આંબામાં આવતાં રોગો અને તેનું નિયંત્રણ

૧) ભૂકી છારો
આંબામાં મોર ઉપર રોગની શરૂઆત થાય ત્યારે ફુગનાશક દવા જેવી કે ડીનોકેપ ૪૮ ઈ.સી. (૧૦ મિલિ /૧૦ લિટર પાણી ) અથવા હેકઝાકોનાઝોલ પ ઈ.સી. (૧૦ મિલિ /૧૦ લિટર પાણી) અથવા વેટેબલ સલ્ફર ૮૦% વે.પા. (૩૦ ગ્રામ /૧૦ લિટર પાણી) અથવા કાર્બેન્ડાઝીમ પ૦% વે.પા. (પ ગ્રામ /૧૦ લિટર પાણી)માં ભેળવી છંટકાવ કરવો.
ર) વિકૃતિ 
1, રોગિષ્ટ ડાળીઓની છટણી કરી ફુગનાશક દવા કાર્બેન્ડાઝીમ પ૦% વે.પા. (પ ગ્રામ /૧૦ લિટર પાણી) નો છંટકાવ કરવો.
2, ફુગનાશક દવા કાર્બેન્ડાઝીમ પ૦% વે.પા. (૧૦ ગ્રામ / ૧૦ લિટર પાણી ) દ્રાવણ બનાવી ૧૦ થી ૧પ લિટર પ્રમાણે થડની ફરતે જમીનમાં રેડવું.
3, ફકત પ્રમાણિત તંદુરસ્ત રોગમુકત આંબાની કલમોનો નવા વાવેતર માટે ઉપયોગ કરવો.
4, ફુલની વિકૃતિ ઓળખી તેના પુષ્પવિન્યાસનો નાશ કરવો.
5, રોગોથી મુકત હોય તેવા તંદુરસ્ત ઝાડને કલમ બનાવવા પસંદ કરવા.
6, ઓકટોબર માસના પહેલા અઠવાડિયામાં નેપ્થેલીક એસિટિક એસિડ (એન.એ.એ.) ર ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં (ર૦૦ પીપીએમ) ઓગાળી છંટકાવ કરવો.

૩) કાલવ્રણ (એન્થ્રેકનોઝ)
1, રોગિષ્ટ ડાળીઓ પાન ફળ ઝાડ પરથી તેમજ બગીચામાંથી ભેગી કરી નાશ કરવો.
2, કોપર ઓકઝીકલોરાઈડ (૧૦ લિટર પાણીમાં ૩૦ ગ્રામ) અથવા કાર્બેન્ડાઝીમ (૧૦ લિટર પાણીમાં પ ગ્રામ) અથવા થાયોફેનેટ મિથાઈલ (૧૦ લિટર પાણીમાં પ ગ્રામ) નો છંટકાવ કરવો.
૪) અવરોહ મૃત્યુ (ડાયબેક)
1, કલમો બનાવવા તંદુરસ્ત માતૃછોડ / ડાળીઓનો ઉપયોગ કરવો.
2, રોગિષ્ટ ડાળીઓને કાપીને નાશ કરવો અને ત્યારબાદ આ ઝાડ ઉપર કાર્બેન્ડાઝીમ પ૦% વે.પા. (પ ગ્રામ / ૧૦ લિટર પાણી ) નો છંટકાવ કરવો.
પ) તામ્ર ગેરૂ (રેડ રસ્ટ )
1, ભલામણ મુજબ ખાતર અને પાણી આપવું. અપૂરતા પોષણને લીધે રોગની તીવ્રતા વધે છે.
2, આંબાનું વાવેતર વધુ નજીકના અંતરે ન કરતાં ભલામણ કરેલ ઉચિત અંતરે કરવુ.
3, ફુગનાશક દવા જેવી કે મેન્કોઝેબ ૭પ% વે.પા. (રપ ગ્રામ /૧૦ લિટર પાણી ) અથવા કાર્બેન્ડાઝીમ પ૦% વે.પા. (પ ગ્રામ /૧૦ લિટર પાણી) અથવા કોપર ઓકઝીકલોરાઈડ પ૦% વે.પા.(૪૦ ગ્રામ/ ૧૦ લિટર પાણી) માં ભેળવી છંટકાવ કરવો.
૬) વાંદો
1, વાંદાયુકત ડાળીઓનો ગાંઠ સાથે કાપીને નાશ કરવો.
2, ઝાડ પરના કપાયેલા ભાગ ઉપર બોર્ડો પેસ્ટ અથવા ડામર લગાડવો અથવા બોર્ડો મિશ્રણનો છંટકાવ કરવો
૭) ફળનો સડો
1, ફળો ઉતારતી વખતે જખમો ન થાય અને જમીન સાથે ઘસાય નહીં તેની કાળજી રાખવી.
2, ફળોને ડીંચા સાથે તોડીને વેચાણમાં મૂકવા.
3, કેરીને ઉતાર્યા બાદ બગીચામાં લાંબા સમય માટે રાખવી નહીં.
4, આંબા પરની કેરી વેડવાના ૧પ થી ર૦ દિવસ પહેલા કાર્બેન્ડાઝીમ પ૦% વે.પા. (પ ગ્રામ / ૧૦ લિટર પાણીમાં)નો છંટકાવ કરવામાં કેરી ઉતાર્યા બાદ ફળના સડાનું પ્રમાણ ઘટે છે.
5, ફળોને ૯ થી ૧૦° સે. જેટલા નીચા તાપમાને રાખવાથી સડો લાગતો નથી.