અન્ય ખેતકાર્યો

શેરડીની રોપણી પછી ત્રીજા મહિને હલકા કદના તથા પાંચમાં મહિને ભારે કદના પાળા ચઢાવવા. શેરડીનો વધુ ઉતારો  તેમજ ખાંડનું પ્રમાણ વધારવા રોપણી બાદ , અને૮ મહીને એમ ત્રણ વખત શેરડીના પાકના રપ ટકા પર્ણો (શેરડીના સાંઠા ઉપરના કુલ પર્ણોના નીચેથી ચોથા ભાગના પર્ણો જે સુકાયેલ છે) કાઢવાની ભલામણ છે. આમ કરવાથી ભીંગડાવાળી જીવાત, મીલીબગ વિગેરે જીવાતનું પરોપજીવી જીવાતો વડે અસરકારક નિયંત્રણ થઈ શકે છે. ખેતરમાં શેરડીની પતરી બાળવાની સલાહ આપવામાં આવતી નથી.