પિયત વ્યવસ્થાપન

            ફેરરોપણી બાદ તુરત પ્રથમ પિયત આપવું, ત્‍યારબાદ ચોથા દિવસે બીજુ પિયત આપવું. ત્‍યારપછી શિયાળામાં ૮ થી ૧૦ દિવસે તેમજ ઉનાળુ ઋતુમાં પ થી ૬ દિવસે જમીનની પ્રત પ્રમાણે પિયત આપવા. રીંગણાના પાકમાં ડ્રીપ ઈરીગેશન અપનાવવાથી અંદાજે ર૪ થી રપ ટકા પાણીનો બચાવ થાય છે. આ માટે બે લેટરલ વચ્‍ચે ૧૮૦ સે.મી. તથા બે ડ્રીપર વચ્‍ચે ૧ર૦ સે.મી. અંતર રાખવાની ભલામણ છે. જે માટે દર ત્રીજા દિવસે નવેમ્‍બર માસમાં પ.પ કલાક ડીસેમ્‍બર થી ફેબ્રુઆરીમાં  ૪.પ કલાક, માર્ચમાં ૬.૪પ કલાક તથા એપ્રિલમાં ૮.૪પ કલાક ડ્રીપથી પિયતની ભલામણ છે. જયારે સીધા પિયતમાં ઓકટોબરમાં ૭ થી ૮ દિવસે, નવેમ્‍બરમાં ૮ થી ૧૦ દિવસે ડીસેમ્‍બરથી ફેબ્રુઆરી ૧૦ થી ૧ર દિવસે તથા માર્ચ માસમાં ૬ થી ૮ દિવસનાં અંતરે પિયતની ભલામણ છે.