* શેરડીનો પાક ૪ થી પ મહીનાનો થાય ત્યાં સુધી અવશ્યપણે નિંદામણ મુકત રાખવો. બે થી ત્રણ વખત હાથથી નિંદામણ કરવું અને દરેક નિંદામણ બાદ આંતરખેડ કરવી.
* હાથથી નિંદામણની અવેજીમાં નીચે જણાવ્યા મુજબના નિંદામણ નાશકો પૈકીના કોઈપણ એકનો હેકટર દીઠ ૬૦૦ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. એટ્રાઝીન ર કિ.ગ્રા. સ.ત./હેકટર પ્રમાણે શેરડી ઉગ્યા પહેલા અને ર,૪-ડી (સોડીયમ સોલ્ટ) ૧ કિ.ગ્રા. સ.ત./હેકટર પ્રમાણે રોપણી બાદ ૮ થી ૧૦ અઠવાડીયે છાંટવું અથવા મેટ્રીબ્યુજીન ૧.પ કિ.ગ્રા. સ.ત./હેકટર શેરડીની રોપણી બાદ ૩-૪ દિવસે પ્રીઈમરજન્સ તરીકે આપવું અને ૬૦ દિવસે આંતરખેડ કરવી અથવા ર,૪-ડી (સોડીયમ સોલ્ટ) ૧ કિ.ગ્રા. સ.ત./હેકટર +પેરાકવેટ ૦.પ કિ.ગ્રા./હેકટર પ્રમાણે રોપણી બાદ ૩૦ અને ૬૦ દિવસે એમ બે છંટકાવ કરવા.