રીંગણની ખેતી
| હવામાન | ગુજરાત રાજયમાં રીંગણનું વાવેતર બધી ઋતુઓ દરમ્યાન કરી શકાય છે. સામાન્ય રીતે પાકની શરૂઆતની વૃઘ્ધિ માટે ગરમ હવામાન તેમજ ફળ બેસવા માટે તેમજ ફળની વૃઘ્ધિ માટે ઠંડી અને સુકી આબોહવા વધુ માફક આવે છે. |
| સુધારેલી જાતો | ગોળ ફળની જાતો : ગુજ. લીલા ગોળ રીંગણ-૧, ગુજ. નવસારી ગોળ રીંગણ-૧, ગુજ. જુનાગઢ રીંગણ-૩ અને ગુજ. ગોળ રીંગણ-૫ લાંબા તેમજ લંબગોળ ફળની જાતો: ગુજ. લાંબા રીંગણ-૧, ગુજ. લંબગોળ રીંગણ-૧, ગુજ. જુનાગઢ રીંગણ-૨ અને ગુજ. જુનાગઢ લાંબા રીંગણ-૪ હાઈબ્રીડ જાતો : જી.બી.એચ.-૧, જી.બી.એચ.-ર, પુસા હાઈબ્રીડ-પ, પુસા હાઈબ્રીડ-૬, જી.એ.બી.એચ.-3 અને જી.જે.બી.એચ.-૪ |
| ધરૂ ઉછેર : | એક હેકટરના વાવેતર માટે ૧પ૦ ચો.મી.ના ધરૂવાડીયાની જરૂરીયાત રહે છે. આ માટે ધરૂવાડીયામાં ૧ ટન છાણીયુ ખાતર, પ કિલો દિવેલીનો ખોળ, પ કિલો ડીએપી તથા રપ૦ ગ્રામ ફોરેટ ૧૦ જી. દવા ધરૂવાડીયુ તૈયાર કરતી વખતે જમીનમાં ભેળવવું. ત્યારબાદ ૪ × ૧ મીટરના કયારા બનાવવા. હાઈબ્રીડ રીંગણ માટે હેકટરે ર૦૦ થી રપ૦ ગ્રામ તેમજ અન્ય જાતો માટે હેકટરે ૩૦૦ થી ૩પ૦ ગ્રામ બીજની જરૂરીયાત રહે છે. બીજ વાવેતર બાદ હળવું પિયત આપવું. ધરૂ ઉછેર દરમ્યાન પાક સંરક્ષણના પુરતા પગલાં લેવા. |
| વાવેતર સમય તથા ફેરરોપણી : | ધરૂવાડીયામાં ધરૂનું વાવેતર ચોમાસુ પાક માટે જુન માસ, શિયાળુ પાક માટે ઓગસ્ટ-સપ્ટેમ્બર માસ માં તથા ઉનાળુ ઋતુ માટે જાન્યુઆરીમાં વાવેતર કરવું. ચોમાસુ પાક માટે જુલાઈ માં તથા શિયાળુ પાક માટે સપ્ટેમ્બર-ઓકટોબર માસમાં ફેરરોપણી કરવી. જમીન તૈયાર કરતી વખતે હેકટરે ર૦ ટન છાણીયું ખાતર આપવું. રીંગણનાં ધરૂ ૩પ થી ૪૦ દિવસનાં થાય ત્યારે જમીનની ફળદ્રુપતા ઘ્યાને લઈ ૯૦ × ૬૦ સે.મી. અથવા તો ૯૦ × ૪પ સે.મી. ના અંતરે ફેરરોપણી કરવી. |
