જમીન અને આબોહવા
આબોહવા :
ટમેટાનાં પાકને મઘ્યમ માફકસરની આબોહવા અનુકુળ આવે છે. મઘ્યમ ગરમ વાતાવરણમાં છોડની વૃઘ્ધિ સારી થાય છે. અતિશય ગરમીને લીધે છોડની વૃઘ્ધિ તેમજ ફળો બેસવા પર માઠી અસર થાય છે. ફળ બેસવાના સમયે ઠંડીની જરૂર રહે છે.
જમીન :
ટમેટાના પાકને ગોરાડુ, મઘ્યમ કાળી અથવા ભાઠાવાળી જમીન કે જેની નિતારશકિત સારી હોય તેમજ સેન્દ્રિય તત્વ પુરતા પ્રમાણમાં હોય તેવી ફળદ્રુપ જમીન વધુ માફક આવે છે.
ટામેટા