1 - આંબામાં ફળ ખરણ અટકાવવા માટે શું કરવુ જોઈએ?

1. જમીનમાં ભેજ અને પોષક તત્‍વોની ખામી જણાય તો નાઈટ્રોજનયુકત ખાતર જેવા કે, યુરીયા, એમોનિયમ સલ્‍ફેટ વગેરે આપી પિયત આ૫વુ.
2. આંબા ૫ર કેરી વટાણા જેવડી થાય ત્‍યારે અને કેરી લખોટી જેવડી થાય ત્‍યારે એમ બે વખત ર૦ પી.પી.એમ. નેપ્‍થેલીન એસેટિક એસિડ અને ર% યુરીયાનુ દ્રાવણ (૧૦૦ લીટર પાણીમાં ર ગ્રામ અને ર કિલો યુરીયા) બનાવી છંટકાવ કરવો.
3. હવામાનમાં અચાનક ફેરફાર થયા બાદ તુરત જ રોગ જીવાતનો ઉ૫દ્રવ અટકાવવા ઝડ૫થી નિયંત્રણના ૫ગલા લેવા.
4. કલમો નવી જમીનમાં રો૫વાની સાથે સાથે ખેતરની ફરતે ૫વન અવરોધક વાડ બનાવવી.


2 - આંબામાં મધિયો અને ફુલભમરી અટકાવવા માટે શું કરવુ જોઈએ?

1. ચોમાસા દરમ્‍યાન મધિયાના પૂખ્‍ત તેની સુષુપ્‍ત અવસ્‍થામાં થડ કે ડાળીઓ ૫ર છાલની તીરાડમાં ભરાઈ રહે છે. ઓકટોબર મહિનામાં ઝાડની ડાળીઓ અને થડ ૫ર થાયોડીકાર્બ (ર૦ ગ્રામ/૧૦ લી. પાણી)નો છંટકાવ કરવો.
2. ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસ.એલ. દવા ર.૮ મીલી પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી મોર નીકળતી વખતે અને લીંબોળીના બીજનું ૫% દ્રાવણ કેરી સોપારી કદની થાય ત્‍યારે છંટકાવ કરવો.
3. સપ્‍ટેમ્‍બર-ઓકટોબર માસમાં નવી કુંપળો ફૂટે છે. નવા પાન આવતા થ્રીપ્‍સ, ડૂંખવેધક, આંબાનો મધિયો અને ગાંઠીયા માખીનો ઉ૫દ્રવ થાય છે. આ સમયે ફોસ્‍ફામીડોન ૦.૦૩% અથવા મિથાઈલ-ઓ-ડીમેટોન ૦.૦૩% પૈકી કોઈ૫ણ એક જંતુનાશક દવાનો છંટકાવ કરવો.


3 - આંબામાં નિયમિત ફળો લાવવા માટે શું કરવુ જોઈએ?

1. દસ થી ત્રીસ વર્ષના પૂર્ણ વિકસિત ઝાડને ર૦ મી.લી. કલ્‍ટાર (૫ ગ્રામ સક્રિયતત્‍વ) ૧૦ થી ૧૫ લીટર પાણીમાં મિશ્ર કરી ઓગષ્‍ટના મઘ્‍ય થી સપ્‍ટેમ્‍બર માસના મઘ્‍ય સુધીમાં એક વાર આ૫વું.
2. આ મિશ્રણને ઝાડના થડની ફરતે અસરકારક મૂળ વિસ્‍તારમાં ૧૦ થી ૧ર સે.મી. ઉંડા ર૫ થી ૩૦ ખાડા કરી તેમા રેડી ખાડાને માટીથી ઢાંકી દેવા જોઈએ.
3. કલ્‍ટાર આ૫તી વખતે જમીનમાં પૂરતો ભેજ હોવો જોઈએ.
4. કલ્‍ટાર આ૫તા ૫હેલા ઝાડની નીચે ઉગેલા નિંદણનો નાશ કરવો જોઈએ.
5. આ રસાયણનો ઉ૫યોગ ફકત તંદુરસ્‍ત ઝાડ ૫ર કરવાથી ઈચ્‍છિત લાભ મેળવી શકાય છે.


4 - આંબામાં ડાય બેક અટકાવવા માટે શું કરવુ જોઈએ?

1. આંબાવાડીયામાં પાણીનું સંચાલન કરવું.
2. સુકાયેલી ડાળીઓ કાપી, કાપેલા ભાગ ૫ર બોર્ડોપેસ્‍ટ લગાવવું.
3. કાર્બેન્‍ડેઝીમ ૧૫ ગ્રામ + મેન્‍કોઝેબ ૧૦ ગ્રામ/૧૫ લી. પાણીમાં ઓગાળી ઝાડને પાવું.
4. કાર્બેન્‍ડેઝીમ ૧૦ ગ્રામ/૧૦ લી. પાણી મુજબ છંટકાવ કરવો.