(અ) રોગો:
(૧) લઘુપર્ણનો રોગ:
છોડ ઉપર પાનની સંખ્યા વધી જાય છે તેમજ નાના પાનના ગુચ્છા થઈ જાય છે ફુલ બેસતા નથી. આના નિયંત્રણ માટે રોગિષ્ટ છોડને ઉપાડી નાશ કરવો. રોપણી સમયે છોડની ફરતે હેકટરે ૧૦ કિ.ગ્રા. ફોરેટ-૧૦ જી અથવા કાર્બોફયુરાન ૩ જી હેકટરે રપ કિ.ગ્રા. આપવું. પાક નિંદામણ મુકત રાખવો તથા ચુસિયા પ્રકારની જીવાતોનાં નિયંત્રણ માટે રોપણી પછી ૧૫ દિવસે કાર્બોફયુરાન૩ જી હેકટરે ૩૩ કિ.ગ્રા./હે. પ્રમાણે છોડની ફરતે આપવુ અને ૧૦ થી ૧૨ દિવસના અંતરે ડાયમીથોએટ ૩૦% ઇસી અથવા મિથાઇલ-ઓ-ડીમેટોન ૧૦ મીલી/૧૦ લી. અથાવા થાયોમિથોકઝામ ૪ ગ્રામ/ ૧૦ લી. પાણીમાં ઓગાળી વારાફરતી જરૂર મુજબ છંટકાવ કરવો.
(બ) કિટકો :
(૧) ચુસિયા પ્રકારની જીવાત:
પાકની શરૂઆતની અવસ્થાએ મોલોમશી, તડતડીયા તથા સફેદ માખી જેવા કિટકો પાનમાંથી રસ ચુસી નુકશાન કરે છે. જેના નિયંત્રણ માટે ડાયમીથોએટ ૧૦ લીટરમાં ૧૦ મિ.લી. અથવા મેલાથીયોન ૧૦ લીટરમાં ૧૦ મિ.લી. અથવા ટ્રાયઝોફોસ ૪૦% ઇસી. ૨૦ મીલી અથવા ડાયફેન્થ્યુરોન ૫૦ વે.પા. ૧૦ ગ્રામ દવા ૧૦ લી. પાણીમાં ઓગાળી વારાફરતી જરૂર મુજબ છંટકાવ કરવો.
(ર) ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળ:
આ ઈયળ શરૂઆતની અવસ્થામાં ડુંખમાં ભરાઈને નુકશાન કરે છે. ત્યારબાદ જયારે ફળો બેસે ત્યારે ફળમાં પેસીને ફળને નુકશાન કરે છે. આના નિયંત્રણ માટે ઉપદ્રવ પામેલ ડુંખો તથા ફળો વીણી તેનો નાશ કરવો. ત્યારબાદ ક્વિનાલફોસ ૨૫% ઇસી ૨૦ મીલી,એમામેકટીન બેન્ઝોએટ ૫ એસ.જી. ૩ ગ્રામ, કલોરન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫% એસ.સી. ૩ મીલી અથવા ડીડીવીપી ૭૬ ઇસી ૭ મિ.લી. દવા ૧૦ લી. પાણીમાં ઓગાળી વારાફરતી જરૂર મુજબ છંટકાવ કરવો.