ખાતર વ્યવસ્થાપન

 જમીન તૈયાર કરતી વખતે હેકટરે ર૦ ટન છાણીયું ખાતર આપવું. જયારે રાસાયણિક ખાતરોમાં૧૦૦ : ૩૭.પ : ૩૭.પ કિ.ગ્રા. ના : ફો : પો ની ભલામણ છે. આમા ૩૭.પ  કિલો ફોસ્‍ફરસ (૮૧ કિલો ડીએપી) તથા ૩૭.પ કિ.ગ્રા. પોટાશ (૬પ કિલો મ્‍યુરેટ ઓફ પોટાશ) પાયાના ખાતર તરીકે આપવા. પૂર્તિ ખાતર તરીકે પ૦ કિ.ગ્રા. નાઈટ્રોજન(૧૧૦ કિલો યુરીયા)નો પ્રથમ હપ્‍તો, ફેરરોપણી બાદ ૩૦ દિવસે તથા બીજો હપ્‍તો ફુલ આવવાના સમયે આપવો.