શેરડી પાકના સંશોધનની કામગીરી ઈ.સ. ૧૯પ૮-પ૯ ની સાલમાં જયારે બોમ્બે સ્ટેટ હતુ તે દરમિયાન વિભાગીય શેરડી સંશોધન કેન્દ્ર, વ્યારા અને મુખ્ય શેરડી સંશોધન કેન્દ્ર, કોડીનાર ખાતે કાર્યરત કરવામાં આવેલ હતુ. ત્યાર બાદ ઈ.સ.૧૯૭ર ની સાલમાં જયારે ગુજરાત ક'ષિ યુનિવર્સિટી, અસ્તિત્વમાં આવી હતી ત્યારે શેરડી સંશોધનની મુખ્ય કામગીરી જુનાગઢ ખાતેના ટેકનીકલ માર્ગદર્શન હેઠળ થતી હતી. જુનાગઢ જીલ્લામાં શેરડીના પાકનુ મુખ્યત્વે ઉના, કોડીનાર, તાલાલા તથા વેરાવળ તાલુકામાં વાવેતર થતું હોય ઈ.સ. ર૦૦૦ ના જુન માસમાં જુનાગઢ ખાતે રહેલ સંશોધન વૈજ્ઞાનિક અને તેને સંલગ્ન જગ્યાઓ મુખ્ય શેરડી સંશોધન કેન્દ્ર, કોડીનાર ખાતે શીફટીંગ કરી કાર્યરત કરવામાં આવેલ. ગુજરાતમાં ઉત્પાદન વધારવા માટે જુનાગઢ ક'ષિ યુનિવર્સિટીનું કોડીનાર કેન્દ્ર ગુજરાતમાં મુખ્ય શેરડી સંશોધન કેન્દ્ર છે. આ કેન્દ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર એગ્રો-કલાઈમેટીક ઝોન- ૭ ની દક્ષિણ તટવર્તીય પટ્ટીમાં સ્થીત છે. મુખ્ય શેરડી સંશોધન કેન્દ્ર, કોડીનાર શહેરથી પ કિલો મીટર દુર આવેલ છે. અને જુનાગઢથી ૧૩૬ કિલો મીટર આવેલ છે.
મુખ્ય શેરડી સંશોધન કેન્દ્ર,કોડીનાર
શેરડી