ધરૂ ઉછેર
એક હેકટરના વાવેતર માટે ૧પ૦ ચો.મી.ના ધરૂવાડીયાની જરૂરીયાત રહે છે. આ માટે ધરૂવાડીયામાં ૧ ટન છાણીયુ ખાતર, પ કિલો દિવેલીનો ખોળ, પ કિલો ડીએપી તથા રપ૦ ગ્રામ ફોરેટ ૧૦ જી. દવા ધરૂવાડીયુ તૈયાર કરતી વખતે જમીનમાં ભેળવવું. ત્યારબાદ ૪ × ૧ ચોરસ મીટરના કયારા બનાવવા. હાઈબ્રીડ ટમેટા માટે હેકટરે ૧પ૦ થી ર૦૦ ગ્રામ તેમજ અન્ય જાતો માટે હેકટરે ૩૦૦ થી ૩પ૦ ગ્રામ બીજની જરૂરીયાત રહે છે. બીજ વાવેતર બાદ હળવું પિયત આપવું. ધરૂ ઉછેર દરમ્યાન પાક સંરક્ષણના પુરતા પગલાં લેવા. ધરૂ જયારે ૩૦ થી ૩પ દિવસના ૧પ થી રપ સે.મી. ઉંચાઈના થાય ત્યારે ફેરરોપણી કરવી.
ટામેટા