(અ) રોગો
(૧) પાનનો સુકારોઃ
પાન ઉપર કથ્થાઈ રંગના કાટખૂણિયા ટપકા થાય છે. રોગ દેખાતા તુરત જ મેન્કોઝેબ ૭પ ટકા વે. પા. ર૭ ગ્રામ/૧૦ લીટર પાણીમાં અથવા કલોરોથેલોનીલ ૭પ ટકા વે. પા. ર૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાં અથવા કોપર હાઈડ્રોકસાઈડ ૭૭ ટકા વે.પા. ર૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી ૧૦ દિવસના અંતરે ૩ થી ૪ છંટકાવ કરવાં.
(ર) પાનનો કોકડવા:
પાન કોકડાય જાય, ખરબચડા તથા જાડા થઈ જાય છે. આ રોગ સફેદ માખીથી ફેલાય છે. જેના નિયંત્રણ માટે ધરૂવાડિયાને બીજ વાવ્યા બાદ ૩૦ દિવસ સુધી ૪૦ મેશની નાયલોનની જાળીથી ઢાંકી રાખવા અને ફેરરોપણી બાદ કાર્બોફયુરાન ૩ જી દાણાદાર દવા આશરે પ ગ્રામ પ્રમાણે છોડ દીઠ રીંગ પઘ્ધતિથી આપવી. કોકડવાની શરૂઆત થાય ત્યારે ટ્રાયઝોફોસ ૪પ ટકા ઈસી ર૦ મિ.લિ./૧૦ લીટર પાણીમાં અથવા ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ ટકા એસ. એલ. ૩ મિ. લિ. /૧૦ લીટર પાણીમાં અથવા એઝાડીરેકટીન તત્વ આધારીત દવા ૪૦ મિ.લિ./૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
(૩) સ્પોટેડ વિલ્ટ વાયરસ:
વિષાણુથી થતા આ રોગનો ફેલાવો થ્રિપ્સ જીવાતથી થાય છે. રોગવાળા છોડ જાંબુડીયા રંગના દેખાય છે.પાન જાડા થઈ જાય અને ફળ ઓછા બેસે છે. ધરૂવાડિયામાં બીજ ઉગ્યા બાદ ૭ દિવસે ફોરેટ ૧૦ જી દાણાદાર દવા હેકટરે ૧પ કિ.ગ્રા. પ્રમાણે આપવું. થ્રિપ્સ જીવાતના નિયંત્રણ માટે નિયમિત ૮ થી ૧૦ દિવસના અંતરે શોષક પ્રકારની ભલામણ કરેલ કીટનાશક દવા છાંટવી. પાકની ફેરરોપણી પછી ૧પ થી ૩૦ દિવસે કાર્બોફયુરાન ૩ જી ૧.પ કિ.ગ્રા. સક્રિય તત્વ પ્રતિ હેકટર પ્રમાણે આપવું.
(૪) જીવાણુથી થતો ટપકાનો રોગ:
આ રોગ સામાન્ય રીતે ઓગષ્ટ થી નવેમ્બર માસ દરમ્યાન જોવા મળે છે જેમા પાન, પર્ણદંડ, થડ અને ફળ ઉપર શરૂઆતમાં નાના મોટા ટપકાં થાય છે. ધરૂવાડીયા કે ખેતરમાં રોગ દેખાય ત્યારે ૧૦ લિટર પાણીમાં ૧.૦ ગ્રામ સ્ટ્રેપ્ટોસાઈકલીન + ૧૦ ગ્રામ તાંબાયુકત ફૂગનાશક દવાનું મિશ્રણ ઓગાળી છંટકાવ કરવો.
(પ) ગંઠવા કૃમિ:
ઉનાળામાં ઉંડી ખેડ કરી જમીન તપાવવી અને લાંબાગાળાની પાકની ફેરબદલી કરવી. સારા કોહવાયેલા છાણિયા ખાતર કે દિવેલી અથવા રાયડાના ખોળનો વધુ ઉપયોગ કરવો. મરઘા-બતકાના ખાતરનો ત્રણ ટન પ્રતિ હેકટરે ફેરરોપણીના પંદર દિવસ અગાઉ જમીનમાં આપવું. રોપણી બાદ ૧૦ થી ૧પ દિવસે ફોરેટ ૧૦ જી અથવા કાર્બોફયુરાન ૩ જી ૧ કિ.ગ્રા. સક્રિય તત્વ પ્રતિ હેકટર પ્રમાણે છોડની ફરતે જમીનમાં રીંગ કરી આપવું.
