જમીન અને આબોહવા

આબોહવા

            ગુજરાત રાજયમાં રીંગણનું વાવેતર બધી ઋતુઓ દરમ્‍યાન કરી શકાય છે. સામાન્ય રીતે પાકનીશરૂઆતની વૃઘ્‍ધિ માટે ગરમ હવામાન તેમજ ફળ બેસવા માટે તેમજ ફળની વૃઘ્‍ધિ માટે ઠંડી અને સુકી આબોહવા વધુ માફક આવે છે.

જમીન  :

        રીંગણના પાકને ગોરાડુ, મઘ્‍યમ કાળી અથવા ભાઠાવાળી જમીન કે જેની નિતારશકિત  સારી હોય તેમજ સેન્દ્રીયતત્‍વ પુરતા પ્રમાણમાં હોય તેવી ફળદ્રુપ જમીન વધુ માફક આવે છે.