ખાતર વ્યવસ્થાપન
જમીન તૈયાર કરતી વખતે હેકટરે ર૦ ટન છાણીયું ખાતર આપવું. સુધારેલ જાતો માટે ૭પ : ૩૭.પ : ૬ર.પ ના.ફો.પો. તથા હાઈબ્રીડ જાતો માટે ૧ર૦ : ૬૦ : ૮૦ ના. ફો. પો. પ્રતિ હેકટરે આપવું. આમાથી બધો ફોસ્ફરસ તથા પોટાશ ફેરરોપણી સમયે પાયાના ખાતર તરીકે આપવો. નાઈટ્રોજન ખાતર બે સરખા હપ્તામાં વાવણી બાદ ૩૦ તથા પ૦ દિવસે આપવું. આ ઉપરાંત બોરીક એસીડ, ઝીંક સલ્ફેટ, કોપર સલ્ફેટ, ફેરસ સલ્ફેટ, મેન્ગેનીઝ સલ્ફેટ દરેકનું ૧૦૦ પી.પી.એમ. અને એમોનીયમ મોલીબ્લેડમ પ૦ પી.પી.એમ. નું માઈક્રો ન્યુટ્રીયન્ટ મીકચરનો ફેરરોપણી બાદ ૪૦, પ૦ અને ૬૦ દિવસે ભલામણ કરેલ રાસાયણીક ખાતર ઉપરાંત આપવાથી વધારે ઉત્પાદન મેળવી શકાય છે.
ટામેટા