(બ) કિટકો :
(૧) પાન કોરીયુ:
નર્સરી અવસ્થાએ પાનમાં બે પડ વચ્ચે સર્પાકારે કોરી ખાય છે. આ જીવાતનાં નિયંત્રણ માટે બીજને વાવતા પહેલા થાયોમીથોકઝામ ૭૦ ટકા ડબલ્યુ એસ ૪.પ ગ્રામ અથવા ઈમીડાકલોપ્રીડ ૭૦ ટકા ડબલ્યુ એસ ૭.પ ગ્રામ પ્રતિ કિલો ગ્રામ બીજ પ્રમાણે બીજ માવજત આપવી. ધરૂવાડીયામાં કાર્બોફયુરાન ૩ ટકા જી દવા હેકટરે ૩૦ કિ.ગ્રા. પ્રમાણે આપવી. ઉભા પાકમાં નુકસાન જોવા મળે તો મિથાઈલ ઓ ડિમેટોન રપ ટકા ઈસી ૧૦ મિ. લિ. /૧૦ લીટર પાણીમાં અથવા ડાયમીથોએટ ૩૦ ટકા ઈસી ૧૦ લીટર પાણીમાં ૧૦ મિ.લિ. અથવા ડી.ડી.વી.પી. પ મિ.લિ. ૧૦ લીટર પાણીમાં નાખીને છંટકાવ કરવો.
(ર) સફેદ માખી:
બીજને વાવતા પહેલા થાયોમીથોકઝામ ૭૦ ટકા ડબલ્યુ એસ ૪.પ ગ્રામ અથવા ઈમીડાકલોપ્રીડ ૭૦ ટકા ડબલ્યુ એસ ૭.પ ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજ પ્રમાણે બીજ માવજત આપવી. ઉભા પાકમાં નુકસાન જોવા મળે તો લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો પ૦૦ ગ્રામ અથવા લીમડા આધારીત તૈયાર દવા ર૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧પ ઈસી) અથવા લીમડાનું તેલ પ૦ મિ.લિ. અથવા ટ્રાયઝોફોસ ૪૦ ટકા ઈસી ર૦ મિ.લિ. અથવા ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ ટકા એસ. એલ. ૩ મિ. લિ. /૧૦ લીટર પાણીમાં અથવા ડાયફેન્થ્યુરોન પ૦ વે.પા. ૧૦ ગ્રામ દવાને ૧૦ લીટર પાણીમાં ભેળવી વારાફરતી છંટકાવ કરવો.
(૩) ફળ કોરી ખાનાર ઈયળ:
ફળો કોરીને અંદરનો ભાગ ખાય છે. ફળમાં કાણા પડે છે. આ ઈયળનાં નિયત્રણ માટે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો પ૦૦ ગ્રામ અથવા લીમડા આધારીત તૈયાર દવા ર૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧પ ઈસી) અથવા લીમડાનું તેલ પ૦ મિ.લિ. અથવા કિવનાલફોસ રપ ટકા ઈસી ર૦ મિ.લિ. અથવા ઈન્ડોકઝાકાર્બ ૧પ.૮ ઈસી ૧૦ મિ.લિ. અથવા કલોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.પ ટકા ૩ મી.લી. અથવા ફલુબેન્ડીયામાઈડ ૪૮૦ એસ.સી. ૩ મી.લી. અથવા સ્પીનોસાડ ૪પ ટકા એસ.સી. ૩ મી.લી. પૈકી કોઈપણ એક દવા ૧૦ લીટર પાણીમાં નાખીને વારાફરતી છંટકાવ કરવો. આ ઉપરાંત ફેરરોપણીના એક મહિના બાદ હેકટરે ૪૦ મુજબ ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરવો. પાકને ફરતા હજારી ગલગોટાનું વાવેતર કરવું.