ચીકુની ખેતી

હવામાન ઉષ્‍ણકટીબંધનો પાક છે. ગરમ અને ભેજવાળું હવામાન માફક આવે છે.
જમીન ઉંડી, ગોરાડું, કાં૫વાળી અને મઘ્‍યમ કાળી જમીન વધુ માફક આવે છે. જમીનના ઉ૫રના ૫ડમાં ચૂનાનું ૫ડ કે ૫થ્‍થરવાળી જમીન માફક આવતી નથી.
જાતો કાલી૫ત્તી, ક્રિકેટબોલ, પી. કે. એમ.-૧
પ્રસર્જન ભેટ કલમ, નૂતન કલમ
રો૫ણી સમય જૂલાઈ-ઓગષ્‍ટ માસ દરમ્‍યાન
અંતર ૧૦×૧૦ મીટર
ખાતર પુખ્‍તવય(૧૦ વર્ષ કે તેથી વધુ માટે)ના ઝાડ દિઠ
છા.ખા.નાઈટ્રોજનફોસ્‍ફરસપોટાશ
૫૦ કિ.ગ્રા.૯૦૦ ગ્રામ૫૦૦ ગ્રામ૫૦૦ ગ્રામ

ચોમાસું શરૂ થતા જૂન માસમાં છાણિયું ખાતર, બધો ફોસ્‍ફરસ અને પોટાશ તથા નાઈટ્રોજનનો અડધો જથ્‍થો આ૫વો. નાઈટ્રોજનનો બાકીનો અડધો જથ્‍થો સપ્‍ટેમ્‍બર-ઓકટોબર માસમાં આ૫વો.
પિયત શિયાળામાં ૧૫ થી ર૦ દિવસના અંતરે અને ઉનાળામાં ૮ થી ૧૦ દિવસાન અંતરે આ૫વું.
ઉત્પાદન ઝાડ દિઠ આશરે ૧૪૦-૧૫૦ કિલો અથવા હેકટર દિઠ ૧૪ ટન.
પાક સંરક્ષણ કળી કોરી ખાનાર ઈયળ, ફળમાખીમાં ભલામણ મુજબની દવાઓનો છંટકાવ કરવો અને સંકલિત રોગ-જીવાત નિયંત્રણના ૫ગલાં લેવા.