પપૈયાની ખેતી

હવામાન સૂકું હવામાન માફક આવે છે. વધુ ૫ડતી ઠંડી તેમજ ખૂબ જ વરસાદ સહન કરી શકતો નથી.
જમીન સારા નિતારવાળી ભરભરી અને વધારે સેન્દ્રિય તત્‍વવાળી જમીન ઉત્તમ ગણાય છે. ગોરાડુ, બેસર અને મઘ્‍યમકાળી જમીનમાં પપૈયા સારા થાય છે.
જાતો GJP-1, મધુબિંદુ, વોશિંગ્‍ટન, પૂસા ડવાર્ફ, પૂસા જાયન્‍ટ, પૂસા મેજેસ્‍ટી, કોઈમ્‍બતુર-૧, ર, ૩, ૪, ૫, ૬ અને સનરાઈઝ સોલો.
પ્રસર્જન બીજમાંથી ધરુ તૈયાર કરીને
રો૫ણી સમય ફેરરો૫ણી ૪૫ દિવસના અથવા રર.૦ સે.મી. ઉંચાઈ થયેથી માર્ચ થી જૂન માસ સુધી
અંતર ૧.૮×૧.૮ મી., (ડાયોસીયસ જાતો પ્રત્‍યેક ખામણા દીઠ બે-ત્રણ છોડ રો૫વા, જયારે અન્‍ય જાતોમાં પ્રત્‍યેક ખામણે એક છોડ રો૫વો.)
ખાતર નીચે મુજબના ખાતરો રો૫ણ ૫છી ર, ૪, ૬ અને ૮ માસે છોડ દિઠ આ૫વા.
છા.ખા.નાઈટ્રોજનફોસ્‍ફરસપોટાશ
૧૦ કિ.ગ્રા.ર૦૦ ગ્રામર૦૦ ગ્રામર૫૦ ગ્રામ
પિયત શિયાળામાં ૧૦ થી ૧ર અને ઉનાળામાં ૬ થી ૮ દિવસે પાણી આ૫વું.
ઉત્પાદન એક છોડ આશરે ૪૦ થી ૫૦ કિ.ગ્રા. ફળ આપે છે.
પાક સંરક્ષણ થડનો કોહવારોઃ • રોગના નિયંત્રણ માટે થડની ફરતે જમીનથી ૪૦ થી ૫૦ સે.મી.ની ઉંચાઈ સુધી બોર્ડોપેસ્ટ ૧:૧ લગાડવી.
પંચરંગિયોઃ• પાકને અવાર નવાર શોષક પ્રકારની દવાઓનો છંટકાવ કરી, ચૂસિયા જીવાતના ઉ૫દ્રવને અટકાવવાથી આ રોગ થવાની શકયતા ઘણી ઓછી રહે છે.