| ખાતર : | જમીન તૈયાર કરતી વખતે હેકટરે ર૦ ટન છાણીયું ખાતર આપવું. જયારે રાસાયણિક ખાતરોમાં ૧૦૦ : ૩૭.પ : ૩૭.પ કિ.ગ્રા. ના/ફો/પો ની ભલામણ છે. આમા ૩૭.પ કિલો ફોસ્ફરસ (૮૧ કિલો ડીએપી) તથા ૩૭.પ કિ.ગ્રા. પોટાશ (૬પ કિલો મ્યુરેટ ઓફ પોટાશ) પાયાના ખાતર તરીકે આપવા. પૂર્તિ ખાતર તરીકે પ૦ કિ.ગ્રા. નાઈટ્રોજન(૧૧૦ કિલો યુરીયા)નો પ્રથમ હપ્તો, ફેરરોપણી બાદ ૩૦ દિવસે તથા બીજો હપ્તો ફુલ આવવાના સમયે આપવો. |
| આંતરખેડ તથા નિંદામણ : | પાકની શરૂઆતની અવસ્થામાં જરૂર પ્રમાણે ૩ થી ૪ વખત આંતરખેડ કરવી તેમજ જરૂરીયાત મુજબ પ થી ૬ નિંદામણ કરવાં. મજુરોની અછત હોય તો ફેરરોપણી પહેલા પેન્ડીમેથાલીન નિંદણ નાશક દવા ૦.પ કિલો a.i./ha (૪૦ મિ.લી. / ૧૦ લીટર) + ફેરરોપણી બાદ ૩૦ દિવસે એક વખત નિંદામણ કરવાની ભલામણ છે. |
| પિયત : | ફેરરોપણી બાદ તુરત પ્રથમ પિયત આપવું, ત્યારબાદ ચોથા દિવસે બીજુ પિયત આપવું. ત્યારપછી શિયાળામાં ૮ થી ૧૦ દિવસે તેમજ ઉનાળુ ઋતુમાં પ થી ૬ દિવસે જમીનની પ્રત પ્રમાણે પિયત આપવા. રીંગણાના પાકમાં ડ્રીપ ઈરીગેશન અપનાવવાથી અંદાજે ર૪ થી રપ ટકા પાણીનો બચાવ થાય છે. આ માટે બે લેટરલ વચ્ચે ૧૮૦ સે.મી. તથા બે ડ્રીપર વચ્ચે ૧ર૦ સે.મી. અંતર રાખવાની ભલામણ છે. જે માટે દર ત્રીજા દિવસે નવેમ્બર માસમાં પ.પ કલાક ડીસેમ્બર થી ફેબ્રુઆરીમાં ૪.પ કલાક, માર્ચમાં ૬.૪પ કલાક તથા એપ્રિલમાં ૮.૪પ કલાક ડ્રીપથી પિયતની ભલામણ છે. જયારે સીધા પિયતમાં ઓકટોબરમાં ૭ થી ૮ દિવસે, નવેમ્બરમાં ૮ થી ૧૦ દિવસે ડીસેમ્બરથી ફેબ્રુઆરી ૧૦ થી ૧ર દિવસે તથા માર્ચ માસમાં ૬ થી ૮ દિવસનાં અંતરે પિયતની ભલામણ છે. |
| અન્ય માવજત : : | રવિ ઋતુમાં રીંગણીમાં ફૂલ બેસતી વખતે ર-૪ ડી ૪ પીપીએમ નો પ્રથમ છંટકાવ કરવો ત્યારબાદ બીજો છંટકાવ ત્રણ અઠવાડીયા પછી કરવાથી રીંગણીમાં ફળ બેસવાનું પ્રમાણ વધે છે. અને પરિણામે ઉત્પાદનમાં વધારો થાય છે. |
| રીંગણની વીણી અને ઉત્પાદન : | રીંગણની જાત પ્રમાણે પ્રથમવીણી ફેરરોપણી બાદ ૬૦ થી ૭૦ દિવસે આવે છે. અઠવાડીયામાં બે વીણી કરવી. સામાન્ય રીતે ર૦ થી રર વીણી કરવી. રીંગણનું હેકટરે સરેરાશ ઉત્પાદન રપ થી ૩૦ ટન મળે છે. |
રીંગણ