવો.

(૪) રીંગ સ્પોટ વાયરસ
(પ) કોકડવા (લીફ કર્લ)
(૬) પાનનો પચરંગીયો
રોગ નિયંત્રણ
1. ઘરૂવાડિયામાં તથા ફેરરોપણી માટે તંદુરસ્ત ધરૂનો ઉપયોગ કરવો.
2. ઉભા પાકમાં આ રોગ જણાય તો રોગિષ્ટ છોડનો સત્વરે ઉખેડી નાશ કરવો.
3. રોગનો ફેલાવો જીવાતીથી થતો હોય અવારનવાર શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ કરવો.