ચીકુ માં આવતા રોગો અને તેનું નિયંત્રણ

પાનના ટપકાંક/શ્યામ છારો /ફળનો સડો/સુકારો /ચપટી ડાળી
1, પાનના ટપકાં અને શ્યામ છારાનાં નિયંત્રણ માટે મેન્કોઝેબ ૨૭ ગ્રામ /૧૦ લિટર અથવા કાર્બેન્ડાઝીમ ૫ ગ્રામ/૧૦ લિટર અથવા તાંબાયુક્ત ફૂગનાશક ૩૦ ગ્રામ/૧૦ લિટર દવાના ૨૦ દિવસને અંતરે બે છંટકાવ કરવાઈ.
2, સુકારો રોગના નિયંત્રણ માટે ઝાડ દીઠ ૨૦ લિટર પાણીમાં ૨૦ ગ્રામ કાર્બેન્ડાઝીમ દવા અને ૨૦૦ ગ્રામ યુરિયા મેળવી આ દ્રાવણ ઝાડના થડની આજુ બાજુ રેડી દેવું. વીસ થી પચ્ચીસ દિવસના અંતરે બે થી ત્રણ વખત આ માવજત આપવી. .
3, ચપટી ડાળીના નિયંત્રણ માટે રોગીસ્ટ ડાળીઓને કાપીને ભેગી કરીને નાશ કરવો. ત્યારબાદ ઝાડ ઉપર કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. .
4, ઝાડના થડ ફરતે પાણી ભરાઈ રહેવા ન દેવું. પિયતનું નિયમન કરવું. .
5, ખાતરોમાં સેન્દ્રીય તત્વોનો સમાવેશ કરવો. .
6, સુકારા રોગના જૈવિક નિયંત્રણ માટે ટ્રાઇકોડર્માં નામના ફૂગનાશક કલ્ચરને સારા કોહવાયેલા છાણીયા ખાતરમાં ૨.૫ કિગ્રા ટ્રાઇકોડર્મા ૩૦૦ કિગ્રા સેન્દ્રીય ખાતરમાં ભેળવી અવાર નવાર જરૂર મુજબનો ભેજ રાખી મિશ્ર કરતા રહેવું. ત્યારબાદ મહિના પછી આ ફૂગનાશક મિશ્રિત ખાતર જૂન-જુલાઈ મહિનામાં વરસાદ પહેલા ચીકુમાં આપવાથી આશાસ્પદ પરિણામ મળે છે. .
7, ફળના સડાના રોગના નિયંત્રણ માટે બગીચાની સ્વચ્છતા જાળવવી. ફળને ઈજા ન થાય તેની કાળજી લેવી. .