વાવેતર સમય તથા ફેરરોપણી
ધરૂવાડીયામાં ધરૂનું વાવેતર ચોમાસુ પાક માટે જુન માસ, શિયાળુ પાક માટે ઓગસ્ટ-સપ્ટેમ્બર માસ માં તથા ઉનાળુ ઋતુ માટે જાન્યુઆરીમાં વાવેતર કરવું. ચોમાસુ પાક માટે જુલાઈ માં તથા શિયાળુ પાક માટે સપ્ટેમ્બર-ઓકટોબર માસમાં ફેરરોપણી કરવી. જમીન તૈયાર કરતી વખતે હેકટરે ર૦ ટન છાણીયું ખાતર આપવું. રીંગણનાં ધરૂ ૩પ થી ૪૦ દિવસનાં થાય ત્યારે જમીનની ફળદ્રુપતા ઘ્યાને લઈ ૯૦ × ૬૦ સે.મી. અથવા તો ૯૦ × ૪પ સે.મી. ના અંતરે ફેરરોપણી કરવી.
રીંગણ