રીંગણ ની ભલામણો

૧) રીંગણાના પાક વાવતા ખેડુંતો માટે મલ્‍ટિમાઈક્રોન્‍યુટ્રીઅન્‍ટ આ૫વાની ભલામણ
દક્ષિણ સૌરાષ્‍ટ્ર ખેત આબોહવાકિય વિસ્‍તારમાં મઘ્‍યમ કાળી ચુનાયુકત જમીનમાં મોડી ચોમાસુ ઋતુમાં રીંગણાનું વાવેતર કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, રીંગણાના પાકમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતર (૧૦૦-૩૭.૫-૩૭.૫ ના-ફો-પો કિ.ગ્રા./હે.) ઉ૫રાંત જમીન ચકાસણી મુજબ સૂક્ષ્મતત્‍વોને પાયામાં આ૫વાથી અથવા મલ્‍ટી-માઈક્રોન્‍યુટ્રીઅન્‍ટ ગ્રેડ-૪ (લોહ-મેન્‍ગેનીઝ-ઝીંક- કો૫ર- બોરોન, ૪.૦ - ૧.૦ - ૬.૦ - ૦.૫ - ૦.૫ ટકા) ના ૧ ટકા દ્રાવણનો ફેર રો૫ણી બાદ ૪૫, ૬૦ અને ૭૫ દિવસે છંટકાવ કરવાથી રીંગણાનું વધુ ઉત્પાદન અને ચોખ્‍ખો નફો મેળવી શકાય છે.